જામનગરઃ મનપામાં કર્મચારી અને અધિકારીઓની ઘટ, ખાલી જગ્યાઓમાં ભરતી કરવા વિપક્ષની માગ
જામનગર મહાનગરપાલિકાની બધી જ શાખાઓમાં કાર્યપાલક ઇજનેરોની પાંચ પોસ્ટ ખાલી છે. ઇન્ચાર્જ તરીકે ચલાવવામાં આવે છે.અને અન્ય સેટઅપમાં પણ જગ્યા ખાલી છે.
જામનગર મહાનગરપાલિકાના (JMC) કર્મચારીઓ અને અધિકારીઓની ઘટ (Employee reduction) છે. જે સેટઅપ મુજબ ભરતી (Recruitment)કરવાની માગ વિપક્ષના (Opposition)નેતા દ્વારા કરવામાં આવી છે.
જામનગર શહેરમાં 1984માં જે સેટઅપ બનાવેલ હતું. ત્યારે જેટલા કર્મચારીઓ સેટઅપ મુજબની ભરતી કરવામાં આવેલ હતી.ત્યારે જામનગર શહેરની વસ્તી માત્ર 3 લાખ જેટલી હતી, અને જામનગર મહાનગરપાલિકાનું ક્ષેત્રફળ ઓરસ-ચોરસ 26 કી.મી. હતું. ક્ષેત્રફળ અત્યારે 132 કી.મી.જેવું થઇ ગયેલ છે. તો સેટઅપ વધારવાની જરૂરીયાત છે. કર્મચારી 1984 સાલમાં જે કર્મચારીઓ હતા. તે પૈકી મોટાભાગના નિવૃત થઇ ગયેલા.તે પછી માત્ર 19 ટકા છે. તે પછી આઉટ સોસિંગ અને કરાર આધારિત જ કર્મચારીઓ નિવૃત થયેલાથી જ મહાનગરપાલિકાનો ધમધડા વિનાનો વહીવટ ચાલે છે. તો આ વહીવટ પારદર્શક ચલાવવા માટે કાયમી કર્મચારીની ભરતી કરવી જરૂરી છે.
જામનગર મહાનગરપાલિકાનું ક્ષેત્રફળ વધારવા અને ટેક્ષ લેવા માટે મહાનગરપાલિકા 132 કી.મી.નો ઓરસ-ચોરસ એરિયામાં મકાનો, દુકાનો, કે ફેકટરીઓ પાસે કે શોપિંગમોલમાં ટેક્ષ ઉઘરાવવા માટે આપની પાસે પુરતો સ્ટાફ નથી કે કોઈ જવાબદાર કર્મચારી પણ નથી. તો પણ જામનગર મહાનગરપાલિકામાં પુરતા કર્મચારીઓની ભરતી શું કારણસર કરવામાં આવતી નથી. તેવી લેખીત રજુઆત મહાનગર પાલિકાના કમિશ્નરને વિપક્ષના નેતા આનંદ રાઠોડ દ્વારા કરવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકાની બધી જ શાખાઓમાં કાર્યપાલક ઇજનેરોની પાંચ પોસ્ટ ખાલી છે. ઇન્ચાર્જ તરીકે ચલાવવામાં આવે છે.અને અન્ય સેટઅપમાં પણ જગ્યા ખાલી છે. આવનારા દિવસોમાં વસ્તીના આધારે જામનગર મહાનગરપાલિકાનું નવું સેટઅપ બનાવી ભરતી કરવીની લેખીત રજુઆત કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકામાં સોલીડ વેસ્ટ શાખા,ભૂગર્ભ શાખા,વોટર વર્કસ શાખા, સીવીલ અને પ્રોજેક્ટ એન્ડ પ્લાનીંગ શાખામા પાંચ કાર્યપાલક ઇજનરોની અને કર્મચારીની ખાલી પડેલી જગ્યા ભરવામાં આવે તેવી માંગણી છે. જામનગર શહેરનો વિકાસ થાય તે હેતુથી આવનારા દિવસોમાં સ્ટાફની ભરતી પૂરી કરવામાં આવે તેવી રજૂઆત કરી છે.
છેલ્લે 2015માં સેટઅપ બનાવવામાં આવ્યું છે.તેમાં અલગ ઝોન બનાવીને ભરતી કરવાને બદલે અમુક શાખા રદ કરી નાખી છે. હાલે નવી ભરતી કરવાને બદલે કોન્ટ્રાકટ પ્રથા લગાડી દીધી છે.તે રદ કરાવી જોઈએ,અને નવી ભરતી કરવામાં આવે તો જામનગર મહાનગરપાલિકાનું તંત્ર વ્યવસ્થિત ચાલશે.
આ પણ વાંચો : ધંધુકા : અખિલ ભારતીય સંત સમિતિ અને હિંદુ ધર્મસેનાના સંતોએ મૃતક કિશન ભરવાડના પરિજનોને સાંત્વના પાઠવી