Jamnagar : મનપાની કવાયત, 100 જેટલી જર્જરીત ઈમારતોને આપવામાં આવી નોટીસ

|

May 19, 2022 | 11:35 AM

Jamnagar News : દર વર્ષે ચોમાસા પહેલા ટીપીઓ શાખા દ્રારા શહેરની જર્જરીત ઈમારતોનો (Building) સર્વે કરીને નોટીસ આપવાની કામગીરી થાય છે.

Jamnagar : મનપાની કવાયત, 100 જેટલી જર્જરીત ઈમારતોને આપવામાં આવી નોટીસ
jamnagar municipal corporation issued notice

Follow us on

જામનગર શહેરમા (Jamnagar City) અનેક ઈમારતો ખંડેર હાલતમાં છે. મહાનગર પાલિકા (Jamnagar Municipal Corporation)  દ્રારા દર વર્ષે ઈમારતોનુ સર્વે કરવામા આવે છે. બાદ વખતો વખત નોટીસ આપવામા આવે છે. આજે પણ આવી ઈમારતો પડવાના વાંકે ઉભી છે. જામનગર શહેરમાં અનેક ઈમારતો ભયજનક છે. કોઈ પણ સમય પડે તેવી સ્થિતિ છે. મહાનગર પાલિકાની ટીપીઓ શાખા દ્રારા આ માટે ખાસ 5 ટીમ તૈયાર કરવામાં આવી છે.

શહેરમાં કુલ 136 ઈમારતો જર્જીરીત હોવાનુ સામે આવ્યુ

જેના 12 સભ્યો દ્રારા કુલ 16 વોર્ડમાં સર્વે કરવામાં આવ્યો. સર્વેમાં શહેરમાં કુલ 136 ઈમારતો જર્જીરીત હોવાનુ સામે આવ્યુ છે.જેમાં સૌથી વધુ જર્જરિત 100 ઈમારતોને નોટિસ આપવામાં આવી છે.દર વર્ષે ચોમાસા પહેલા ટીપીઓ શાખા દ્રારા શહેરની જર્જરીત ઈમારતોનો(Building)  સર્વે કરીને નોટીસ આપવાની કામગીરી થાય છે. શહેરમાં કોઈ જગ્યાએ કે આસપાસમાં કોઈ જોખમી કે જર્જરીત ઈમારત હોય તેની જાણ ટીપીઓ શાખા કરવા મનપા દ્વારા અપીલ કરવામાં આવી છે.

જર્જરીત ઈમારતના માલિકોને મહાનગર પાલિકા દ્વારા નોટીસ

જર્જરીત ઈમારતના માલિકોને મહાનગર પાલિકા દ્વારા નોટીસો ફટકારવામા આવી છે.હાલ અનેક ઈમારતો મકાન માલિક અને ભાડુઆતના વિવાદમાં ઈમારતો જેમની તેમ છે. વર્ષોથી જુની ઈમારતોમાં રહેતા ભાડુતો અને મકાનમાલિકો સાથેના વિવાદના કારણે સમયસર રીપેરીંગ ના થતા ઈમારત જર્જરીત બનતી હોય છે. કોણ રીપેર કરાવે તે અંગે પણ વિવાદ હોય તેથી કેટલીક ઈમારતો વર્ષો સુધી રીપેર થઈ શકી નથી. મહાનગર પાલિકા ભયજનક ઈમારતોનો સર્વે તો કરે છે.,પરંતુ ત્યાર બાદ કોઈ કાર્યવાહી ન થતા ભયજનક ઈમારતો પડવા વાંકે ઉભી છે. આવી ઈમારતો રીપેરીંગ થાય અથવા તેને પાડવામા આવે તે જરૂરી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

માત્ર નોટીસ આપીને કામગીરીનો સંતોષ

મહાનગર પાલિકા દ્રારા સર્વે બાદ નોટીસ આપીને સંતોષ માનવામા આવે છે, પરંતુ બાદ કોઈ કાર્યવાહી કરવામા આવતી નથી. તેમજ આવી ઈમારતોના કારણે કોઈ અકસ્માત કે જાનહાની થાય તો જવાબદારી કોની. ? કોઈ ઘટના બને બાદ તંત્ર દોડધામ કરે તે પહેલા ભયજનક ઈમારતો માટે યોગ્ય પગલા લે તે જરૂરી છે. શહેરમાં અનેક જુની અને જોખમી 136 જેટલી ઈમારતો છે, કેટલીક ઈમારતો જર્જરીત હાલતમાં જોવા મળે છે. જે પડે તો અકસ્માત થઈ શકે છે. કોઈ દુર્ધટના બને તે પહેલા તંત્ર પગલા લે તેવી માંગ ઉઠી છે. માત્ર ગત વર્ષની ઈમારતોના માલિકોને માત્ર એક નોટીસ આપીને તંત્ર સંતોષ માની લે છે. પરંતુ તે બાદ કોઈ પગલા લેવાતા નથી. વિપક્ષના નેતા આનંદ રાઠોડે માંગ કરી છે માત્ર નોટીસ નહી પરંતુ આસામીઓ દ્રારા જર્જરીત ઈમારત મુદે યોગ્ય કામગીરી થાય.

Next Article