IPUની ઈન્ડોનેશીયામાં યોજાનાર કોન્ફરન્સમાં જામનગરના સાંસદ પૂનમ માડમ ભાગ લેશે

|

Mar 20, 2022 | 10:37 PM

ભારતીય ડેલીગેશનમાં અન્ય સાંસદ સાથે જામનગર-દેવભુમિદ્વારકાના સાંસદ પુનમબેન માડમ છેલ્લા વખતથી આ કોન્ફરન્સમાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. અગાઉની 143મી સ્પેનમાં યોજાયેલ કોન્ફરન્સમાં તેણીએ હાજરી આપી હતી.

IPUની ઈન્ડોનેશીયામાં યોજાનાર કોન્ફરન્સમાં જામનગરના સાંસદ પૂનમ માડમ ભાગ લેશે
Jamnagar MP Poonam Madam to attend IPU conference in Indonesia

Follow us on

જામનગરના મહિલા સાંસદ પૂનમબેન માડમે (Poonam Madam)ફરી આંતરરાષ્ટ્રીય કક્ષાના ડેલીગેશનમાં હાજરી આપીને જામનગર (JAMNAGAR) અને ગુજરાત રાજયને ગર્વ અપાવ્યુ છે. હાલ 20થી 24 માર્ચ સુધી ચાલનાર ” ઈન્ટર પાર્લામેન્ટરી યુનીયન (IPU)” ની ઈન્ડોનેશીયાના (Indonesia) બાલી ખાતે યોજાનાર 144મી કોન્ફરેન્સમાં ભારતના પાર્લામેન્ટરી ડેલીગેશનના સભ્ય તરીકે જામનગરના સાંસદ પૂનમબેન માડમે ભાગ લીધો. અગાઉ 143ની કોન્ફરન્સ સ્પેન ખાતે યોજાઇ હતી. જેમાં પણ સાંસદએ ભાગ લીધો હતો.

ઈન્ટર પાર્લીયામેન્ટરી યુનીયન IPUની ઈન્ડોનેશીયાના બાલી ખાતે યોજાનાર 144મી કોન્ફરન્સમાં ભારતના પાર્લામેન્ટરી ડેલીગેશનના સભ્ય તરીકે જામનગરના સાંસદ પૂનમ માડમ ભાગ લેશે. તા.20 મી માર્ચથી તા.24 મી માર્ચ સુધી સાંસદ પૂનમબેન માડમ કાર્યક્રમમાં હાજરી આપશે.

આઈ. પી.યુ. ની ઈન્ડોનેશીયામાં બાલી ખાતે યોજાનાર 144 મી કોન્ફરન્સમાં ભારતીય ડેલીગેશનના અન્ય સાંસદોની સાથે વિવિધ ફોરમમાં આંતરરાષ્ટ્રીય શાંતિ કોવિડ-19 ની મહિલાઓ, બાળકો અને તરૂણો ઉપર થયેલ અસર શિક્ષણ ક્ષેત્રમાં આઈ. ટી.ટેકનોલોજી દ્વારા કઈ રીતે સમાનતા લાવવી, કલાઈમેન્ટ ઈમરજન્સી વિગેરે મુદ્દા ઉપર ચર્ચા અને મંતવ્યો રજુ કરશે. અને તે બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ લીધેલ અસરકારક અને સકારાત્મ પગલાઓ અંગે જ્ઞાત કરાવશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ભારતીય ડેલીગેશનમાં અન્ય સાંસદ સાથે જામનગર-દેવભુમિદ્વારકાના સાંસદ પુનમબેન માડમ છેલ્લા વખતથી આ કોન્ફરન્સમાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. અગાઉની 143મી સ્પેનમાં યોજાયેલ કોન્ફરન્સમાં તેણીએ હાજરી આપી હતી. ફરી ઈન્ડોનેશીયામાં યોજાયેલ 144 કોન્સફરન્સમાં ગુજરાતના જામનગરના સાંસદ પુનમબેન માડમ ડેલીગેશનના સભ્ય બન્યા છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સમાં ભારતનુ પ્રતિનિધિત્વ કરીને ગુજરાતને ગર્વ અપાવ્યુ છે.

વિશ્વના દેશોની પાર્લામેન્ટ માટે આંતરરાષ્ટ્રીય ઓર્ગેનાઈઝેશન ” ઈન્ટર પાયામેટરી યુનીયનની (આઈ. પી.યુ.” ની સ્થાપના 132 વર્ષ પહેલા સને 1889 માં થયેલ, આ સંસ્થાનાં મુળભૂત ઉદેશ લોકશાહી શાન પ્રણાલીને ઉતેજન આપવું, એક્બીજા રાષ્ટ્રો સાથે સહકારની ભાવના રહે, પુરૂષ-સ્ત્રીને સમાનતા, યુવાને રાજકારણમાં પ્રોત્સાહન, દુનીયાના તમામ રાષ્ટ્રનો સમુચિત વિકાસ થાય તે ૨હેલ છે.

આઈ. પી.યુ., બ્યુરો વુમનના સભ્ય તરીકે જામનગર-દેવભુમિદ્વારકાના સંસદસભ્ય પૂનમબેન માડમ મીટીંગમાં ઉપસ્થિત રહ્યા. અને બ્યુરોની ભવિષ્યની એકટીવીટી શુ હોવી જોઈએ તે અંગે મંતવ્યો રજુ કર્યા.

આ પણ વાંચો : Gujarat Assembly Election 2022 : મોરબીમાં કોળી સમાજની મહત્વની બેઠક મળી, રાજકીય પક્ષોમાં દ્વારા થતાં અન્યાય બાબતે ચર્ચા

આ પણ વાંચો : રીઅલ એસ્ટેટ ક્ષેત્રે આનંદો ! ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 8 મહીનામાં પ્રોપર્ટીનું ધૂમ વેચાણ, સ્ટેમ્પ ડ્યુટી-રજિસ્ટ્રેશન ફી કલેક્શન 1 લાખ કરોડને પાર

Next Article