જામનગરમાં સરકારી મિલકતોનો 18 લાખનો વેરો બાકી, વિપક્ષે આકરા આક્ષેપ કરતા કહ્યું કે 331 કરોડની ઉઘરાણી બાકી

મહાનગર પાલિકા દ્વારા કેટલાક પ્રયાસો તો થાય છે પરંતુ તે પ્રયાસો સફળ થયા નથી. એટલે હજુ પણ 331 કરોડની વસુલાત બાકી છે. જેની વસુલાત માટે 31 માર્ચ સુધી વ્યાજ માફી યોજના અમલી કરી છે.

જામનગરમાં સરકારી મિલકતોનો 18 લાખનો વેરો બાકી, વિપક્ષે આકરા આક્ષેપ કરતા કહ્યું કે 331 કરોડની ઉઘરાણી બાકી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2023 | 12:45 PM

જામનગરના વિકાસ માટે મનપા માટે મિલકત વેરો મહત્વનો છે. તિજોરીમાં પૈસા જ ન હોય તો કામકાજ કેવી રીતે કરવા, તે સવાલ થયા છે એટલે જ ટેક્સ લોકો ભરે તે માટે અલગ અલગ સ્કીમ મુકવામાં આવતી હોય છે. પરંતુ સરકારી કચેરીઓ જ સરકારની વેરા વસૂલાતની ઝુંબેશને કાને ધરતી નથી.

આ પણ વાંચો : જામનગરના યુવા ખેડૂત દંપતીએ પ્રાકૃતિક ખેતીની સાથે રેસીપીના વીડિયોથી કરી સારી કમાણી

મહાનગર પાલિકા દ્વારા કેટલાક પ્રયાસો તો થાય છે પરંતુ તે પ્રયાસો સફળ થયા નથી. એટલે હજુ પણ 331 કરોડની વસુલાત બાકી છે. જેની વસુલાત માટે 31 માર્ચ સુધી વ્યાજ માફી યોજના અમલી કરી છે. જેથી મિલકતધારકો વેરા પર વ્યાજની રાહત મેળવીને મુળ બાકી રહેતી રકમ ભરે તેથી મનપાની રીકવરી થઈ શકે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

મહાનગર પાલિકા દ્રારા 4 હજાર 231 મિલકત ધારકોને વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યા છે. જેમાંથી 1810 મિલકતધારકોએ મિલકત વેરાની ભરપાઈ કરી છે. તો બાકી 2421 મિલકતધારકોને નોટિસ આપવામાં આવી છે. એટલું જ નહીં સરકારી વિભાગ પાસેથી અંદાજીત 18 લાખની વસુલાત બાકી છે. જેમાં કેન્દ્ર સરકારની એજન્સીઓ પાસેથી વસુલાત માટે એમઓયુની પ્રક્રિયા ચાલુ છે.

વિપક્ષનો આક્ષેપ છે કે જનતા મોંઘવારી સામે લડી રહી છે. સામાન્ય લોકો પાસેથી ટેક્સની કડક વસૂલાત થાય છે તે જ રીતે સરકારી કચેરીઓના બાકી ટેક્સની પણ કડક વસૂલાત થવી જોઈએ.

જૂનાગઢ મહાનગરપાલિકાને ટેક્સનું ભારણ વધ્યું

જૂનાગઢની વાત કરીએ તો નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજજો મળતા ટેક્સનું ભારણ વધી ગયું છે. વીજળી, પાણી, સફાઇ, કચરો વગેરેની સેવા આપી ટેક્સ વસૂલાત કરવામાં આવે છે તેવો દાવો કરવામાં આવ્યો હતો. આ વર્ષે 104 કરોડ રૂપિયા કુલ મનપાના લેવાના નિકળે છે, જેમાં 34.47 કરોડ વસૂલવામાં આવ્યા હતા, જો કે સરકારી મિલકતોના 6 કરોડ રૂપિયા હજુ પણ બાકી છે.

શરૂઆતના સમયમાં જે 100 ટકા વ્યાજ માફીની યોજના રાખવામાં આવી હતી. જેમાં 14 હજાર 770 લોકોએ લાભ લીધો હતો. જેમાં તેમની પાસેથી 8 કરોડ જેવી રકમની વસુલાત કરવામાં આવી હતી અને 2.81 કરોડ જેવી રકમનું વ્યાજ માફ કરવામાં આવ્યું હતું. પરંતુ સરકારી મિલકત સામે મનપા આંખ આડા કાન કરતી હોય તેવું લાગી રહ્યું છે.

પોરબંદર નગરપાલિકાએ વેરાની વસુલાત કરવા માટે નવતર પ્રયોગ

પોરબંદર નગરપાલિકાએ વેરાની વસુલાત કરવા માટે નવતર પ્રયોગ કર્યો હતો.પોરબંદરમાં નગરપાલિકાનો સ્ટાફ ઢોલ લઈ વેરો વસુલવા નીકળ્યો હતો. નવાઈની વાત તો એ છે કે બદનામીના ડરથી લોકો વેરો ભરવા માટે દોટ મુકી રહ્યા હતા. તો બીજી તરફ વેરો ન ભરનાર બિલ્ડિંગો સીલ કરવાની કામગીરી પણ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી. સાથે જ પાણી કનેક્શન કાપવાની કવાયત પણ હાથ ધરવામાં આવી હતી.

g clip-path="url(#clip0_868_265)">