Jamnagar: 117 જોખમી ઈમારતો ખંઢેર હાલતમાં, મનપાએ નોટીસ આપી સંતોષ માન્યો, અકસ્માત કે જાનહાની થાય તો જવાબદારી કોની?

|

Jul 05, 2021 | 7:02 PM

કોઈ ઘટના બને ત્યારબાદ તંત્ર દોડધામ કરે તે પહેલા ભયજનક ઈમારતો માટે યોગ્ય પગલા લે તે જરૂરી છે. શહેરમાં અનેક જુની અને જોખમી 117 જેટલી ઈમારતો છે

Jamnagar: 117 જોખમી ઈમારતો ખંઢેર હાલતમાં, મનપાએ નોટીસ આપી સંતોષ માન્યો, અકસ્માત કે જાનહાની થાય તો જવાબદારી કોની?
જર્જરીત ઈમારત

Follow us on

જામનગર (Jamngar) શહેરમાં અનેક ઈમારતો ખંઢેર હાલતમાં છે. મહાનગર પાલિકા (Jamnagar Municipal Corporation) દ્વારા દર વર્ષે ઈમારતોનો સર્વે કરવામાં આવે છે. ત્યારબાદ વખતો વખત નોટીસ આપવામાં આવે છે. આજે પણ આવી ઈમારતો પડવાના વાંકે ઉભી છે. જામનગર શહેરમાં અનેક ઈમારતો ભયજનક છે. કોઈ પણ સમય પડે તેવી સ્થિતિ છે. મહાનગરપાલિકા દ્વારા સર્વે બાદ નોટીસ આપીને સંતોષ માનવામાં આવે છે. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

 

આવી ઈમારતોના કારણે કોઈ અકસ્માત કે જાનહાની થાય તો જવાબદારી કોની? કોઈ ઘટના બને ત્યારબાદ તંત્ર દોડધામ કરે તે પહેલા ભયજનક ઈમારતો માટે યોગ્ય પગલા લે તે જરૂરી છે. શહેરમાં અનેક જુની અને જોખમી 117 જેટલી ઈમારતો છે, કેટલીક ઈમારતો જર્જરીત હાલતમાં જોવા મળે છે. જે પડે તો અકસ્માત થઈ શકે છે, કોઈ દુર્ધટના બને તે પહેલા તંત્ર પગલા લે તેવી માંગ ઉઠી છે. માત્ર ઓફિસમાં બેસીને ગત વર્ષની ઈમારતોના માલિકોને માત્ર એક નોટીસ આપીને તંત્ર સંતોષ માની લે છે. પરંતુ કોઈ યોગ્ય પગલા લેવાતા નથી. આ બાબતે તંત્ર પણ અજાણ નથી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જર્જરીત ઈમારતોના સર્વેની કામગીરી કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં કુલ 211 ઈમારતો ભયજનક હોવાનું બહાર આવ્યુ છે. જેમાંથી 94 ઈમારતોની ભયજનક સ્થિતી દુર કરવામાં આવી છે. અન્ય 117 જેટલી ઈમારતો હાલ પણ છે. આવી ઈમારતના માલિકોને મહાનગરપાલિકા દ્વારા નોટીસો ફટકારવામાં આવી છે. પરંતુ અનેક ઈમારતો મકાન માલિક અને ભાડુઆતના વિવાદમાં ઈમારતો જેમની તેમ છે. તંત્ર માત્ર નોટીસ આપીને સંતોષ માની છે.

 

મહાનગરપાલિકા ભયજનક ઈમારતોનો સર્વે તો કરે છે, તે પછી નોટીસો પણ આપે છે. પરંતુ ત્યારબાદ કોઈ કાર્યવાહી ન થતાં ભયજનક ઈમારતો પડવા વાંકે ઉભી છે. આવી ઈમારતો રીપેરીંગ થાય અથવા તેને પાડવામાં આવે તે જરૂરી છે.

 

આ પણ વાંચો: Rajkot Fire: શાપર વેરાવળમાં બંગડીના કારખાનામાં ભીષણ આગ, વિશાળ ધુમાડાઓએ સર્જયા ભયાનક દ્રશ્યો

 

આ પણ વાંચો: AHMEDABAD: હવે FIRE NOC રીન્યુ કરવા માટે ફાયર વિભાગ મોકલશે SMS, ટૂંક સમયમાં શરૂ થશે સુવિધા

Next Article