ગુજરાતમાં પણ રાજસ્થાનની જેમ રાજવી મહેલો ટુરીસ્ટો માટે ખુલ્લા મુકાશે, વિશ્વના હેરીટેજ ટુરીઝમના નકશા ઉપર ગુજરાત ફેવરીટ ડેસ્ટીનેશન બનશે

ગુજરાતમાં પણ રાજસ્થાનની જેમ રાજવી મહેલો ટુરીસ્ટો માટે ખુલ્લા મુકાશે, વિશ્વના હેરીટેજ ટુરીઝમના નકશા ઉપર ગુજરાત ફેવરીટ ડેસ્ટીનેશન બનશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (File photo)

મુખ્યમંત્રીએ કહ્યું કે વડોદરા રાજકોટ,સંતરામપુર, દેવગઢ બારિયા,બાલાસિનોર વગેરે સ્થળોના રાજવી મહેલોના હેરિટેજ ટુરિઝમ પ્લેસ તરીકે ડેવલપ કરવાના 451 કરોડ રૂપિયાના એમઓયુ થયા છે.

TV9 GUJARATI

| Edited By: kirit bantwa

Mar 27, 2022 | 1:22 PM

ગુજરાતના(Gujarat)  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) હસ્તે હેરીટેજ પોલિસી પોર્ટલનું(Heritage Policy Portal)  લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ ગુજરાતના હેરીટેજ સ્થળોને પ્રવાસન ધામ બનાવવાની નેમ સાથે 451 કરોડના એમઓયુ પણ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાતના ઇતિહાસ અને અસ્મિતાના પ્રકાશને ઉજાગર કરવો હોય તો હેરીટેજ ટુરીઝમનો વિકાસ જરૂરી છે. વડોદરા રાજકોટ,સંતરામપુર, દેવગઢ બારિયા,બાલાસિનોર વગેરે સ્થળોના રાજવી મહેલોના હેરિટેજ ટુરિઝમ પ્લેસ તરીકે ડેવલપ કરવાના એમ ઓ યુ થયા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે આ એમ.ઓ.યુ.થી ગુજરાતમાં હેરીટેજ પ્રવાસન વેગવંતુ બનશે અને ગુજરાત વર્લ્ડ હેરીટેજ ટુરીઝમના નકશા ઉપર ફેવરીટ ડેસ્ટીનેશન બનશે તેવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

તેમણે પ્રધાનમંત્રી  નરેન્દ્ર  મોદીએ જ્યાં શિક્ષણ મેળવ્યું હતું તે વડનગરની પ્રાથમિક શાળાનો હેરિટેજમાં સમાવેશ વિશે અને ગાયકવાડી સરકારના સમયની 100  વર્ષ જૂની શાળાને ‘પ્રેરણા કેન્દ્ર’ તરીકે વિકસાવવા માટે બજેટની જોગવાઇ વિશે છણાવટ કરી હતી મુખ્યમંત્રીએ પ્રવાસન વિભાગ સાથે MOU કરનારા હેરીટેજ પ્રોપર્ટીઝના માલીકોને અભિનંદનને પઠવ્યા હતા. ગાંધીનગર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલા ગુજરાતના ભવ્ય વારસાની ઉજવણી કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે હેરિટેજ પોલિસી પોર્ટલ અને ગવર્નર હિલ સાપુતારા, સાસણગીર વિલેજ તેમજ દાંડી ખાતે વિવિધ પ્રવાસન સુવિધાના ઇ-લોકાર્પણ કર્યા હતા.

સીએમ ભૂપેન્દ્ર પટેલે હેરીટેજ પોલિસી પોર્ટલ સંદર્ભે કહ્યું કે, હવે હેરીટેજ પ્રોપર્ટી ધારક એપ્લીકેશનથી લઇ ફી-પેમેન્ટ સુધીની પ્રક્રિયા ઓનલાઇન કરી શકશે. જે હેરીટેજ પ્રોપર્ટી ધારકો નવી હેરીટેજ પોલિસીનો લાભ લઇ, હેરીટેજ પ્રવાસન સ્થળ ઉભું કરવા માંગતા હોય તેમની સુવિધા અને ડિજિટલ ઇન્ડિયાના કોન્સેપ્ટને વેગ આપવા માટે આ અદ્યતન પોર્ટલ બનવાયું છે. હેરીટેજ પ્રોપર્ટી ધારક એપ્લીકેશનથી લઇ ફી-પેમેન્ટ સુધીની પ્રક્રિયા ઓનલાઇન કરી શકશે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે વધુને વધુ લોકો ગુજરાતના પ્રવાસન ધામો અને હેરીટેજ પ્લેસિસની મુલાકાતે આવે તે માટે પણ પ્રયાસો કરીશું. મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા ચાર ‘T’ -ટ્રેડીશન, ટેલેન્ટ, ટેકનોલોજી અને ટ્રેડ ના સુત્રને ટૂરિઝમના વિકાસ માટે અત્યંત જરૂરી ગણાવ્યા હતા.

આ પણ વાંચોઃ Assembly Election 2022: સૌરાષ્ટ્રમાં મજબૂત પકડના કારણે ભાજપને પહેલીવાર સત્તા મળી હતી, હવે ગઢ બચાવવાનો પડકાર

આ પણ વાંચોઃ Surat: ટ્રાફિક પોલીસનો હપ્તાખોરીનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ કમિશનર દ્વારા બે અધિકારીઓને અલગ-અલગ તપાસ સોંપાઇ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati