AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar: સેવાભાવી સંસ્થા જૈન સંગઠન ફાઉન્ડેશન દ્વારા જીલ્લાના 421 તળાવોને પુન:જીવિત કરવાની પહેલ

ગુજરાત રાજ્યના ત્રણ જિલ્લાઓ પૈકી જામનગર જિલ્લાના તળાવોને પુનજીવિત કરવા માટે સ્વૈચ્છિક સંસ્થા દ્વારા કલેક્ટર સાથે એમ.ઓ યુ. કરાયા છે.

Jamnagar: સેવાભાવી સંસ્થા જૈન સંગઠન ફાઉન્ડેશન દ્વારા જીલ્લાના 421 તળાવોને પુન:જીવિત કરવાની પહેલ
Divyesh Vayeda
| Edited By: | Updated on: May 25, 2023 | 8:39 PM
Share

Jamnagar: રાજ્યના ત્રણ જિલ્લાઓમાં તળાવોને પુન:જીવિત કરવા માટેની જવાબદારી ખાનગી સંસ્થા દ્વારા સ્વીકારવામાં આવી છે. જેને લઈ જામનગરની જૈન સંગઠન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા જામનગર જિલ્લાના 421 ગામોમાં તળાવને પૂન: જીવિત કરવા માટેની જવાબદારી સ્વીકારવામાં આવી છે અને જામનગરના જિલ્લા કલેકટર સાથે તે અંગેના એમઓયુ પણ કરી લેવામાં આવ્યા છે.

ભારતીય જૈન સંઘઠન પુના દ્વારા મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજયમાં ગત વર્ષોમાં જળસંચયના કાર્યોથી પ્રભાવિત થઈ કેન્દ્ર સરકારના નીતિ આયોગ અને જળશકિત મિનિસ્ટ્રી દ્વારા સમગ્ર દેશમાં 100 જીલ્લાઓને પાણીદાર બનાવવા માટે જન-જાગૃતિનું કાર્ય કરવાની જવાબદારી ત્રણ વર્ષ માટે સોંપીહતી. તેનું એમ.ઓ.યુ. કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં ત્રણ જીલ્લાઓ આ પ્રવૃતિ માટે પસંદ કરવામાં આવેલ છે અને જામનગર જીલ્લો તે ત્રણ જીલ્લાઓ પૈકીનો એક છે. જેના અનુસંધાને જૈન સંઘઠન ફાઉન્ડેશન જામનગર દ્વારા જીલ્લા કલેકટર બી.એ. શાહ સાથે ગત તા. 16 મે 2023ના રોજ એમ.ઓ.યુ. સહી કરવામાં આવ્યું હતું જે બાદ હવે જામનગર જીલ્લાના 421 ગામોમાં જન-જાગૃતિ લાવી જળ-આંદોલન શરૂ કરવામાં આવશે.

દેશભરમાં પાણીની કટોકટી દિવસે-દિવસે વધી રહી છે. પાણી એ જીવન છે. દરેક ગામને પીવા માટે, ખેતી તેમજ પ્રાણીઓને સતત પાણીની જરૂર પડે છે. મહત્વનુ છે કે હાલમાં આબોહવા ઝડપથી બદલાઇ રહી છે. વરસાદ અનિયમિત બની ગયો છે. આ વિકટ પરિસ્થિતિનો સામનો કરવા માટે દરેક ગામ પાણી માટે સ્વાવલંબી બને તેવું આયોજન કરવું જરૂરી છે.

દરેક ગામ અને તાલુકામાં પાણીના સંગ્રહ માટે કુવાઓ, ગામ-તળાવો, તેમજ નાના-મોટા તળાવો અને ડેમ છે. ઘણી જગ્યાએ તળાવોમાં કાંપ ભરાઇ ગયો છે. જોકે આ કાંપ ભરાવાથી પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ઘટે છે. ગામને “જળ સક્ષમ” કરવા આ તમામ જળાશયોમાંથી ખોદકામ કરી કાંપ દુર કરવો, તેમની કાયમી જાળવણી કરવી, પાણીનો બગાડ ટાળવો વગેરે જેવી વિશેષ જાણકારી અને જાગરુકતા કેળવવી અત્યંત જરૂરી છે.

આ પણ વાંચો : જામનગરના એક વેપારીએ 2 હજારની નોટ સ્વીકારવા અપનાવી અનોખી ઓફર

આવતા શૈક્ષણિક વર્ષથી શાળાઓમાં વિદ્યાર્થીઓને પાણીનું જીવનમાં મહત્વ, તેનો યોગ્ય ઉપયોગ કરવા અંગે અને પાણીનો બગાડ કેમ અટકાવવો તે વિષે જાગૃત કરી આવનારી પેઢીને પણ જળ-અંદોલનમાં સામેલ કરવામાં આવશે. આમ જનતાના ભવિષ્યને સુરક્ષિત કરવાના આ ઉમદા કાર્યમાં જૈન સમાજ જોડાયો તે અન્ય દરેક સમાજ માટે પ્રેરક છે અને જામનગર જૈન સમાજ માટે ગૌરવની વાત છે કે બીજેએસ જામનગર ચેપ્ટર – જૈન સંઘઠ્ઠન ફાઉન્ડેશન જામનગરના સભ્યોએ આ જવાબદારી સ્વીકારી છે.

જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">