Surat: ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનીલ દોષિત જાહેર, આરોપીને કેટલી સજા થશે તે બાબતે બંને પક્ષના વકીલો કરશે દલીલો
ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનીલ દોષિત જાહેર કરાયો છે. હવે આરોપીને કેટલી સજા થશે તે બબાતે બંને પક્ષના વકીલો દલીલો કરશે. આરોપીને કોર્ટે 302 સહિતની અલગ અલગ કલમોમાં દોષિત ઠેરાવ્યો છે. સુરત કોર્ટના જજ વિમલ કે વ્યાસ દ્વારા દોષિત જાહેર કરાયો છે.
સુરત (Surat) ના ચકચારી ગ્રીષ્મા હત્યા કેસ (Grishma murder case)ના આરોપી ફેનિલ ગોયાણીને સુરત કોર્ટે (court) દોષિત જાહેર કર્યો છે. ફેનિલને 302 સહિતની અલગ અલગ કલમો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો છે. સુરત કોર્ટના જજે ફેનિલને દોષિત જાહેર કર્યો છે.. સુરત કોર્ટે 30 વખત વીડિયો જોયા બાદ જાહેર કર્યું કે આરોપીએ બીજું ચપ્પુ પોતાની પાસે પેન્ટમાં રાખ્યું હતું. હવે ફેનિલને કેટલી સજા થશે તે બાબતે આવતીકાલે બંન્ને પક્ષના વકીલો દલીલો કરશે. આજે જ્યારે આરોપી ફેનિલને સુરત કોર્ટમાં હાજર કરવામાં આવ્યો ત્યારે ગ્રીષ્માનો પરિવાર પણ કોર્ટ પરિસરમાં હાજર રહ્યો હતો.
મહત્વનું છે કે 13 ફેબ્રુઆરીએ ગ્રીષ્મા વેકરિયાની ફેનિલ નામના આરોપીએ હત્યા કરી હતી. ફેનિલે જાહેરમાં જ ગ્રીષ્માનું ગળુ કાપી નાખ્યું હતું, ત્યારબાદ તેણે આપઘાતનો પણ પ્રયાસ કર્યો હતો. બનાવની જાણ થતાં તાત્કાલિક ફેનિલને ઝડપી લેવાયો હતો અને હોસ્પિટલ લઈ જવાયો હતો. 15 ફેબ્રુઆરીએ સારવાર બાદ આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. હોસ્પિટલમાંથી રજા મળતાં જ પોલીસે ફેનિલની ધરપકડ કરી હતી. 16 ફેબ્રુઆરીએ SITની રચના કરવામાં આવી હતી. 17 ફેબ્રુઆરીએ આરોપી ફેનિલને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. 19 ફેબ્રુઆરીએ રિમાન્ડ પૂર્ણ થતાં ફેનિલને લાજપોર જેલમાં ધકેલાયો હતો. તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે, ફેનિલે ગ્રીષ્માની હત્યા કરવા એકે-47 ખરીદવાનો પણ પ્રયાસ કર્યો હતો.
ગ્રીષ્માના જાહેરમાં હત્યા કરવાના ગુનામાં આરોપી ફેનિલની સામે 2500 પાનાની ચાર્જશીટ, 75 થી વધુ સાક્ષીઓની જુબાની તેમજ 120થી વધુ દસ્તાવેજી પુરાવા રજૂ કરીને આરોપીને તકસીરવાર ઠેરવવા માટેની દલીલો કરવામાં આવી હતી. આ કેસની વિગત મુજબ, તા. 12મી ફેબ્રુઆરી-2022ના રોજ લસકાણાના પાસોદરા ગામ નજીક ફેનિલ ગોયાણીએ એકતરફી પ્રેમમાં પાગલ થઇને પ્રેમિકા ગ્રીષ્મા વેકરીયાની જાહેરમાં હત્યા કરી નાંખી હતી. ગ્રીષ્માને બચાવવા માટે વચ્ચે પડેલા તેના કાકા સુભાષભાઇ અને ભાઇ ધ્રુવને પણ ચપ્પુ વડે ઇજા કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Vadodara: હરિધામ સોખડામાં પોલીસ પહોંચી, હાઈકોર્ટના આદેશની અમલવારી કરી સંતોને વડોદરા કોર્ટમાં લઈ જવાશે
આ પણ વાંચોઃ Ahmedabad: બ્રિટનના પીએમ બોરિસ જોન્સનનું આગમન, ઢોલ-નગારા અને ગુજરાતની ઝાંખી સાથે સ્વાગત કરાયું
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો