Jamnagar : મહિલા ITI માં 3-ડી પ્રીન્ટીંગનો કોર્ષની સુવિધા, બ્રાસ ઉદ્યોગમાં રોજગારીની તક

|

Jun 23, 2022 | 10:41 PM

જામનગર(Jamnagar) મહિલા આઈટીઆઈમાં 2 વર્ષથી આ ખાસ કોર્ષ શરૂ થયો છે. એક વર્ષના ગાળાના આ કોર્ષમાં 20 જેટલી બેઠકો છે. ગુજરાતમાં માત્ર પાદરા, વલસાડ મહિલા આઈટીઆઈ, જામનગર મહિલા આઈટીઆઈમાં આ કોર્ષ કાર્યરત છે.

Jamnagar : મહિલા ITI માં 3-ડી પ્રીન્ટીંગનો કોર્ષની સુવિધા, બ્રાસ ઉદ્યોગમાં રોજગારીની તક
Jamnagar Women ITI
Image Credit source: File Image

Follow us on

ગુજરાતના જામનગર (Jamnagar) આઈટીઆઈમાં (ITI) ધોરણ-10ના અભ્યાસ બાદ વિવિધ કોર્ષ કરાવવામાં આવે છે. તે પૈકી કેટલાક ખાસ પ્રકારના કોર્ષ આઈટીઆઈના ઓછા સેન્ટરોમાં કાર્યરત હોય છે. તેવો ખાસ કોર્ષ 3-ડી પ્રીન્ટીંગનો(3D Printing)  કોર્સ માનવામાં આવે છે. જામનગર મહિલા આઈટીઆઈમાં 2 વર્ષથી આ ખાસ કોર્ષ શરૂ થયો છે. એક વર્ષના ગાળાના આ કોર્ષમાં 20 જેટલી બેઠકો છે. ગુજરાતમાં માત્ર પાદરા, વલસાડ મહિલા આઈટીઆઈ, જામનગર મહિલા આઈટીઆઈમાં આ કોર્ષ કાર્યરત છે. મહિલા આઈટીઆઈમાં આવતા તાલીમાર્થીઓ માટે વધુ પસંદગીનો વિષય 3-ડી પ્રીન્ટીંગનો હોવાનુ મહિલા આઈટીઆઈના આચાર્ય જીજ્ઞેશ એસ વસોયાએ જણાવ્યુ હતું.

જામનગરના બ્રાસ ઉઘોગમાં આ પ્રકારની કામગીરી કરતા વ્યકિતની માંગ

3-ડી પ્રીન્ટીંગના કોર્ષ પુર્ણ થતા કોર્ષ પુર્ણ કરનાર પોતની સુઝબુઝ મુજબ ગીફટ આર્ટીંકલ, કીચન, તૈયાર કરી શકે છે. તેમજ જામનગરના બ્રાસ ઉઘોગમાં આ પ્રકારની કામગીરી કરતા વ્યકિતની માંગ રહે છે. બ્રાસ ઉધોગ માટે તે પ્રકારની વસ્તુનુ ઉપ્પાદન કરવાનુ હોય તેની પ્રોટોટાય કે ડાઈ તૈયાર કરવાની હોય છે. જે ખુબ ખર્ચાણ હોય શકે. પરંતુ આ પ્રકારની ટેકનોલોજીથી નજીવ ખર્ચમા તેનુ નાનુ મોડેલ રૂપ તૈયાર થાય છે. તે પરથી બમણી કે અનેક ગણુ કરીને પ્રોટોટાય કે ડાય તૈયાર થઈ શકે છે. કોર્ષ પુર્ણ થયા બાદ પોતનો વ્યવસાય કે ઉઘોગમાં નોકરીની તક મળે છે. મેન્યુફેચરિંગ કંપનીમાં પાર્ટસ ડીઝાઈનર કે મશીન ટેસ્ટિંગ તરીકે નોકરી તક મળે છે. હાલ 26 જુન સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે.

મહિલા આઈટીઆઈમાં અન્ય અનેક કોર્ષ

લાંબા ગાળાના એક કે બે વર્ષના 6 કોર્ષ છે. જેમાં કુલ 344 જેટલી બેઠકો નોંધાયેલ છે. ક્રોપાનો કોર્ષ જે 1 વર્ષનો કોમ્પ્યુટર ઓપરેટીંગ એન્ડ પ્રોગ્રામીગ આસીસ્ટન્ટ છે. જેમાં 144 બેઠકો છે. જે કોર્ષમા કોમ્પયુટર અંગેનુ પ્રાથમિક, એમએસઓફીસ, ઈન્ટરનેટ, જાવા સ્ક્રીટ, સ્માર્ટ એકાઉન્ટીંગ, સાઈબર સિક્રયોરીટી, ગુજરાતી ટાઈપીંગ સહીતનો વિષયનો સમાવેશ થાય છે. આ કોર્ષ બાદ સરકારી, અર્ધસરકારી કે ખાનગી એકમોમાં કોમ્પ્યુટર ઓપરેટર કે પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ તરીકે નોકરીની તક રહે છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

ફેશન ટેકનોલીજી નો એક વર્ષના કોર્ષમાં કુલ 60 બેઠકો છે. જેમાં ફેશન ડીઝાઈનર ક્ષેત્રે રૂચી ધરાવતી મહિલાઓ માટે આ કોર્ષ છે. જેમાં ફેશન ટેકનોલોજી વિષય પરનો એક વર્ષનો કોર્ષમાં ડ્રાફટીંગ, કટીંગ, હાથ મશીન, સિલાઈ પ્રોજેકટ વર્ક સહીતના વિષય પર વિસ્તૃત તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત એક વર્ષીય કોસ્મેટોલોજીનો બેસીંગ કોર્ષમાં 72 જેટલી બેઠકો છે. જેમાં બ્યુટીપાર્લર માટેની તાલીમ આપવામાં આવે છે. આર્કિટેકચલ ડ્રાફટમેનના 2 વર્ષીય કોર્ષમા 24 બેઠકો છે. જેમાં સિવિલ કામ અંગેની તાલીમ આપવામાં આવે છે. જે માટે ડીઝીટલ સ્માર્ટ પેનલનો ઉપયોગ તાલીમાર્થીઓ માટે કરવામાં આવે છે. કોમ્પયુટર હાર્ડવેર નેટવર્કીંગ મેન્ટેનશ 1 વર્ષીય કોર્ષમાં 24 બેઠકો છે.

3 થી 6 માસના ટુંકા ગાળાના કોર્ષ

ધોરણ 9 મા પાસ બાદ બ્યુટીપાર્લર કોર્ષ આસીસ્ટન્ટ સ્પા થેરાપી થાય છે. ડોમેસ્ટીક ડેટા એન્ટ્રી ઓપરેટર જે ધોરણ 10 પાસ બાદ થઈ શકે છે. જુનીયર સોફટવેર ડેવલોપર કોમ્પ્યુટર કોર્ષ જે ધોરણ 10 પાસ બાદ થઈ શકે છે. તેમજ કેડ ફેશન ડીઝાનરનો કોર્ષ ધોરણ 10 બાદ કરવામાં આવે છે. મહિલા આઈટીઆઈમાં તમામ કોર્ષ નિશુલ્ક થાય છે. માત્ર નજીવી રજીસ્ટ્રેશન ફી સિવાય અન્ય કોઈ ખર્ચ હોતો નથી. મહિલા આઈટીઆઈમાં યોગ, જીમ, કેન્ટીન, સહીતની તમામ સુવિધા ઉપલબ્ધ છે.

Next Article