Breaking News : જામનગરના તમાચણ ગામે 21 કલાકની જહેમત બાદ બાળકીને બોરવેલમાંથી બહાર કાઢી, જીવના બચી શક્યો

જામનગરના તમાચણ ગામે સતત 21 કલાકના ઓપરેશન બાદ બાળકીનું બોરવેલમાંથી રેસ્ક્યૂ કરાયું  છે. જો કે જીવના બચી શક્યો . નાની બાળકી રોશની આશરે 35 થી 40 ફૂટ બોરમાં પડીને ફસાઈ હતી સાથે રમતા બાળકો વાડીમા હાજર રહેલા લોકોને જાણ કરી અને વાલીને જાણ તથા રેસ્કયુ ટીમની મદદ લેવામા આવી. બાળકી બોરવેલમા પડી ગયાની વાલીને જાણ વાલી હિમત ગુમાવી, પિતા કોઈ પણ શબ્દ બોલી ના શક્યા તો માતા સતત કલાકો સુધી રડતી રહી.

Breaking News : જામનગરના તમાચણ ગામે 21 કલાકની જહેમત બાદ બાળકીને બોરવેલમાંથી બહાર કાઢી, જીવના બચી  શક્યો
Jamnagar Rescue
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Jun 04, 2023 | 8:06 AM

Jamnagar : જામનગરના(Jamnagar)  તમાચણ ગામે સતત 21 કલાકની જહેમત બાદ બાળકીનું બોરવેલમાંથી રેસ્ક્યૂ(Rescue) કરાયું  છે. જો કે જીવના બચી શક્યો . જામનગર તાલુકાના તમાચણ ગામમા ચંદુ ગોવિંદ ગોહીલની વાડીમા આવેલા બોરવેલમા નાની બાળકી પડી હતી. મૂળ મધ્યપ્રદેશ વતની મજુરના બે વર્ષની બાળકી રોશની પિતરાઈ ભાઈ-બહેનો સાથે રમતી હતી ત્યારે અચાનક અકસ્માતે રમતા રમતા બોરવેલમા પડી હતી. જો બોરવેલમા પથ્થર રાખવામાં આવ્યો હતો.

પરંતુ બાળકો તે પથ્થર હટાવી લેતા અકસ્માત સર્જાયો. અને નાની બાળકી રોશની આશરે 35 થી 40 ફૂટ બોરમાં પડીને ફસાઈ હતી સાથે રમતા બાળકો વાડીમા હાજર રહેલા લોકોને જાણ કરી અને વાલીને જાણ તથા રેસ્કયુ ટીમની મદદ લેવામા આવી. બાળકી બોરવેલમા પડી ગયાની વાલીને જાણ વાલી હિમત ગુમાવી, પિતા કોઈ પણ શબ્દ બોલી ના શક્યા તો માતા સતત કલાકો સુધી રડતી રહી.

પ્રથમ કાલાવડની ફાયરની ટીમ પહોચી હતી

શનિવારે સવારે 9 વાગ્યાની આસપાસ બનાવ બન્યો અને પ્રથમ કાલાવડની ફાયરની ટીમ પહોચી હતી. બાદ જામનગરની ફાયર ટીમ પહોચી અને બાળકીને સલામત બહાર કાઢવા શક્ય તેટલા પ્રયાસો કરવામા આવ્યા. રેસ્કયુ ટીમની સાથે 108 એમ્બ્યુલન્સ, તેમજ જામવંથલીની એમ્બ્યુલન્સ, મેડીકલ ટીમ, પોલીસની ટીમ, ટીડીઓ, મામલતદાર સહીતના અધિકારીઓ બનાવ સ્થળે દોડી આવ્યા.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

જુના મશીનોથી  હોવાથી ખાડો ખોદી ના શકાયો

રોશનીને સલામત બહાર કાઢવા કવાયત કરી. બોરવેલમાથી કાઢવા રેસ્ક્યુ ટીમ દ્રારા પ્રયાસ થયા સાથે બીજી તરફ જેસીબી અને હીટાચી મશીનની મદદથી બોરવેલની બાજુમાં બે મોટા ખાડા ખોદીને તે બહાર કાઢવાના પ્રસાસ થયા. પરંતુ પથ્થરાળ જમીન અને જુના મશીનોથી  હોવાથી ખાડો ખોદી ના શકાયો.

સતત 10 કલાકની રેસ્કયુ ટીમના તમામ પ્રયાસો સફળ ના થયા બાદ વડોદરાથી એનડીઆરએફની ટીમ રેસ્કયુ ઓપરેશનમા જોડાઈ. સાંજ પડતા વહીવટી ટીમ દ્રારા લાઈટોની વ્યવસ્થા ઉભી કરવામાં આવી. અને મોડી રાત સુધી રેસ્કયુ ઓપરેશન કાર્યરત રહ્યુ. એનડીઆરએફની ટીમ દ્રારા હાઈટેક ઉપકરણો, સાધનોનો ઉપયોગ કરી તાલીમથી સજ્જ જવાનો દ્રારા બોરવેલમાથી બાળકોની બહાર કાઢવા પ્રયાસો થયા પરંતુ સફળતા મળી નહી

બોરવેલ માટે  ખાસ રોબર્ટની મદદ લેવામા આવી

અમરેલીની બોરવેલ રેસ્કયુ ટીમ દ્રારા તૈયાર કરાયેલ બોરવેલ માટે  ખાસ રોબર્ટની મદદ લેવામા આવી. જે ટેકનોલોજીનો ઉપયોગ કરીને બોરવેલની અંદરની સ્થિતિને બહાર ટીવી સ્કીન પર નિહાળીને ફસાયેલ બાળકને બહાર લેવા માટે પ્રયાસો થયા.

તંત્રને ઝડપી અને પુરતા પગલા લેવા તાકીદ કરી

શનિવાર દિવસભર ચાલેલા રેસ્કયુ ઓપરેશનમા અનેક લોકો વાડી વિસ્તારમાં પહોચ્યા હતા. સતત ગરમી વખતે રેસ્કયુ ટીમ કામ કરી રહી હોય તેવા સમયે રોજીયા ગામના ખેડૂત આગેવાન જયપાલસિમહ જાડેજાએ ફરજ પર રહેલા જવાનો, કર્મચારીઓ, અધિકારીઓ, મીડિયા કર્મીઓ, સ્થાનિકોને મદદરૂપ થયા. જીલ્લા પંચાયતના સભ્ય લખધીરસિંહ જાડેજા બનાવની જાણ થતા દોડી આવ્યા, રેસ્કયુ ટીમને જાણ રેસક્યુ દરમિયાન સતત સાથે રહ્યા. સાંસદ પૂનમબેન માડમ દ્રારા રેસ્કયુ ઓપરેશન અંગેની માહિતી મેળવીને તંત્રને ઝડપી અને પુરતા પગલા લેવા તાકીદ કરી.

લોકોએ રોશની સલામત બહાર આવે તે માટે પ્રાર્થના કરી હતી

મધ્યપ્રદેશના વતની મજૂરની નાની બે વર્ષની બાળકીને સલામત બહાર કાઢવામાં સફળતા ના મળી પરંતુ તેના મૃતદેહને 21 કલાક બાદ બહાર કાઢવામા આવ્યો. બનાવની જાણ થતા આસપાસના લોકો વાડી વિસ્તારમાં બનાવ સ્થળે પહોચ્યા હતા. અનેક ગુજરાતી લોકોએ રોશની સલામત બહાર આવે તે માટે પ્રાર્થના કરી હતી.

રેસ્કયુ ઓપરેશન બાદ રોશનીને બોરવેલ માથી બહાર કાઢવામાં આવી

સતત 21  કલાક દિવસને રાત રેસ્કયુ ઓપરેશન ચાલ્યુ. રેસ્કયુ ઓપરેશન બાદ રોશનીને બોરવેલ માથી બહાર કાઢવામાં આવી.પરંતુ તેનો જીવ ના બચાવી શક્યો.મૃત હાલતમા રોશનીને બોરવેલ માથી બહાર કાઢવામાં આવી.રોશનીને બોરવેલ માથી કાઢવી મુશ્કેલ બનતા પાસે મોટો ખાડો ખોદીને બહાર કાઢવામાં આવી. પહેલા મશીનરીની મદદથી કેમેરાથી મોનીટરીંગ આશરે 35 ફૂટથી ઉપર 7 ફુટ સુધી બાળકીને લાવવામાં સફળતા મળી. બાદ નજીકમાં મોટો ખાડો ખોદીને બાળકીને બહાર કાઢવામા આવી.

જામનગર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">