AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar : બોર્ડની પરીક્ષા પહેલા વિધાર્થીઓની મોડેલ ટેસ્ટ, 3 હજાર વિધાર્થીઓએ આપી પરીક્ષા

આગામી 28 માર્ચથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થનાર છે. જે પહેલા જામનગરમાં વિધાર્થીઓને સ્વમુલ્યાંકન અને સ્વઅધ્યયનની તક અને પુરતો સમય મળે તે માટે એક માસ પહેલા જ આ પ્રકારની મોડેલ ટેસ્ટનુ આયોજન કરવામાં આવ્યુ. જામનગર શહેરમાં કુલ ત્રણ પરીક્ષા કેન્દ્રમાં રાખવામાં આવ્યા હતા

Jamnagar : બોર્ડની પરીક્ષા પહેલા વિધાર્થીઓની મોડેલ ટેસ્ટ, 3 હજાર વિધાર્થીઓએ આપી પરીક્ષા
Jamnagar Board Model Test Conducted
Divyesh Vayeda
| Edited By: | Updated on: Feb 27, 2022 | 8:18 PM
Share

જામનગર(Jamnagar)  શહેરમાં રવિવારે બોર્ડની પરીક્ષા(Board Exam)  પહેલા વિધાર્થીઓમાંથી પરીક્ષા ભય(Exam Fear)  દુર કરવા તેમજ તેમનામાં આત્મવિશ્વાસ કેળવવા, અને વિધાર્થીઓને સ્વઅધ્યયન તથા સ્વમુલ્યાંકનની પુરતી તક અને સમય મળે તે હેતુથી બોર્ડની પરીક્ષા પહેલા બોર્ડ જેવી પરીક્ષા પ્રક્રિયા મુજબ મોડેલ ટેસ્ટ -2022 લેવામાં આવી. જામનગર કોચિંગ કલાસ એસોસિયેશન અને ભાજપ શિક્ષણ સેલ દ્રારા મોડેલ ટેસ્ટ -2022નુ આયોજન કરાયુ હતુ. જેમાં બે સપ્તાહ પહેલા જ શહેરના આશરે 140 કોચિંક કલાસના આશરે 2980 જેટલા વિધાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ. કોચિંગ કલાસીસ દ્રારા વિધાર્થીઓને શિક્ષણ તો આપવામાં આવે છે. પરંતુ બોર્ડની પરીક્ષાનો ભય વિધાર્થીઓમાં ના રહે, પરીક્ષામાં કેવા પ્રકારની તૈયારી કરવી, શુ કાળજી રાખવી, સમયનુ આયોજન કેવી રીતે કરી શકાય, બોર્ડની પરીક્ષામાં જે પ્રક્રિયા હોય તેનાથી વિધાર્થીઓ અવગત થાય અને તેમનુ આત્મવિશ્વાસ વધે તે હેતુ દર વર્ષે આ પ્રકારની મોડેલ ટેસ્ટનુ આયોજન કરવામા આવે છે.

28 માર્ચથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થનાર છે

આગામી 28 માર્ચથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થનાર છે. જે પહેલા વિધાર્થીઓને સ્વમુલ્યાંકન અને સ્વઅધ્યયનની તક અને પુરતો સમય મળે તે માટે એક માસ પહેલા જ આ પ્રકારની મોડેલ ટેસ્ટનુ આયોજન કરવામાં આવ્યુ. જામનગર શહેરમાં કુલ ત્રણ પરીક્ષા કેન્દ્રમાં રાખવામાં આવ્યા હતા. જેમાં એ.કે.દોશી મહિલા કોલેજ, ભવન સ્કૂલ, અને જ્ઞાનગંગા સ્કૂલ ત્રણેય પરીક્ષા કેન્દ્રો પર કુલ 48 જેટલા બ્લોકમાં 96 જેટલા સુપરવાઈઝરની ટીમ સાથે મોડેલ ટેસ્ટ લેવામાં આવી. એક દિવસમાં ધોરણ-10 અને 12 માં કુલ બે વિષયની બે પરીક્ષાઓ લેવામાં આવી હતી. જેમાં ધોરણ 10માં સવારે 9થી 12માં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની પરીક્ષા લેવામાં આવી અને ધોરણ 12માં સવારે 9થી 12માં વાણીજય વ્યવસ્થા અને સંચાલન વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. બપોરના 2થી 5ના સમયમાં ધોરણ 10ની ગણિત અને ધોરણ -12ની નામાંના મુળતત્વ(એકાઉન્ટ)ની પરીક્ષા લેવામાં આવી હતી. જે નિયમ અને પ્રક્રિયા મુજબ બોર્ડની પરીક્ષા લેવામાં આવે છે.

ઉતરવહી સાથે કોચિંગના શિક્ષકો દ્રારા તેમના સ્વમુલ્યાંકન માટે મદદરૂપ થશે

તેવા મોહાલ વચ્ચે આ પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં અગાઉ વિધાર્થીઓનુ રજીસ્ટ્રેશન કરાવીને તેમને રીસીપ્ટ, સીટનંબર, બ્લોકનંબર આપવામાં આવ્યા. બોર્ડની પરીક્ષા જેમ જ પરીક્ષા દરમિયાન ફલાઈંગ સ્કોર્ડએ ચકાસણીની કામગીરી કરી હતી. વિધાર્થીઓની ઉતરવહીઓ ચેકીંગ કરીને તેના માર્ક સાથે તેમના પરીણામ સાથે 15 માર્ચ સુધીમાં પરત કોચિંગ કલાસમાં આપવામાં આવશે. ઉતરવહી સાથે કોચિંગના શિક્ષકો દ્રારા તેમના સ્વમુલ્યાંકન માટે મદદરૂપ થશે. મોડેલ ટેસ્ટમાં કરેલી ભુલોને બોર્ડની પરીક્ષામાં ના થાય તે માટેનુ માર્ગદર્શન આપવામાં આવશે. આ પ્રકારની પરીક્ષાઓથી વિધાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે છે. તેમજ પરીક્ષાની તૈયારીઓ વહેલી અને વધુ સારી રીતે કરી શકે છે.

આ પણ  વાંચો : Ahmedabad: આજે ગુજરાતની સહકારી મંડળીઓએ એક આગવી ઓળખ ઊભી કરી છે : મુખ્યપ્રધાન

આ પણ  વાંચો : Kutch: શુ શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ આપણા હાથમાં છે? જાણો શું કહે છે નિષ્ણાતો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">