ઓખાથી નવલખીના દરિયા કિનારા પર ચેરના વૃક્ષોની લીલી સાંકળ, વનવિભાગની વર્ષોની મહેતનનો રંગ દેખાયો

ઓખાથી નવલખીના દરિયા કિનારા પર ચેરના વૃક્ષોની લીલી સાંકળ, વનવિભાગની વર્ષોની મહેતનનો રંગ દેખાયો
ઓખાથી નવલખીના દરીયાકિનારા પર ચેરના વૃક્ષોની લીલી સાંકળ

કચ્છના અખાતમાં અનેક નાના મોટા ટાપુઓ, ખાડી વિસ્તાર આવેલા છે. દરિયાને આગળ આવતા રોકવા, તેમજ દરીયાઈ જીવસુષ્ટી માટે ખુબ ઉપયોગી ગણતા ચેરના વૃક્ષોનુ વાવેતર મરીન નેશનલ પાર્ક જામનગર  દ્વારા કરવામાં આવ્યા હતા.

Divyesh Vayeda

| Edited By: kirit bantwa

Mar 28, 2022 | 11:26 AM

દરિયા કાંઠા (seashore) ના વિસ્તારોમાં વનવિભાગ (forest department) દ્વારા ચેરના વૃક્ષો (cher trees) ની વાવેતર કરાયું છે, જે અનેક પ્રકારે ફાયદાકારક સાબિત થયા છે. સૌરાષ્ટ્ર (Saurashtra) ના નવલખીથી ઓખા સુધીના દરિયા વિસ્તારમાં ચેર વૃક્ષોના જંગલો (forest) જોવા મળે છે. જામનગર મરીન નેશનલ પાર્ક દ્વારા દરિયા (sea) વિસ્તારના સરક્ષણ માટે કરતા અનેક પ્રયાસો પૈકી એક સફળ પ્રયાસ સ્વરૂપે ચેરના જંગલો અસ્તિત્વમાં આવ્યા છે. કચ્છના અખાતમાં અનેક નાના મોટા ટાપુઓ, ખાડી વિસ્તાર આવેલા છે. દરિયાને આગળ આવતા રોકવા, તેમજ દરીયાઈ જીવસુષ્ટી માટે ખુબ ઉપયોગી ગણતા ચેરના વૃક્ષોનુ વાવેતર મરીન નેશનલ પાર્ક જામનગર (Jamnagar)  દ્વારા કરવામાં આવ્યાં હતાં.

વર્ષોના પ્રયાસો બાદ આજે આ વિસ્તારના દરિયા કાંઠે, ટાપુઓ પર તેમજ ખાડી વિસ્તારમાં લીલા જંગલો સ્થાપિત થયા છે. વિસ્તારની વાત કરીએ તો દેવભુમિદ્રારકા, જામનગર અને રાજકોટ, મોરબી ચાર જીલ્લાના વિસ્તારમાં આવેલા દરિયા કાંઠાને સુરક્ષાની સાંકળ આપવાનો સફળ પ્રયાસ ચેરના જંગલો દ્વારા થયો છે. જે 1985 કુલ 492 ચોકિમીના વિસ્તાર પૈકી માત્ર 33 ચોકિમીમાં ચેરના વૃક્ષો અસ્થિત્વમાં હતા. જે બાદ વનવિભાગના મરીન નેશનલ પાર્ક દ્વારા ચેરનુ વાવેતર કરીને હાલ જે હાલ 231.26 ચો.કિમીના વિસ્તારમાં ચેરના જંગલો છવાયેલા છે. છેલ્લા બે વર્ષમાં 1.76 ચો.કિમીના વિસ્તારમાં ચેરના વૃક્ષો વધ્યાં છે.

ચેરના વૃક્ષોથી ફુલ, ફળ મળતા નથી. પરંતુ તેના કારણે પર્યાવરણ બચાવવા માટે તેમજ અનેક પ્રકારે ઉપયોગી થતા હોય છે. જેના લાભની વાત કરીએ તો તે વાવાઝોડા કે સુનામી વધતે દરીયાઈ મોજા સામે દીવાલનું કામ કરે છે. જેને પર્યાવરણ બચાવવા માટેના સેનિક ગણાવામાં આવે છે. ચેરના વૃક્ષો ખારાશનું શોષણ કરે છે. તેથી દરીયા કાંઠાના વિસ્તારોમાં ખેતરોની ફળદ્રુપતા વધે છે. અને જમીનના તળના પાણીની ખારાંશ ઓછી થતા હવે ટાપુઓ પર ખેતી શકય બની છે. દરિયાને આગળ આવતા રોકે છે. જમીનનુ ધોવાણ અટકાવે છે.

ચેરના જંગલ વિશિષ્ટ પ્રકારની જૈવિક વૈવિધ્યતાને સંરક્ષિત કરે છે. દરિયા વિસ્તારમાં કાર્બન ડાયોકસાઈનુ શોષણ કરે છે. ચેરના જંગલો વિવિધ જાતિની માછલીઓ માટે પ્રજનન અને ખોરાક તેમજ પક્ષીઓ માટે આશ્રયસ્થાનો પુરા પાડે છે. વાડિનાર નજીક આવેલા નરારા પાસે ચેરનાં વિશાળ જંગલોના કારણે વાડિનાર તથા આસપાસના ગામનો અનેક પ્રકારે ફાયદાકારક સાબિત થયા છે. જેમાં દરીયાઈ જીવસુષ્ટી અને દેશવિદેશના પક્ષીઓ અંહી આવતા અનેક પ્રવાસીઓને આકર્ષે છે. જેના કારણે પ્રવાસન સ્થળ તરીકે વિકસતા આસપાસના ગામને રોજગારી તકો વધી છે.

વર્ષોના કરેલા પ્રયાસોના સ્વરૂપે આજે કચ્છના અખાતમાં ચેરના જંગલની લીલી સાંકળ જોવા મળે છે. જે અનેક પ્રકારે ફાયદાકારક સાબિત થઈ રહી છે. જેના વાવેતર, જતન, સંરક્ષણ માટે મરીન નેશનલ પાર્કની ટીમ મહેનતનો રંગ દેખાય છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં પણ રાજસ્થાનની જેમ રાજવી મહેલો ટુરીસ્ટો માટે ખુલ્લા મુકાશે, વિશ્વના હેરીટેજ ટુરીઝમના નકશા ઉપર ગુજરાત ફેવરીટ ડેસ્ટીનેશન બનશે

આ પણ વાંચોઃ સોમવારથી ધો.10-12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, 14.68 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati