Gujarati VIDEO : રાજકોટ શહેર પોલીસ વિભાગમાં ફરી તોડકાંડ ! 10 મહિના અગાઉનો ખાખીનો તોડ આવ્યો સપાટી પર
તત્કાલીન PI એમ.સી.વાળા અને રાઇટર પર તોડકાંડનો આરોપ છે. આ બંને એ અંદાજિત સાત લાખનો તોડ કર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.
Rajkot : રાજકોટ શહેર પોલીસ વિભાગમાં ફરી એકવાર તોડકાંડ સામે આવ્યો છે. જેને લઈને ફરી અનેક સવાલો સર્જાયા છે. દસ મહિના અગાઉ પોલીસનું તોડકાંડ સપાટી પર આવ્યુ હતુ. તત્કાલીન PI એમ.સી.વાળા અને રાઇટર પર તોડકાંડનો આરોપ છે. આ બંને એ અંદાજિત સાત લાખનો તોડ કર્યો હોવાનો આરોપ છે.
અંદાજિત સાત લાખનો તોડ કર્યો હોવાનો આરોપ
આપને જણાવી દઈએ કે, જમીનના સોદાને લઈ રૂપિયાની માગ કરી હતી. વિગતે વાત કરીએ તો સાત મહિના અગાઉ કુવાડવા રોડ પર આવેલી જમીનનો વિવાદ થયો હતો. વેપારીને વ્યાજખોરીનો ડર બતાવીને સાટા ખત રદ્દ કરાવ્યુ હતુ. આ સમગ્ર મામલાના CCTV પણ સામે આવ્યા છે.
તો આ તરફ રાજકોટમાં ફોરેન ટ્રેન્ડના જોઇન્ટ ડાયરેક્ટર જાવરીમલ બિશ્નોઈ આપઘાત કેસમાં તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. પરિવારજનોના આક્ષેપ બાદ આ મામલો ગંભીર બન્યો છે. માહિતી મુજબ ઈન્ટ્રોગેટ કરનાર CBI ની ટીમ પણ તપાસ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, જાવરીમલ બિશ્નોઈ બિશ્નોઈ રાજકોટમાં જોઇન્ટ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. CBI ને બિશ્નોઈ સામે લાંચની ફરિયાદ મળી હતી. જેના આધારે શુક્રવારે CBIએ બિશ્નોઈની ચેમ્બરમાં રેડ કરી હતી અને તેમને 5 લાખ રૂપિયાની લાંચ સાથે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.