AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar: બાળદર્દીઓથી ઉભરાઈ જી.જી. હોસ્પિટલ, સ્પે. વોર્ડ તૈયાર કરવાની પડી ફરજ, 6થી7 માસના શિશુમાં દેખાયા ઓરીના લક્ષણો

Jamnagar: જામનગરમાં બાળકોમાં રોગચાળાનું પ્રમાણ વધ્યુ છે. જીજી હોસ્પિટલમાં ચિલ્ડ્રન વોર્ડ બાળ દર્દીઓથી ભરાઈ પડ્યો છે. 200 બેડની ક્ષમતા ધરાવતા વોર્ડમાં હાલ 350 જેટલા બાળદર્દીઓ એડમિટ છે. જેના કારણે એક બેડ પર બબ્બે દર્દીને સૂવડાવવા પડે છે.

Jamnagar: બાળદર્દીઓથી ઉભરાઈ જી.જી. હોસ્પિટલ, સ્પે. વોર્ડ તૈયાર કરવાની પડી ફરજ, 6થી7 માસના શિશુમાં દેખાયા ઓરીના લક્ષણો
Divyesh Vayeda
| Edited By: | Updated on: Feb 23, 2023 | 9:23 PM
Share

જામનગરની સરકારી ગુરૂગોબિંદસિહજી હોસ્પીટલમાં બાળ વિભાગમાં દર્દીઓની સંખ્યામાં વધારો થતા બેડ ખુટી પડયા છે. જેમાં એક જ બેડમાં બે કે ત્રણ દર્દીઓને રાખવામાં આવે છે. છેલ્લા એકાદ માસથી દૈનિક બાળ દર્દીઓની સંખ્યા વધારો થતા હોસ્પીટલમાં તંત્રની દોડધામ વધી અને દર્દી તેમજ વાલીઓની મુશ્કેલી વધી છે. મોડે-મોડે હોસ્પીટલ તંત્રને વધુ વ્યવસ્થા કરવાની ફરજ પડતા હાલ આયોજન કરવામાં આવ્યુ છે.

ચિલ્ડ્રન વોર્ડમાં એક બેડ પર બે થી ત્રણ બાળ દર્દીઓને સુવડાવ્યા

હાલ શિયાળા અને ઉનાળાની મિશ્ર ઋતુના કારણે બાળદર્દીઓની સંખ્યા વધી છે. જીજી હોસ્પીટલમાં બાળકોની 200 બેડની હોસ્પીટલ તરીકે ઓળખાતી બિલ્ડીંગમાં કુલ 168 બેડ સામે 236 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. તેથી એક જ બેડમાં 2 કે 3 દર્દીઓને રાખવામાં આવે છે. એકાદ બે દિવસ નહી પરંતુ છેલ્લા 1 માસથી આ સ્થિતીથી દર્દીઓ અને તેના વાલીઓ મુશકેલીમાં મુકાયા છે. કોઈ બેડ પર 2 કોઈ બેડ પર ત્રણ દર્દીઓ હોવાથી બાળકોને બેસવાની પણ પુરતી જગ્યા નથી મળતી, તેમા આરામ કેવી રીતે કરી શકે. નાના બાળકો હોય તેમના વાલીએ પણ સાથે રહેવુ પડે છે.

જરૂર જણાય તો જ બાળકોને દાખલ કરવા સૂચના

હાલ હોસ્પિટલમા બાળ દર્દીઓની  સંખ્યામાં એકદમથી વધારો જોવા મળતા પાંચ વોર્ડમાં કુલ 350 જેટલા બાળકો દાખલ છે. જેના કારણે અસુવિધા ઉભી થઈ છે. ત્યારે પિડીયાટ્રીક વિભાગના વડા ડૉ ભદ્રેશ વ્યાસે જણાવ્યુ છે કે જેમને જરૂર હોય તેમને જ દાખલ કરવામાં આવી રહ્યા છે.

એકાએક દર્દીઓની સંખ્યા વધતા 40 બેડનો સ્પે. વોર્ડ શરૂ કરાયો

જી.જી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટના જણાવ્યા પ્રમાણે બાળ દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાને લઈને હાલ હોસ્પિટલમાં સ્પેશ્યિલ વોર્ડ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. જેનુ કામ પૂર્ણ થવામાં જ છે.  40 બેડનો નવો વોર્ડ 700 બેડની નવી હોસ્પીટલ બિલ્ડીંગમાં પહેલા માળે કાર્યરત કરવામાં આવ્યો છે. જે માટે વધુ સ્ટાફ અને તબીબ ફાળવામાં આવ્યા છે.

6થી 7  મહિનાના બાળકોને ઓરી થતા તબીબો પણ ચોંક્યા

સામાન્ય રીતે ઓરીના દર્દી 9 માસથી ઉપરના જોવા મળતા હોય છે. પરંતુ હાલ જી.જી. હોસ્પિટલમાં 6થી 7 મહિનાના બાળકોમાં પણ ઓરીના લક્ષણો જોવા મળ્યા છે. જી.જી. હોસ્પિટલના તબીબના જણાવ્યા મુજબ બાળકોને ઓરીની વેક્સિનના બે ડોઝ આપવામાં આવે છે. જેમા પ્રથમ ડોઝ 9 મહિને અને બીજો ડોઝ 15થી 18 મહિને આપવામાં આવે છે. પરંતુ જી.જી. હોસ્પિટલમાં હાલ 9 માસથી નાના બાળકોમાં ઓરીના લક્ષણો દેખાયા છે. આથી તેમના સેમ્પલ સરકારી લેબમાં અને જિનેટિકલ એનાલિસિસ માટે WHOની લેબમાં પણ મોકલવામાં આવ્યાં છે.

આ પણ વાંચો: Gujarat Video: ભારે વિરોધ અને હંગામા વચ્ચે જામનગર મહાનગરપાલિકાનું વર્ષ 2023-24નું બજેટ મંજૂર

તબીબના જણાવ્યા મુજબ, સગર્ભા અવસ્થા દરમિયાન માતામાંથી જ બાળકને એન્ટિબોડી મળતા હોય છે, જે તેનું 9 મહિનાની ઉંમર સુધી રક્ષણ કરતા હોય છે, પરંતુ ક્યારેક માતામાંથી ઓછા એન્ટિબોડી મળ્યા હોય અથવા તો આજુબાજુમાં ઓરીના વધુ કેસ હોય તો નાની ઉંમરનાં બાળકોને ઓરી થાય છે. હાલ

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">