Jamnagar: સરકારી શાળાના વિદ્યાર્થીઓને સત્ર પુરુ થવા આવ્યુ છતા નથી મળી સ્કોલરશીપ
Jamnagar: જામનગરમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ મંજૂર તો થઈ પરંતુ હજુ સુધી વિદ્યાર્થીઓને મળી નથી. સ્કોલરશીપ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શાળા શરૂ થઈ ત્યારે જ કરી દેવાઈ હતી પરંતુ વિદ્યાર્થીઓને હજુ સુધી સ્કોલરશીપ મળી નથી.
ગુજરાત ડિજિટલ પોર્ટલમાં સ્કોલરશીપ માટે રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. ધોરણ 1 થી 8માં સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકાર તરફ વિદ્યાર્થી દીઠ રૂ.750 આપવામાં આવે છે. જામનગર જીલ્લામાં કુલ 79,865 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયુ છે. પરંતુ મોટાભાગના વિદ્યાર્થીઓને આ સ્કોરશીપની રકમ મળી નથી. શાળાના આચાર્ય દ્રારા ગુજરાત ડિજિટલ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. આ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા તો શાળા શરૂ થઈ ત્યારે જ કરી દેવાઈ હતી, પરંતુ હજુ સુધી વિદ્યાર્થીઓને સ્કોરશીપ મળી નથી.
જામનગરમાં જીલ્લામાં 79,865 વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન થયા છે. જે પૈકી 79297 વિદ્યાર્થીઓની સ્કોરશીપ મંજુર કરવામાં આવી છે. પરંતુ હાલ કેટલા વિદ્યાર્થીઓને સ્કોરશીપ આપવામાં આવી છે. તે અંગે કોઈ માહિતી પ્રાપ્ય નથી. 608 જેટલા વિદ્યાર્થીઓની સ્કોરશીપ મંજુર થઈ નથી. તેમજ અનેક વિદ્યાર્થીઓને સ્કોરશીપનુ ચુકવણુ થયુ નથી. જેમાંથી 38,690 કુમાર અને 41,175 કન્યાનો સમાવેશ થાય છે. જે પૈકી 38389 કુમાર અને 40868 કન્યાની સ્કોરશીપ મંજુર કરવામાં આવી છે.
ડિજિટલ પોર્ટલમાં આચાર્યના રજીસ્ટ્રેશન કર્યા બાદ સ્થાનિક જીલ્લાની સામાજ કલ્યાણ વિભાગની કચેરીએ તેને મંજુરીની પ્રક્રિયા કરવામાં આવે છે. જે પ્રક્રિયા મોટાભાગની પુર્ણ કરવામાં આવી છે. હાલ 608 વિદ્યાર્થીઓ એવા છે જેમના રજીસ્ટ્રેશન થયા છે, પરંતુ સ્કોરશીપ કોઈ પણ કારણે મંજુર થઈ નથી. આવા વિદ્યાર્થીની વિગતોને ફેરચકાસણીની કામગીરી ચાલે છે. જેમાં જુના બેન્ક ખાતા હોય બેન્ક મર્જ થવાના કારણે આઈએફએસી કોડ બદલતા મંજુર ન થઈ શકયા હોવાનુ તારણ છે. આ ઉપરાંત અન્ય કેટલાક કારણો કે ટેકનીકલ ક્ષતિ હોવાનુ શકયતા છે. જે તમામ વિધાર્થીઓની સ્કોરશીપ મંજુર થાય તે માટેની પ્રક્રિયા ચાલે છે.
આ પણ વાંચો: જામનગર જિલ્લામાં ધોરણ 8ના 4538 વિદ્યાર્થીઓએ આપી સ્કોલરશીપ માટેની પરીક્ષા, 16 કેન્દ્રો પર લેવાઈ પરીક્ષા
હાલ મંજુર થયેલા પણ અનેક વિધાર્થીઓ છે. જેમને સ્કોરશીપ મળી નથી. અંદાજે 6 માસ જેવો સમય થયો હોય વિધાર્થીઓના રજીસ્ટ્રેશન કરવામાં આવેલ છે. હાલ સુધી મોટાભાગના વિદ્યાર્થીઓની સ્કોરશીપ મંજુર કરવામાં આવી છે. પરંતુ તૈ પૈકી મોટાભાગના વિધાર્થીઓને સ્કોરશીપની રકમ મળી છે. જે તેમના ખાતામાં જમા થશે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની સરકારી શાળા નંબર 1 માં કુલ 699 જેટલા વિધાર્થીઓનુ રજીસ્ટ્રેશન સ્કોરશીપ માટે કરવામાં આવ્યુ છે. પરંતુ તે પૈકી કોઈ વિધાર્થીઓના ખાતામાં રકમ જમા થયેલ નથી. સરકારમાં મંજુર થયેલા વિધાર્થીઓને સ્કોરશીપનુ ચુકવણુ કરવામાં આવશે, પરંતુ કયારે તે કહેવુ મુશકેલ છે.