Jamnagar : કાલાવડમાં ધોધમાર વરસાદથી અનેક સ્થળોએ પાણી ભરાયા, અનેક ગામો બેટમાં ફેરવાયા

|

Sep 15, 2021 | 11:30 AM

કાલાવડમાં સોમવારે 25 ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા અનેક ગામો હજુ પણ બેટમાં ફેરવાયેલા છે. જ્યારે અનેક રસ્તા અને બ્રિજનું ધોવાણ થયું છે.હાલ કાલાવડ-જામનગર હાઇવે બંધ છે

જામનગર(Jamnagar) ના કાલાવડમાં(Kalavad)મેઘાએ ધમાકેદાર બેટિંગ કરતા જ્યાં જુઓ ત્યાં પાણી પાણીની સ્થિતિ સર્જાઇ હતી.જોકે જેમ જેમ પાણી ઉતરી રહ્યા છે તેમ તેમ તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. કાલાવડમાં સોમવારે 25 ઇંચ કરતા વધુ વરસાદ(Rain) ખાબકતા અનેક ગામો હજુ પણ બેટમાં ફેરવાયેલા છે.તો અનેક રસ્તા અને બ્રિજનું ધોવાણ થયું છે.હાલ કાલાવડ-જામનગર હાઇવે બંધ છે તો હરિપર અને ખંઢેરાને જોડતો બ્રિજ તૂટતા વાહનવ્યવહાર ખોરવાયો છે.ત્યારે વહેલીતકે રસ્તો શરૂ કરવાની માગ સ્થાનિકો કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના મુખ્યપ્રધાન પદે ચાર્જ સંભાળ્યા બાદ ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં આવ્યા હતા અને મંગળવારે સૌરાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. તેમણે જામનગર તેમજ રાજકોટ જિલ્લાના પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી.મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જામનગરના ધુંવાવ ગામની મુલાકાત લીધી અને અહીંના અસરગ્રસ્તોના હાલચાલ પૂછ્યા હતા. તેમણે ગ્રામજનો સાથે વાત કરતા તમામ પ્રકારની મદદ કરવાની હૈયાધારણા આપી હતી..

ગામનું જાત નિરીક્ષણ કર્યા બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પત્રકારો સાથે વાત કરી અને જાનગરમાં સર્જાયેલા નુકસાનની માહિતી આપી.સરકારી સર્વે મુજબ જામનગર જિલ્લામાં કુલ 4 હજાર 760 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.જ્યારે 144 લોકોને બચાવાયા હતા.તો જામનગર શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાંથી 1 હજાર 146 લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી.

જ્યારે 724 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.જ્યારે ભારે વરસાદને પગલે કુલ 84 ગામોમાં વીજપ્રવાહ ખોરવાયો છે.જે આવતીકાલ સુધીમાં પૂર્વવત કરવાનો દાવો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યો હતો. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્યલક્ષી સેવાઓ અને સફાઇની કામગીરી શરૂ કરી દેવાઇ હોવાનો સરકારે દાવો કર્યો છે. તો સર્વેની કામગીરી પણ શરૂ કરી દેવાઇ હોવાનો દાવો ભૂપેન્દ્ર પટેલે કર્યો.

આ પણ વાંચો : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર

આ પણ વાંચો : ઓગસ્ટમાં નિકાસમાં આવ્યો લગભગ 46 ટકાનો ઉછાળો, તેમ છતાં વેપાર ખોટ 4 મહિનાની ઉંચી સપાટીએ

Published On - 7:19 am, Wed, 15 September 21

Next Video