AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પત્ની બાદ શું હવે ભારતીય ક્રિકેટર Ravindra jadeja ચૂંટણીની પીચ પર ઉતરશે, જાણો શું કહ્યું બાપુએ : જુઓ વીડિયો

રિવાબા સાથે પૂર્વ CM રૂપાણી, સાંસદ પૂનમ માડમ, હકુભા, પતિ રવિન્દ્ર જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. રવિન્દ્ર જાડેજા (ravindra jadeja)એ ટ્વિટર પર વીડિયો શેર કરી પત્નિ રિવાબાને સમર્થન આપવા અપીલ કરી હતી.રિવાબાની આ પ્રથમ ચૂંટણી છે.

પત્ની બાદ શું હવે ભારતીય ક્રિકેટર Ravindra jadeja ચૂંટણીની પીચ પર ઉતરશે, જાણો શું કહ્યું બાપુએ : જુઓ વીડિયો
પત્ની બાદ હવે રવીન્દ્ર જાડેજા પણ ભાજપમાં કરી શકે છે એન્ટ્રીImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2022 | 3:44 PM
Share

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા જેમાં જામનગર ઉત્તરના ઉમેદવાર અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાનું નામ પણ સામેલ છે,રિવાબા જાડેજા 2019માં ભાજપમાં જોડાયા હતા. ક્રિકેટર રવિન્દ્ર જાડેજા હાલમાં ક્રિકેટથી દુર પત્ની રિવાબા સિંહ માટે પ્રચારમાં વ્યસ્ત છે. જાડેજાના પત્ની જામનગરથી ભાજપના ઉમેદવાર છે અને તેઓ તેમના માટે જોરદાર પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે રાજનીતિમાં આવવાના સવાલોના જવાબ આપ્યા છે. તેમણે કહ્યું કે હાલમાં તેઓ તેમની પત્ની માટે પ્રચાર કરી રહ્યા છે પરંતુ તેઓ રાજનીતિમાં જોડાવાના વિરોધી નથી. તે ભવિષ્યમાં તેમાં પ્રવેશ કરી શકે છે.

રાજનીતિમાં ક્યારે પ્રવેશ કરશે બાપુ

રવિન્દ્ર જાડેજાને પ્રશ્ન પુછવામાં આવ્યો હતો કે, વિશ્વભરના ક્રિકેટ પ્રેમીએ જાણવા ઉત્સુક છે કે, રવિન્દ્ર જાડેજા ક્રિકેટમાં ક્યારે ઝંપલાવશે, જે પ્રશ્નના જવાબમાં ક્રિકેટરે કહ્યું કે, હજુ મારે 4-5 વર્ષ ક્રિકેટ રમવાનું છે. થોડું ક્રિકેટ રમી અને પછી રાજનીતિમાં પ્રવેશવા અંગે વિચારીશ. આ સવાલોના જવાબ પરથી કહી શકાય કે, રવિન્દ્ર જાડેજા 4-5 વર્ષ ક્રિકેટમાં રમી શકે છે.

View this post on Instagram

A post shared by TV9 Gujarati (@tv9gujarati)

રિવાબા સમર્થકો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા

રિવાબા જાડેજાએ પૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં જામનગર ઉત્તરની બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભર્યુ છે. રિવાબાના ઉમેદવારી ફોર્મ ભરતા સમયે ભાજપ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

5 વર્ષે ક્રિકેટ ફરી રાજકારણમાં આવશે

રવીન્દ્ર જાડેજા ઈજાના કારણે વર્લ્ડ કપ 2022માં ભાગ લઈ શક્યો ન હતો. હાલમાં મેદાનમાં પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે. તે જ સમયે, તે આ દિવસોમાં રાજકારણની પીચ પર પણ વ્યસ્ત છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ પણ ભવિષ્યમાં રાજકારણમાં પ્રવેશ કરી શકે છે. તેના જવાબમાં ક્રિકેટરે કહ્યું કે તે 5 વર્ષ સુધી તેની ક્રિકેટ કારકિર્દી પર ધ્યાન આપશે. ત્યારપછી જો તેમને તક મળશે તો તેઓ ચોક્કસપણે લોકોની સેવા કરવા માટે રાજકારણના ક્ષેત્રમાં ઉતરશે. આ વીડિયોમાં રવિન્દ્ર જાડેજા કહી રહ્યા છે કે, વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપના નેતાઓએ જામનગરમાં તેમના પત્ની રિવાબા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.

યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
g clip-path="url(#clip0_868_265)">