ગાંધીનગરઃ મિશન ગુજરાત પર ભાજપ પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, ભાજપ હોદ્દેદારોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે
આગામી વિધાનસભા ચૂંટણીલક્ષી માર્ગદર્શન પ્રભારી ભૂપેન્દ્ર યાદવ આપશે. હાલની ચાલી રહેલી કામગીરીની પણ તેઓ સમીક્ષા કરશે. આવતીકાલે પણ ભૂપેન્દ્ર યાદવ (Bhupendra Yadav) કમલમ ખાતે એક બેઠક યોજશે.
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે નેતાઓની એક બાદ એક મુલાકાતોનો દૌર શરૂ થઇ ગયો છે. વડાપ્રધાન મોદીના 3 દિવસના ગુજરાત પ્રવાસ (Gujarat Tour) બાદ મિશન ગુજરાત પર ભાજપ પ્રદેશ પ્રભારી (Bhupendra Yadav)ભૂપેન્દ્ર યાદવ આવ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી સંદર્ભે કમલમ ખાતે ભૂપેન્દ્ર યાદવ ભાજપ હોદ્દેદારોના કલાસ લેશે. મીડિયા વિભાગ, વિવિધ સેલ, મોરચા અને સોશિયલ મીડિયા સાથે ભૂપેન્દ્ર યાદવ બેઠક પણ કરશે. આગામી વિધાનસભા ચૂંટણીલક્ષી માર્ગદર્શન પ્રભારી ભૂપેન્દ્ર યાદવ આપશે. હાલની ચાલી રહેલી કામગીરીની પણ તેઓ સમીક્ષા કરશે. આવતીકાલે પણ ભૂપેન્દ્ર યાદવ કમલમ ખાતે એક બેઠક યોજશે. જેમાં ચૂંટણીલક્ષી કામગીરી પર માર્ગદર્શન અપવામાં આવશે તથા સરકાર અને સંગઠનના અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે. નોંધનીય છેકે યુકેના પીએમ બોરિસ જોન્સનની મુલાકાત સમયે કેન્દ્રીય મંત્રી તરીકે હાજરી આપશે.
ભુપેન્દ્ર યાદવને સફળ સંગઠનના સફળ રણનિતિકાર તરીકે જોવામાં આવે છે, 2017માં જ્યારે તેઓ ગુજરાતના પ્રભારી હતા તે સમયે ગુજરાતમાં પાટીદારો ભાજપના વિરોધમાં હતા. તે સમયે ભાજપ સત્તામાં આવે તેવી પરિસ્થિતિ ન હતી, તેવા સંજોગોમાં ભુપેન્દ્ર યાદવે સમગ્ર ગુજરાતનો પ્રવાસ કર્યો. સમગ્ર ગુજરાતમાં કાર્યકર્તાઓમાં જીત માટે જુસ્સો ભર્યો. બુથ મેનેજમેન્ટ અને પેજ પ્રમુખ રણનિતિને મજબુક કરી. પાટીદાર અનામત આદોલનની અસર ભાજપને કઇ રીતે ઓછી થાય તે માટે રણનિતિ ઘડી હતી. પાટીદાર આદોલનની આગેવાની કરતા અનેક નેતાઓને તોડીને છેલ્લી ઘડીએ ભાજપમાં જોડ્યા અને પાટીદાર સમાજના આગેવાનોને સાથે બેઠક કરી અને ભાજપને હારતા હરતા જીત તરફ વાળી લીધી હતી. 2017માં ભાજપને જીત અપવવામાં તેમની રણનિતિ કારગર નિવડી હતી.
આ પણ વાંચો :Surat: ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનીલ દોષિત જાહેર, આરોપીને કેટલી સજા થશે તે બાબતે બંને પક્ષના વકીલો કરશે દલીલો
આ પણ વાંચો :Vadodara: હરિધામ સોખડામાં પોલીસ પહોંચી, હાઈકોર્ટના આદેશની અમલવારી કરી સંતોને વડોદરા કોર્ટમાં લઈ જવાશે