AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar: ખેડૂતોના તમામ પ્રશ્નોનો ક્ષણભર પણ વિલંબ કર્યા વગર ઉકેલ લાવવામાં આવશેઃ રાઘવજીભાઈ પટેલ

ખેડૂતો સદ્ધર બને અને તેમની આવક બમણી થાય તે માટે રાજ્ય સરકાર એ ટેકાના ભાવે ખરીદી કરી બજારમાં મજબૂત હરીફાઈ ઉભી કરી છે. જેના થકી ખેડૂતોને પોતાની જણસના યોગ્ય ભાવો મળી રહ્યા છે. ખેડૂતોને આઠ કલાક વીજળી પણ આપવામાં આવે છે.

Jamnagar: ખેડૂતોના તમામ પ્રશ્નોનો ક્ષણભર પણ વિલંબ કર્યા વગર ઉકેલ લાવવામાં આવશેઃ રાઘવજીભાઈ પટેલ
રાઘવજીભાઈ પટેલે રોડનું લોકાર્પણ કર્યું હતું.
Divyesh Vayeda
| Edited By: | Updated on: Mar 21, 2022 | 7:09 PM
Share

કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ (Agriculture Minister Raghavjibhai Patel) રૂ.151 લાખના ખર્ચે નિર્મિત લતીપુર હાઈવેથી કૃષ્ણપર રોડ-મેલડી માતાજી મંદિર રોડ તથા રૂ.45 લાખના ખર્ચે નિર્મિત થયેલ લતીપુરથી થોરીયાળી રોડનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે ખેડૂત ખેતી (Agriculture) અને ગામડાંનો વિકાસ થાય તે માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. ખેડૂતો સદ્ધર બને અને તેમની આવક બમણી થાય તે માટે રાજ્ય સરકાર (State Government) એ ટેકાના ભાવે ખરીદી કરી બજારમાં મજબૂત હરીફાઈ ઉભી કરી છે. જેના થકી ખેડૂતોને પોતાની જણસના યોગ્ય ભાવો મળી રહ્યા છે. ખેડૂતોને આઠ કલાક વીજળી આપવાનો પણ સરકાર દ્વારા તાજેતરમાં સંવેદનશીલ નિર્ણય કરવામાં આવ્યો છે. પાક સહાય, પાક વિમો, સાત પગલાં ખેડૂત કલ્યાણ, ટ્રેકટર સહાય વગેરે જેવી અનેક યોજનાઓમાં ખેડૂતો (farmers) ને સહાય મળી રહી છે અને હજુ પણ આ સહાયમાં મહતમ વધારો થાય એ દિશામાં સરકાર કામ કરી રહી છે. ખેડૂતોના તમામ પ્રશ્નો (issues) નો ક્ષણભર પણ વિલંબ કર્યા વગર ઉકેલ લાવવામાં (resolved) આવશે તેમ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનિય છે કે લતીપુર હાઈવેથી કૃષ્ણપર રોડ ૧૫૧ લાખના ખર્ચે મંજુર કરવામાં આવેલ છે જે રોડમાં હયાત બે કોઝ-વેમાં જુના કોઝ-વે કાઢીને નવા સ્લેબ ડ્રેઈન કરવામાં આવેલ છે. તથા સંપુર્ણ લંબાઈમાં ૩ લેયર ડામર લેવામાં આવેલ છે. તથા જરૂરીયાત લંબાઈમાં મેટલિંગ કામ કરી સાઈડ સોલ્ડર્સ તથા જરૂરીયાત મુજબનું રોડ ફર્નીચર કરવામાં આવેલ છે તેમજ રૂ.૪૫ લાખના ખર્ચે મંજુર કરવામાં આવેલ લતીપુરથી થોરીયાળી રોડમાં 3 કિ.મી. માંથી 1.8 કિ.મી. મેટલીંગ કામ જરૂરીયાત ચઈનેજમાં લેવામાં આવેલ છે. તથા સંપુર્ણ લંબાઈમાં ૩ લેયર ડામર લેવામાં આવેલ છે તથા જરૂરીયાત મુજબનું માટીકામ રોડ તથા રોડ ફર્નીચર કરવામાં આવેલ છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, લતીપુર ગામના સરપંચ હસમુખભાઈ સરવૈયા, ઉપસરપંચ મનસુખભાઈ રામાણી, જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, જિલ્લા પંચાયત જામનગરના સદસ્ય  પ્રવિણાબેન ચભાડીયા, મનસુખભાઈ ચભાડીયા, ગણેશભાઈ મુંગરા,  પોલુભા જાડેજા, વસંતબેન તરવિયા, લતીપુર સેવા સહકારી મંડળીના મંત્રી લવજીભાઈ તરાવિયા, ધ્રોલ તાલુકા પંચાયતના સદસ્ય હંસાબેન ચભાડીયા, જગદીશભાઈ ચભાડીયા, નવલભાઇ મુંગરા, પૂર્વ ચેરમેન રસિકભાઈ ભંડેરી,  લતીપુર સેવા સહકારી મંડળીના પ્રમુખ ગણેશભાઈ રામાણી, ઉપ-પ્રમુખ ચન્નાભાઈ પીપરીયા ઉપરાંત લતીપુર ગ્રામ પંચાયતના સદસ્યો ગામના આગેવાનો, મહાનુભાવો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ Surat: સુરત જિલ્લામાં પાઈનેપલનો સ્વાદ ધરાવતા તાઇવાન તરબૂચની અનોખી ખેતી, જાણો કઈ રીતે મેળવે છે જંગી ઉત્પાદન

આ પણ વાંચોઃ Surat : સ્મીમેર હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગના સિનિયર રેસિડેન્ટ ડોકટર દ્વારા બે જુનિયરને દોડવાની સજા આપવામાં આવી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">