JAMNAGAR : રખડતા ઢોરે હુમલો કરતા યુવતી ઈજાગ્રસ્ત, જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાઈ
યુવતીની પુત્રી તેની માતાને બચાવવા જાતા ગાયે એને પણ શીંગડા માર્યા હતા. ગાયે સતત બે મીનીટ સુધીએક યુવતિને શિકાર બનાવતા લોકોના ટોળા એકઠા થયા હતા.
JAMNAGAR : શહેરમાં રખડતા ઢોરે એક યુવતીને શીંગડા મારી ગંભીર રીતે ઈજાઓ પહોચાડી છે. રણજીત રોડ પર આવેલા રહેણાક મકાન પાસે યુવતિ પર એક ગાયે હુમલો કર્યો હતો. ચૌહાણફળી શેરી નં. 2 માં સવારે અચનાક ગાયે યુવતી પર હુમલો કર્યો અને વારંવાર ઢીક મારીને ઈજા પહોચાડી.યુવતીની પુત્રી તેની માતાને બચાવવા જાતા ગાયે એને પણ શીંગડા માર્યા હતા. ગાયે સતત બે મીનીટ સુધીએક યુવતિને શિકાર બનાવતા લોકોના ટોળા એકઠા થયા હતા. સતત યુવતિને બચાવવાઅનેક પ્રયાસ કર્યા હતા. આ ઘટનામાં ઈજાગ્રસ્ત રાજકોટની યુવતીને જામનગરની સરકારી જી જી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : GANDHINAGAR : પ્રમુખ, પ્રભારી અને વિરોધ પક્ષના નેતાની નિમણૂંક અંગે ગુજરાત કોંગ્રેસની મહત્વની બેઠક મળી
આ પણ વાંચો : DEVBHUMI DWARKA : પોલીસ કસ્ટડીમાં સગીરને માર મારવાના મામલે કોર્ટમાં ફરિયાદ, PSI સહિત 3 કોન્સ્ટેબલે માર્યો હતો