Jamnagar : કોર્પોરેશને બાકી વેરાની વસૂલાત માટે જાહેર કરી વ્યાજ રાહત યોજના, જાણો વિગતે

|

Feb 10, 2022 | 11:55 AM

જામનગર કોર્પોરેશને મિલ્કતોનો 2006 થી અમલમાં આવેલ, ક્ષેત્રફળ આઘારીત પ્રોપર્ટી ટેકસની બાકી રહેલી મિલ્કત વેરા તથા વોટરચાર્જની રકમમાં એકીસાથે 100 ટકા બાકી રકમ ભરપાઇ કરે તેવા મિલ્કતધારકોને 9 ટકા ને બદલે 13. 5 ટકા વ્યાજ રાહત યોજના જાહેર કરવામાં આવેલ છે

Jamnagar : કોર્પોરેશને બાકી વેરાની વસૂલાત માટે જાહેર કરી વ્યાજ રાહત યોજના, જાણો વિગતે
Jamnagar Corporation (File Image)

Follow us on

જામનગર(Jamnagar)  મહાનગરપાલિકાની સ્થાયી સમિતીની બેઠકમાં થયેલ બજેટ ચર્ચા અન્વયે લેવામાં આવેલ નિર્ણય અનુસાર મિલ્કતોનો 2006 થી અમલમાં આવેલ ક્ષેત્રફળ આઘારીત પ્રોપર્ટી ટેકસની(Property Tax)  બાકી રહેલી મિલ્કત વેરા તથા વોટરચાર્જની રકમમાં એકીસાથે 100 ટકા બાકી રકમ ભરપાઇ કરે તેવા મિલ્કતધારકોને 9 ટકા ને બદલે 13. 5 ટકા વ્યાજ રાહત યોજના(Interest Relief Scheme)  જાહેર કરવામાં આવેલ છે, જેથી અસરકારક વ્યાજ 18 ટકા  ને બદલે માત્ર 4.5 ટકા ભરવાનું રહેશે. વધુમાં આ યોજના અંતર્ગત નિયમોનુસારની આજદિન સુધીની બાકી રોકાતી વ્યવસાય વેરાની સંપૂર્ણ રકમ ભરપાઇ કર્યેથી મિલ્કત વેરા તથા વોટરચાર્જની માફક વ્યવસાય વેરામાં પણ ઉકત વિગતે બાકી રકમ ઉપર નિયમાનુસાર વસુલવામાં આવતા 18 ટકા લેખે સાદા વ્યાજને બદલે 4. 5 ટકા લેખે વ્યાજની ગણતરી કરી 13.5 લેખે વ્યાજમાફી આપવામાં આવશે.

ઉપરોકત ‘વ્યાજ રાહત યોજનાની મુદત 5 ફેબ્રુઆરી 2022 થી 31 માર્ચ 2022 સુધી જ અમલમાં રહેશે. જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ 2021-22 ના વાર્ષિક મિલ્કત વેરા / વોટરચાર્જનાં બીલો ડોર ટુ-ડોર બજવણીની કામગીરી ચાલુ છે. જે કરદાતાઓને બીલ ન મળેલ હોય તેઓ જુના બીલનો કોઇપણ આઘાર સાથે રાખવાથી બીલની રકમ ભરપાઇ કરી શકશે તેમજ જામનગર મહાનગરપાલિકાની વેબસાઇ પરથી પણ બીલ ડાઉનલોડ કરી શકશે.

મિલ્કત વેરા તથા વોટરચાર્જની રકમ જામનગર મહાનગરપાલિકાનાં
(1) મુખ્ય કેશ કલેકશન વિભાગ ( 2) સરૂ સેકશન / રણજીતનગર / ગુલાબનગર
સીટી સીવીક સેન્ટર ખાતે ભરપાઇ કરી શકાશે. તેમજ જામનગર શહેરની
એચ.ડી.એફ.સી. બેંક, નવાનગર કો-ઓપરેટીવ બેંક, આઇ.ડી.બી.આઇ. બેંક તથા
કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓમાં પણ ભરપાઇ કરી શકાશે. તદઉપરાંત,
મોબાઇલ ટેકસ કલેકશન વેન તથા મહાનગરપાલિકાની વેબસાઇટ
www.mcjamnagar.com પરથી પણ પોતાનો વેરો ઓનલાઇન ભરપાઇ કરી
શકાશે. ઓનલાઇન ટેકસ ભરનારને 2 ટકા ડીસ્કાઉન્ટ આપવામાં આવશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ પણ વાંચો : Ahmedabad : રિવરફ્રન્ટ પરના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષને ખુલ્લુ મૂકવા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

આ પણ વાંચો : Surat : એક જ મહિનામાં 1.60 લાખથી વધુ RTPCR ટેસ્ટ, રાઉન્ડ ધ ક્લોક ફરજ પર સુરત સિવિલનો માઇક્રોબાયોલોજી વિભાગ

Published On - 11:33 am, Thu, 10 February 22

Next Article