Jamnagar: પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલા તમામ આયોજન અને તૈયારીઓ કરી દેવાઈ

|

Aug 11, 2021 | 11:01 PM

વસઈ ગામમાં 100 ટકા વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી છે. વસઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હાલ સુધીમાં 32,605 લોકોને વેકસીન આપવામાં આવી છે. જેમાં 24,559 લોકોને પ્રથમ ડોઝ અને 8,046 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યા છે.

Jamnagar: પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલા તમામ આયોજન અને તૈયારીઓ કરી દેવાઈ

Follow us on

કોરોનાના (Corona Cases) કેસ હાલ ઓછા જરૂર થયા છે. પરંતુ ત્રીજી લહેરની શકયતાના પગલે તંત્ર દ્વારા તૈયારીઓ  શરૂ કરવામાં આવી છે. જેમાં આ વખતે ગ્રામ્ય વિસ્તારોમાં દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટેનું આયોજન કરવામાં આવ્યુ છે. જામનગરના વસઈ (Vasai) ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ત્રીજી લહેર આવે તે પહેલા તમામ આયોજન અને તૈયારીઓ કરવામાં આવી છે.

 

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જામનગર (Jamnagar) નજીક આવેલા વસઈ ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલુ છે. જ્યાં આસપાસના કુલ 15 ગામના અંદાજે 50 હજાર લોકોને આરોગ્યની સુવિધાનો લાભ મળે છે. વસઈ પ્રાથમિક કેન્દ્ર હેઠળ 11 ગામનો સમાવેશ થાય છે, પરંતુ સાથે આસપાસના ગામના લોકો આરોગ્ય સેવાનો લાભ લે છે.

 

 

18 વર્ષ પહેલા તૈયાર થયેલા આરોગ્ય કેન્દ્ર તમામ પ્રકારની આરોગ્ય સેવાની સવલત ઉપલબ્ધ છે. જેને 2019માં NQAS (નેશનલ કોલોટી એસોરન્સ સ્ટાન્ડર્ડ) સંસ્થા દ્વારા 94.2 ટકા સાથે એવોર્ડ એનાયત કરવામાં આવ્યુ હતુ. જેમાં દિલ્હી અને ચેન્નાઈથી સર્વેયર દ્વારા 1350 જેટલા મુદ્દે ચકાસણી કરવામાં આવી હતી. પુરતા રૂમ, પુરતો સ્ટાફ, દવાનો સ્ટોક, એમ્બ્યુલન્સ, સીસીટીવી કેમેરા, ઓપીડી સેન્ટર, દાખલ કરવા માટે બેડની સુવિધા સહિતની સવલતો આરોગ્ય કેન્દ્રમાં છે. જેને છેલ્લા પાંચ વર્ષથી સ્વચ્છતા માટે કાયાકલ્પ એવોર્ડ આપવામાં આવે છે.

 

 

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ત્રીજી લહેરની તૈયારીઓ અને તેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 6 બેડ ઓક્સિજન સાથે કોરોના ટેસ્ટિંગ માટેની ખાસ અલગ વ્યવસ્થા, દવાનો પુરતો જથ્થો, ઓક્સિજન સાથેની એમ્બ્યુલન્સ, આધુનિક લેબ, રીપોર્ટની સુવિધા સહિતની વ્યવસ્થા રાખવામાં આવી છે. ઓકિસજન માટેના 4 મશીન, 2 જમ્બો બોટલ, 2 ઓકિસજન 10 કિલોના બોટલ, સહિત કુલ 9 ઓક્સિજન બોટલ સાથેની વ્યવસ્થા રાખવામાં આવી છે.

 

બીજી લહેર વખતે વસઈમાં દૈનિક 250થી વધુની ઓપીડી અને 200 વધુ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવતા. ફરી આવી કોઈ સ્થિતી સર્જાય તો હોસ્પિટલ સ્ટાફની સાથે ગામના યુવાનોની યાદી તૈયાર કરીને 25 સ્વયંસેવકોની ટીમ બનાવી છે. જે મુશ્કેલીના સમયે દર્દીઓની મદદ માટે ફરજ બજાવશે.

 

 

વસઈ ગામમાં 100 ટકા વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી છે. વસઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હાલ સુધીમાં 32,605 લોકોને વેક્સિન આવપામાં આવી છે. જેમા 24,559 લોકોને પ્રથમ ડોઝ અને 8,046 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં 9000થી વધુ લોકોને વેક્સિન ફિમેલ હેલ્થ વર્કર કરીમાબેન મુખીડા દ્વારા આપવા બદલ તેમને જીલ્લા કક્ષાએ સન્માનિત કરાયા હતા.

 

 

વસઈના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગ્રામ્ય કક્ષા કોરોના દરમિયાન પ્રશંસનીય કામગીરી બદલ રાજ્યકક્ષાએ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલના હસ્તે મેડીકલ ઓફિસર ડો.અજય વકાતરનું કોરોના વોરીયર્સ તરીકે સન્માનપત્ર અને સાલ ઓઢાળીને સન્માન કરવામાં આવ્યુ હતુ. હાલના સમયમાં કોરોનાના કેસ ઓછા જરૂર થયા છે. પરંતુ ફરી ત્રીજી લહેરની શકયતાના પગલે ગ્રામ્ય વિસ્તારોમાં આયોજન કરીને તૈયારી કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યની સવલતો મળી રહે તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે.

 

 

આ પણ વાંચો – Ahmedabad : દેશ માટે શહીદ થયેલા અમદાવાદના સૈનિકોને મળશે મોટું સન્માન, રિવરફ્રન્ટ પર બનશે શહીદ પાર્ક

 

આ પણ વાંચો – Side Effects Of Almonds: આ પાંચ લોકોએ ક્યારે પણ ન ખાવી જોઈએ બદામ નહીં તો થશે નુક્સાન

Published On - 11:00 pm, Wed, 11 August 21

Next Article