AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar : 181 અભયમ ટીમની ઉમદા કામગીરી, સાત માસના બાળકથી વિખૂટી પડેલી માતાનું મિલન કરાવી આપ્યુ

મહિલા સહાયતા કેન્દ્ર ખાતે અજાણી મહિલા ખૂબ રડતા રડતાં પહોચી હતી. અને અભયમાં ટીમને જણાવ્યુ કે મારું સાત માસ નું બાળક એક મહિલા લઈ ગયેલ છે. અભયમ ટીમે તપાસ હાથ ધરી

Jamnagar : 181 અભયમ ટીમની ઉમદા કામગીરી, સાત માસના બાળકથી વિખૂટી પડેલી માતાનું મિલન કરાવી આપ્યુ
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2023 | 8:49 AM
Share

181 અભયમ કે જે મહિલાઓની સુરક્ષા અને સેવા માટે સતત કાર્ય તત્પર રહે છે. જામનગરમાં પણ એક મહિલા રડતાં મુખે અભયમ પાસે પહોચી હતી. જ્યાં 181 અભયમ ટીમે મદદ કરી મહિલાના મુખે સ્મિત રેલાવી હતી. મહિલા સહાયતા કેન્દ્ર ખાતે અજાણી મહિલા ખૂબ રડતા રડતાં પહોચી હતી. અને અભયમાં ટીમને જણાવ્યુ કે મારું સાત માસ નું બાળક એક મહિલા લઈ ગયેલ છે. આ મહિલા બાળકને વેચી નાખશે એવો ડર બાળકીની માતાને લગતા ચિંતાતુર બની હતી.

બાળકને દવા કરાવી આપવાનું જણાવ્યુ હતું

181 અભયમ પીડિતા બહેનને આશ્વાસન આપી કાઉન્સિલિંગ કરતા જાણવા મળેલ કે પીડિતા બહેન ઘરેથી નીકળી ગયેલ છે. અને જામનગર આવીને ફરતા ફરતા એક ઝુપડપટ્ટી ના બહેને તેને ચાર દિવસથી આશરો આપી અને બાળકને દવા કરાવી આપવાનું જણાવ્યુ હતું.  જેથી તેઓ તેમની સાથે રહેતા દવા લેવાના બહાને જી.જી હોસ્પિટલે ઉભા રાખીને બાળક લઈને ચાલ્યા ગયેલ છે.

દવાખાને દવા લેવા માટે ગયેલ હતા પરંતુ ત્યાં આ પીડિતા બહેન મળી નહીં

પીડીતા બહેને જણાવેલ સરનામે પહોંચીને 181 ની ટીમ દ્વારા શોધખોળ અને તપાસ કરવામાં આવી અંતે તપાસમાં એક સ્ત્રી પર શંકા જતા પૂછપરછ બાદ જાણવા મળ્યું હતું કે તે બાળક પીડિતા બહેનનું છે. બાળકને જોતા પીડિતા બહેન જણાવેલ કે આ બાળક મારું છે અને એ સ્ત્રીએ પણ જણાવેલ કે હા આ બાળક તે બહેનનું છે અને અમો દવાખાને દવા લેવા માટે ગયેલ હતા પરંતુ ત્યાં આ પીડિતા બહેન મને મળી નહીં જેથી હું બાળકને લઈને અહીં માર ઘરે આવી હતી.

આ પણ વાંચો : આજે રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી, અમદાવાદ સહિતના વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે

પીડીતા બહેન ને બાળક અપાવ્યા બાદ પીડિત બહેને જણાવ્યુ હતું કે મારો કોઈ આઘાર નથી હું ઘરેથી બાળકી સાથે નીકળી ગઈ છું. મારા પતિનો ખૂબ ત્રાસ છે જેથી ઘર છોડીને ચાલી આવેલ છુ માટે મને અહીંયા રહેવાની સગવડ કરી આપો તેથી 181 ટીમ દ્વારા પીડિતા બહેન ની ઈચ્છા અનુસાર OSC સેન્ટરમાં આશરો અપાવીને પરત આવતા પીડિતા બહેને 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
g clip-path="url(#clip0_868_265)">