AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગરમાં ઇન્ટર હાઉસ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું

આ ચેમ્પિયનશિપમાં છ સિનિયર હાઉસની ટીમોએ ભાગ લીધો હતો. તેમાં તમામ ટીમોને બે પૂલમાં વહેંચવામાં આવી હતી. પૂલ 'એ' માં ગરુડ હાઉસ, પ્રતાપ હાઉસ અને સરદાર પટેલ હાઉસનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગરમાં ઇન્ટર હાઉસ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું
Inter House Basketball Championship organized at Sainik School Balachadi, Jamnagar
Divyesh Vayeda
| Edited By: | Updated on: Apr 21, 2022 | 12:01 PM
Share

જામનગર નજીક (Jamnagar) આવેલી સૈનિક સ્કૂલ બાલાચડીમાં (Soldier School Balachadi)વિધાર્થીઓને સુરક્ષા એજન્સીમાં જવા માટેની તમામ પ્રકારની તાલીમ, માર્ગદર્શન અને શિક્ષણ આપવામાં આવે છે. જયાં વિધાર્થીઓને સ્વાસ્થય, યોગ, સ્વીમીંગ, ઘોડેસવારી, કવાયત, વ્યાયામ, અને સ્પોર્ટસની વિવિધ પ્રવૃતિમાં યોજાય છે. તાજેતરમાં જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં શૈક્ષણિક સત્ર 2022-23 માટેની ઇન્ટર હાઉસ (Basketball Championship)બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ચેમ્પિયનશિપમાં છ સિનિયર હાઉસની ટીમોએ ભાગ લીધો હતો. તેમાં તમામ ટીમોને બે પૂલમાં વહેંચવામાં આવી હતી. પૂલ ‘એ’ માં ગરુડ હાઉસ, પ્રતાપ હાઉસ અને સરદાર પટેલ હાઉસનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે શિવાજી હાઉસ, આંગ્રે હાઉસ અને ટાગોર હાઉસનો સમાવેશ પૂલ ‘બી’ કરવામાં આવ્યો હતો. આ ચેમ્પિયનશિપ લીગ કમ નોક આઉટ ધોરણે યોજવામાં આવી હતી. તેમાં પ્રતાપ હાઉસ અને ટાગોર હાઉસ ફાઈનલમાં પહોચ્યાં હતા.

ફાઇનલ મેચની શરૂઆતમાં સ્કૂલના આચાર્ય ગૃપ કેપ્ટન રવિન્દર સિંહે ફાઇનલમાં પહોંચેલ ટીમના ખેલાડી સાથે મુલાકાત કરી અને તેમને શુભેચ્છા પાઠવી હતી. ફાઈનલ જોવા અને તેમની હાઉસ ટીમને ઉત્સાહિત કરવા તમામ વિદ્યાર્થીઓ પણ સ્થળ પર હાજર રહ્યાં હતા.

બંને ટીમોના ધમાકેદાર પ્રદર્શન બાદ પ્રતાપ હાઉસે ફાઇનલમાં ટાગોર હાઉસને 34-15 પોઇન્ટથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. પ્રતાપ હાઉસના કેડેટ દીપાંશુ ગુપ્તાને ચેમ્પિયનશિપના ‘બેસ્ટ પ્લેયર’ તરીકે જ્યારે ટાગોર હાઉસના કેડેટ અમન કુમારને ચેમ્પિયનશિપના ‘ઇમર્જિંગ પ્લેયર’ તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા.

સ્કૂલના આચાર્યશ્રીએ દર્શકોના ઉલ્લાસ વચ્ચે વિજેતાઓને ચેમ્પિયનશિપ ટ્રોફી અર્પણ કરી હતી. તેમણે ચેમ્પિયનશિપ ટીમ, રનર્સઅપ અને ભાગ લેનાર તમામને અભિનંદન પાઠવ્યા હતા. સભાને સંબોધિત કરતી વખતે, આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે “આ પ્રકારની ચેમ્પિયનશિપનું આયોજન કરવાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં ખેલદિલી અને ટીમ ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે.” તેમણે કહ્યું કે કોઈપણ ટીમની રમત સર્વિસિસ સિલેક્શન બોર્ડ(એસએસબી) દરમિયાન હાથ ધરવામાં આવતા ગૃપ ટાસ્ક જેવી છે. જે નેતૃત્વ શક્તિ અને ટીમ ભાવના નિર્માણ કરવામાં મદદ કરે છે. સાથે સાથે રમતો સહનશક્તિ વધારવામાં પણ મદદ કરે છે. તેમણે કેડેટ્સને રમતોમાં સક્રિયપણે ભાગ લેવાની સલાહ આપી હતી. આ પ્રસંગે સ્કૂલના ઉપાચાર્ય કમાન્ડર મનુ આરોરા સહિત તમામ શૈક્ષણિક અને વહિવટી સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

આ પણ વાંચો :ગાંધીનગરઃ મિશન ગુજરાત પર ભાજપ પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, ભાજપ હોદ્દેદારોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે

આ પણ વાંચો :Surat: ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનીલ દોષિત જાહેર, આરોપીને કેટલી સજા થશે તે બાબતે બંને પક્ષના વકીલો કરશે દલીલો

Follow Us
રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયનો ડી સ્ટાફ પ્રોફાઇલ આદેશ
રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયનો ડી સ્ટાફ પ્રોફાઇલ આદેશ
કરિયર અને સંબંધોમાં બદલાવ, જાણો 12 રાશિનું આજનું રાશિફળ
કરિયર અને સંબંધોમાં બદલાવ, જાણો 12 રાશિનું આજનું રાશિફળ
શાકભાજીવાળાનો અનોખો વટ! બટાકાની દુકાન પર મળ્યા 2-2 મોંઘા આઈફોન
શાકભાજીવાળાનો અનોખો વટ! બટાકાની દુકાન પર મળ્યા 2-2 મોંઘા આઈફોન
ગીર સોમનાથમાં વરસાદથી મગફળીના પાકને નુકસાન, ખેડૂતોએ માંગી સહાય
ગીર સોમનાથમાં વરસાદથી મગફળીના પાકને નુકસાન, ખેડૂતોએ માંગી સહાય
લખપતિ ગણેશ! ₹25 લાખની ચલણી નોટો અને ડોલરથી શણગારાયેલી પ્રતિમા
લખપતિ ગણેશ! ₹25 લાખની ચલણી નોટો અને ડોલરથી શણગારાયેલી પ્રતિમા
ગુજરાત યુનિ.: NSUI એ રજિસ્ટ્રારનો દરવાજો તોડ્યો
ગુજરાત યુનિ.: NSUI એ રજિસ્ટ્રારનો દરવાજો તોડ્યો
બનાસકાંઠા: ચંડીસર GIDC ની કંપનીમાં આગથી નાસભાગ
બનાસકાંઠા: ચંડીસર GIDC ની કંપનીમાં આગથી નાસભાગ
AMCની કમિટીમાં સ્થાન મેળવવા કોંગ્રેસના કોર્પોરેટરે કરેલી અરજી ફગાવાઈ
AMCની કમિટીમાં સ્થાન મેળવવા કોંગ્રેસના કોર્પોરેટરે કરેલી અરજી ફગાવાઈ
અમદાવાદના લાલદંડા સંઘની 192 વર્ષ જૂની અંબાજી યાત્રા - જુઓ Video
અમદાવાદના લાલદંડા સંઘની 192 વર્ષ જૂની અંબાજી યાત્રા - જુઓ Video
કચ્છ-બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાંથી ચોમાસાની વિદાયનો પ્રારંભ
કચ્છ-બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાંથી ચોમાસાની વિદાયનો પ્રારંભ
g clip-path="url(#clip0_868_265)">