AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar: કોઠાસુઝથી ખેડુતે ખારા પાણીને કર્યુ મીઠુ, દરીયા કાંઠાના ખેતરમાં વરસાદી પાણીનો સંગ્રહ કરીને કરે છે સિચાઈ

જામનગરમાં દરીયા કિનારો નજીક હોવાથી તળમાં પાણી ખારા હોય છે. તેથી ખેતી માટે પાણી મેળવવુ મુશ્કેલ બનતુ હોય છે. જેને લઈ ખેડૂતે પોતાની કોઠા સૂઝ થી ખરા પાણીને મીઠું કરી ખેતીમાં વાપરી રહ્યા છે.

Jamnagar: કોઠાસુઝથી ખેડુતે ખારા પાણીને કર્યુ મીઠુ, દરીયા કાંઠાના ખેતરમાં વરસાદી પાણીનો સંગ્રહ કરીને કરે છે સિચાઈ
Divyesh Vayeda
| Edited By: | Updated on: May 28, 2023 | 11:45 PM
Share

Jamnagar: ખીજડીયાના ખેડુત પાણીનું રીચાર્જ કરી વરસાદી પાણીનો સંગ્રહ કરે છે. જેનાથી ખેતીની ગુણવતા સાથેનુ સારુ ઉત્પાદન મળે છે. દરીયા કિનારો નજીક હોવાથી તળમાં પાણી ખારા હોય છે. તેથી ખેતી માટે પાણી મેળવવુ મુશકેલ બનતુ હોય છે. ત્યારે જામનગરના ખેડુતે વરસાદી પાણીનો સંગ્રહ કરીને પાણીને રીચાર્જ કરવામાં સફળતા મેળવી છે.

જામનગરનું ખીજડીયા ગામ જે દરીયા કાંઠે આવેલુ છે. જેથી બોરમાં મળતુ પાણી ખારૂ હોય અથવા ક્ષારયુકત હોય છે. જે ખેતી માટે ઉપયોગી બનતુ નથી. આ સમસ્યા ઉકેલ કરવા ખીજડીયાના ખેડુત જેન્તી વસોયાએ વરસાદી પાણીનો સંગ્રહ કરીને પાણીને રીચાર્જ કરી ખેતી માટે ઉપયોગ કરે છે. જામનગરના આ ખેડૂત પોતાના ખેતરમાં ખારા પાણીની સમસ્યાનો ઉકેલ કરવા વરસાદી પાણીને જમીનમાં ઉતારવાનુ શરૂ કર્યુ અને તેથી બોરના પાણી મીઠા બનતા બગાયતની ખેતીના પાક મેળવે છે.

ખેડૂતે પોતાના વિસ્તારમાં થતી પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે સોશિયલ મીડીયામાં વિડીયો જોયો. પોતાની કોઠાસુઝથી વરસાદી પાણીને જમીનમાં ઉતારવાનુ શરૂ કર્યુ. જે માટે અંદાજીત 45 હજારનો ખર્ચ કરીને 8 બાઈ 8 ની જગ્યાએ 10 ફુટ ઉંડો ખાડો કરીને તેમા ચારેલી રેતી ભરી. જે જગ્યા ખેતરના ઢાળમાં આવતી હોય તેથી વરસાદી પાણી અહી એકઠુ થતુ હોય છે તે મીનીટોમાં જમીનમાં ઉતરે છે. જેનાથી બોરના પાણી મીઠા થયા છે.

આ પણ વાંચો : બેદરકારીના કારણે અકસ્માત ન થાય તે માટે PGVCLની પહેલ, સેફ્ટી સાધનો વિના કામ કરનારા સામે થશે કાર્યવાહી

મીઠા પાણી મળતા બગાયત પાક ગુણવતા સાથે સારો પાક મેળવી રહ્યા છે. છેલ્લા છ વર્ષથી ગાય-આધારીત ખેતીને સારી ઉપજ અને આવક મેળવે છે અને પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ મેળવ્યો છે. હાલ ખેતરમાં ખારેક, નારીયેળ, સફરન, જામફળ સહીતના પાકનુ વાવેતર કરે છે. છેલ્લા વર્ષથી વરસાદી પાણીનો સંગ્રહ કરીને બોરના પાણીનો ઉપયોગ સિચાઈમાં કરે છે. વરસાદી પાણી જમીનમાં ઉતરતા પાણીમાં ક્ષારનુ પ્રમાણ ઓછુ થયુ છે. જે સિચાઈમાં ઉપયોગમાં લેવામાં આવે છે. જેનાથી જમીનની ફળદ્રુપતા વધી છે. અને ખેતઉત્પાદનમાં ગુણવતાસભર ઉપજ મેળવે છે.

જામનગર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">