Breaking News : જામનગરમાં ગુજસીટોકના બે આરોપી જેલમાથી ચૂંટણી જીત્યા

મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત માટે ચૂંટણી માટે 26 એપ્રિલના રોજ મતદાન હતુ. ત્યારે આજે 28 એપ્રિલના રોજ ચૂંટણીના પરિણામો જાહેર થયા છે.જામનગરમાં ગુજસીટોકના બે આરોપી જેલમાથી ચૂંટણી જીત્યા છે.

Breaking News : જામનગરમાં ગુજસીટોકના બે આરોપી જેલમાથી ચૂંટણી જીત્યા
| Edited By: | Updated on: Apr 28, 2026 | 4:44 PM

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. 12ના પરિણામ જાહેર થયા છે, જેમાં આમ આદમી પાર્ટીના 2 ઉમેદવારો અને કોંગ્રેસના 2 ઉમેદવારો જીત્યા છે. આ પરિણામ સાથે કોંગ્રેસે 2 બેઠકો જીતીને પોતાનું ખાતું ખોલ્યું છે, જ્યારે આપ પક્ષે પણ મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પરિણામ બાદ બંને પક્ષના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.જામનગરમાં ગુજસીટોકના બે આરોપી જેલમાથી ચૂંટણી જીત્યા છે. અસ્લમ ખીલજી આમ આદમી પાર્ટી માથી જીત્યા છે. તો અલ્તાફ ખફી કોગ્રેસ માથી જીત્યા છે.

એક જ વોર્ડમાંથી આમઆદમી પાર્ટી અને કોંગ્રેસ બંન્નેએ 2 ગુજસીટોકના આરોપીઓને ટિકિટ આપી હતી. જેની આજે જીત થઈ છે.જામનગરમા ગુજસીટોકના આરોપી અને કોંગ્રેસના વોર્ડ નંબર 12 ઉમેદવાર અલ્તાફ ખફી ગેંગ સામે કાર્યવાહી ચૂંટણી પહેલા કાર્યવાહી કરવામાં આવી હતી. અલ્તાફ ખફી અને તેના સાગરીત દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું હતુ.જામનગરમા બંગલા વાડી વિસ્તારમા કરવામાં આવેલું દબાણ દૂર કરવામાં આવ્યું હતુ. ગેરકાયદેસર જમીન પર ઉભા કરાયેલા ફાર્મ હાઉસને તોડી પાડવામાં આવ્યું હતુ.

જામનગર

જિલ્લા પંચાયત (કુલ 24 બેઠકો)

  • ભાજપ – 19
  • કોંગ્રેસ – 2
  • આમ આદમી પાર્ટી – 3

 

 

 

કાલાવડ તાલુકા પંચાયત પર ભાજપનો ભગાવો લહેરાયો છે. જામનગરની કાલાવડ તાલુકા પંચાયત 18 બેઠક છે.

ભાજપ -14

કોંગ્રેસ -2

આપ -1

અન્ય -1

કુલ 15 મહાનગરપાલિકાના 261 વોર્ડની 1,044 બેઠકો, 84 નગરપાલિકાના 656 વોર્ડની 2,624 બેઠકો, 34 જિલ્લા પંચાયતની 1,090 બેઠકો તેમજ 260 તાલુકા પંચાયતની 5,234 બેઠકો માટે 26 એપ્રિલના રોજ ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપે તમામ 9,292 બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા, જ્યારે કોંગ્રેસના 8,443 ઉમેદવારો અને આમ આદમી પાર્ટીના 5,261 ઉમેદવારો પણ મેદાનમાં ઉતરી ચૂંટણી જંગને રોમાંચક બનાવી હતી. જામનગરમાં રિવાબાએ વોર્ડનંબર-5માં મતદાન કર્યું હતુ.આ સાથે રિવાબાએ મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી હતી.રાજયમંત્રીએ ફરી એકવાર મનપામાં ભાજપનું શાસન આવશે તેવો વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ત્યારે આજે ચૂંટણીનું પરિણામ જાહેર થતાં ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે.આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 3 ના ઉમેદવાર 38 વર્ષિય નરેન્દ્રસિંહ જાડેજાનું હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતુ.

 

Gujarat Local Body, Municipal Election Results 2026 LIVE: અમદાવાદના ખાડિયામાં ભાજપનું કમળ કરમાયું, વર્ષો બાદ કોંગ્રેસના ઉમેદવારોની જીત અહી ક્લિક કરો

Published On - 3:53 pm, Tue, 28 April 26

Follow Us