AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અનોખી ભક્તિ : આત્માને ભાસ થયો અને નીકળી પડ્યા વાલા ચારણ ! ગોધરાથી ઉલ્ટા પગે દ્વારકા જઈ કાન્હાના દર્શન કરવાનો દ્રઢ સંકલ્પ

કોરોના કાળમાં અનેક લોકોના જીવ ગયા છે તો લમ્પી વાયરસથી અનેક અબોલ ગાયોના મોતની નિપજયા છે, ત્યારે તેના આત્માને શાંતિ મળે તે માટે વાલાભાઈ ગઢવી નિ:સ્વાર્થ ભાવે પદયાત્રા કરી રહ્યા છે.

અનોખી ભક્તિ : આત્માને ભાસ થયો અને નીકળી પડ્યા વાલા ચારણ ! ગોધરાથી ઉલ્ટા પગે દ્વારકા જઈ કાન્હાના દર્શન કરવાનો દ્રઢ સંકલ્પ
Divyesh Vayeda
| Edited By: | Updated on: Mar 15, 2023 | 8:36 AM
Share

Jamnagar : પંચમહાલ જીલ્લાના નસીરપુર ગામના વતની 66 વર્ષીય વૃદ્ધ વાલા પાલીયા ગઢવી ઉલ્ટા પગે ચાલીને દ્વારકા જશે. જી હા….આપને જાણીને આશ્વર્ય થશે પરંતુ તેઓએ આ જ રીતે જવાની ટેક લીધી છે. ચારણ ગઢવી પરીવાર વાલા પાલીયાને ઈશ્વર પર ખુબ જ આસ્થા છે. ઘણાં વર્ષોથી મંદિરમા સેવા-પુજા કરે છે.આપને જણાવી દઈએ કે, કોરોના-લમ્પી જેવી બીમારીથી વિશ્વનુ રક્ષણ થાય તે પ્રાર્થના સાથે ઉલ્ટા પગે પદયાત્રા શરૂ કરી છે.

900 કિલોમીટરની લાંબી પદયાત્રા કરી રહ્યા છે વાલા ગઢવી

ગોધરાના નસીરપુરથી 18મી ફેબ્રુઆરીના રોજ તેઓએ આ પદયાત્રા શરૂ કરી હતી. સોમવારે જામનગર પહોંચીને મંગળવારે જામનગરથી ખંભાળીયા હાઈવે તરફની પ્રસ્થાન કર્યુ છે. કોરોનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા, બાદ લમ્પી વાયરસના કારણે અનેક ગાયના મોત થયા છે. આવી બીમારીથી વિશ્વનુ રક્ષણ કરે તે પ્રાર્થાના સાથે ઉલ્ટાપગે દ્વારાકા અને ત્યાંથી સોમનાથની પદયાત્રા કરવાનુ નકકી કર્યુ છે. વાલા લાખા પાલીયા ગઢવી કે જેઓને ભગવાન પર અપાર આસ્થા હોવાથી દિવસ આખો સેવા-પુજામાં વિતાવે છે.

ગોધરાના 66 વર્ષીય વાલાભાઈ લાખાભાઈ પાલિયા ગઢવી ઉલ્ટા પગે ચાલીને જતા તેમનુ જામનગર ચારણ સમાજ દ્વારા ખીજડીયા પાટીયા પાસે આવકાર આપીને સન્માન પણ કરવામાં આવ્યુ હતુ. અંદાજે 900 કિલોમીટરની લાંબી યાત્રા ઉલ્ટા પગે ચાલીને વાલાભાઈ કરી રહ્યા છે.

જામનગરમાં ચારણ સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યુ

ઉલ્ટા પગે ચાલીને આ ચારણ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે જઈ રહ્યા છે, જો કે તેમણે થાક લાગતો નથી તેમ જ શરીરમાં કોઈ પણ જાતની નબળાઈ પણ આવતી નથી. આપને જણાવવુ રહ્યું કે, તેઓ વહેલી સવારે જ ચાલવાનું શરૂ કરી દે છે. દૈનિક 20થી 25 કિમીનુ અંતર કાપે છે. કોરોના કાળમાં અનેક લોકોના જીવ ગયા છે તો લમ્પીવાયરસથી અનેક અબોલ ગાયોના મોતની નિપજયા છે, ત્યારે તેના આત્માને શાંતિ મળે તે માટે વાલાભાઈ ગઢવી નિ:સ્વાર્થ ભાવે પદયાત્રા કરી રહ્યા છે.

મહત્વનું છે કે આ અગાઉ રાજસ્થાનના રામદેવડા સુધીની અંદાજે 850 કિમીની આ રીતે પદયાત્રા કરી હતી.પદયાત્રા ઉલ્ટા પગે કરતા હોવાથી ચાલવુ મુશકેલ બને છે.ત્યારે વાલા લાખા પાલીયા ગઢવીના સહયોગી બન્યા છે 75 વર્ષીય વાલા જીવા આલગા જે તેમની સાથે ચાલીને તેમને મદદ કરી રહ્યા છે.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">