જામનગરઃ વિવિધ વેરાની રકમ ઉપર 75 ટકા લેખે વ્યાજમાફી યોજનામાં એક માસનો વધારો

બાકી પ્રોપર્ટી ટેકસ, વોટરચાર્જ તથા વ્યવસાય વેરામાં 'વ્યાજ રાહત યોજના' અંતર્ગત જાહેર થયેલ 75% વ્યાજમાફીની મુદત વધુ એક માસ માટે એટલે કે તા.30/4/2022 સુધી વધારો કરવામાં આવેલ છે.

જામનગરઃ  વિવિધ વેરાની રકમ ઉપર 75 ટકા લેખે વ્યાજમાફી યોજનામાં એક માસનો વધારો
JMC (File Image)
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Apr 06, 2022 | 7:56 PM

Jamnagar: “વ્યાજ રાહત યોજના”ની મુદતમાં 1 (એક) માસનો વધારો, 2006થી ક્ષેત્રફળ આધારીત બાકી (TAX)મિલ્કત વેરા, વોટરચાર્જ તથા વ્યવસાય વેરાની રકમ ઉપર 75% લેખે વ્યાજ માફી યોજનામાં (Interest waiver scheme) એક માસનો વધારો.જામનગર શહેર હદમાં સમાવિષ્ટ થતી તમામ મિલ્કતોનાં મિલ્કતધારકોને જામનગર મહાનગરપાલિકાના મંજુર થયેલ જનરલ બોર્ડ ઠરાવ અનુસાર જે મિલ્કતોનો 2006થી અમલમાં આવેલ ક્ષેત્રફળ આધારીત પ્રોપર્ટી ટેકસની બાકી રોકાતી મિલકત વેરા તથા વોટરચાર્જની એકી સાથે 100% બાકી રકમ ભરપાઈ કરે તેવા મિલ્કતધારકો માટે તેમજ બાકી વ્યવસાય વેરાની સંપૂર્ણ રકમ ભરપાઇ કરનાર વ્યવસાયધારકો માટે 75% વ્યાજમાફીની મુદત તા.31/3/2022 સુધી જાહેર કરવામાં આવી હતી.

જામનગર મહાનગર પાલિકાની તા.30/3/2022ની મળેલ સ્થાયી સમિતીની બેઠકમાં લેવામાં આવેલ નિર્ણય તથા જનરલ બોર્ડની મંજુરીની અપેક્ષાએ બાકી પ્રોપર્ટી ટેકસ, વોટરચાર્જ તથા વ્યવસાય વેરામાં ‘વ્યાજ રાહત યોજના’ અંતર્ગત જાહેર થયેલ 75% વ્યાજમાફીની મુદત વધુ એક માસ માટે એટલે કે તા.30/4/2022 સુધી વધારો કરવામાં આવેલ છે.

આમ, ઉપરોકત 75% વ્યાજમાફીની મુદત માહે એપ્રિલ-2022 માટે (એક માસ માટે) છેલ્લી વખત વધારવામાં આવેલ હોય, આપનો બાકી મિલ્કતવેરો, વોટરચાર્જ તથા વ્યવસાય વેરાની બાકી રહેતી સંપૂર્ણ રકમ ભરપાઇ કરી વ્યાજનાં ભારણથી બચવા તથા શહેરનાં વિકાસકાર્યમાં સહભાગી થવા અનુરોધ કરવામાં આવે છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ 2021-22 ના વાર્ષિક મિલ્કત વેરા / વોટરચાર્જનાં બીલોની ડોર-ટુ-ડોર બજવણીની કામગીરી પૂર્ણ થનાર હોય, જે કરદાતાઓને બીલ ન મળેલ હોય તેઓ જુના બીલનો કોઇપણ આધાર સાથે રાખવાથી બીલની રકમ ભરપાઇ કરી શકશે. તેમજ જામનગર મહાનગર પાલિકાની વેબસાઇટ www.mcjamngar.com પરથી પણ બીલ ડાઉનલોડ કરી શકશે. મિલ્કત વેરા તથા વોટરચાર્જની રકમ જામનગર મહાનગરપાલિકાનાં (1) મુખ્ય કેશ કલેકશન વિભાગ (2) સરૂ સેકશન / રણજીતનગર / ગુલાબનગર સીટી સીવીક સેન્ટર ખાતે ભરપાઇ કરી શકાશે. તેમજ જામનગર શહેરની એચ.ડી.એફ. સી. બેંક, નવાનગર કો-ઓપરેટીવ બેંક, આઇ.ડી.બી.આઇ. બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓમાં પણ ભરપાઇ કરી શકાશે. તદઉપરાંત, મોબાઇલ ટેકસ કલેકશન વેન તથા મહાનગરપાલિકાની વેબસાઇટ www.mjamnagar.com પરથી પણ પોતાનો વેરો ઓનલાઇન ભરપાઇ કરી શકાશે. ઓનલાઇન ટેકસ ભરનારને 2% ડીસ્કાઉન્ટ (વધુમાં વધુ રૂ.250/-) આપવામાં આવશે.

આ પણ વાંચો :રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 7 એપ્રિલથી વેરા વળતર યોજનાનો પ્રારંભ, એડવાન્સ વેરો ભરનારને મળશે આટલું વળતર

આ પણ વાંચો : Rajkot ડેરીને મળશે મોટી ભેટ,પનીર પ્લાન્ટની સ્થાપના માટે ચેરમેન દિલ્હીના પ્રવાસે

g clip-path="url(#clip0_868_265)">