Jamnagar : ગાયમાં લમ્પી વાયરસનો હુમલો, 175 ગાયમાં કેસ નોંધાતા પશુપાલન વિભાગે રસીકરણની કામગીરી શરૂ કરી

|

May 08, 2022 | 10:04 PM

જામનગરમાં છેલ્લા એક સપ્તાહમાં કુલ 175 ગાયમાં લમ્પી વાયરસનો રોગ હોવાનુ સામે આવ્યુ છે. જે કાબુમાં મેળવવા માટે પશુપાલન વિભાગ દ્રારા કામગીરી કરવામાં આવી છે.જામનગરમાં પ્રથમ વખત આ પ્રકારનો રોગના કેસ નોંધાયા છે. જે ગાયમાં વાયરસના કારણે ફેલાય છે.

Jamnagar : ગાયમાં લમ્પી વાયરસનો હુમલો, 175 ગાયમાં કેસ નોંધાતા પશુપાલન વિભાગે રસીકરણની કામગીરી શરૂ કરી
Jamnagar Lumpy Virus Cow Vaccination

Follow us on

જામનગર (Jamnagar) ગાયમાં(Cow)લમ્પી વાયરસ (Lumpy virus) ફેલાતા પશુ માલિકો ચિંતિત બન્યા છે. છેલ્લા એક સપ્તાહમાં 175 વધુ પશુમાં આ રોગ જોવા મળ્યો છે. જેની જાણ થતા આરોગ્ય વિભાગની ટીમ દ્રારા દોડધામ શરૂ થઈ છે. જામનગર શહેરમાં થતા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓમાં લમ્પી બીમારી જોવા મળી છે. શહેરના રામેશ્વરનગર, ગાંધીનગર, વાલ્કેશ્વરીનગરી, ગોકુલનગર સહીતના વિસ્તારમાં ગાયમાં આ રોગ જોવા મળ્યો છે. તેમજ આસપાસના ગામ વિભાપર, નવાનાગના સહીતના ગામમાં ગાયને આ રોગ થયો હોવાનુ કેસ નોંધાયા છે. છેલ્લા એક સપ્તાહમાં કુલ 175 ગાયમાં લમ્પી વાયરસનો રોગ હોવાનુ સામે આવ્યુ છે. જે કાબુમાં મેળવવા માટે પશુપાલન વિભાગ દ્રારા કામગીરી કરવામાં આવી છે.જામનગરમાં પ્રથમ વખત આ પ્રકારનો રોગના કેસ નોંધાયા છે. જે ગાયમાં વાયરસના કારણે ફેલાય છે.

લમ્પી વાયરસના લક્ષણો

કોઈ મચ્છર કે જીવાણુના કરડવાથી આ રોગ ફેલાતો હોવાનુ નિષ્ણાતો જણાવે છે. આ રોગમાં ગાયના શરીર પર ગાઠા થાય છે. અમુક ગાંઠા ફુડે છે. યોગ્ય સમયસર સારવાર ના મળે તો તે રોગ જીવલેણ પણ બની શકે છે. હાલ ગરમીનુ પ્રમાણ વધુ હોય ત્યારે તાવ આવે તે ગાય માટે જીવલેણ સાબિત થઈ શકે છે. પશુપાલકોને સાવચેત રહેવા અને કાળજી લેવા તંત્રએ અપીલ કરી છે.

રસીકરણની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરાઇ

રોગ પર કાબુ મેળવવા માટે રસીકરણ સહીતના કામગીરી પશુપાલન વિભાગ દ્રારા કરવામાં આવી છે. કુલ 5000 ડોઝનો સ્ટોક જામનગરમાં છે. અને જરૂર લાગે તો વધુ ડોઝ સમયસર મળી શકે તેવુ આયોજન કરવામાં આવ્યુ છે. જે વિસ્તારમાં ગાયમાં આવા લક્ષણો દેખાયા હોય કે કેસ નોંધાયા હોય ત્યાં આસપાસના વિસ્તારમાં પશુપાલન વિભાગની વિવિધ ટુકડી બનાવીને કામગીરી કરવામાં આવે છે. રવિવારે રજાના દિવસે પણ રોગ પર કાબુ મેળવવા માટે ટીમ દ્રારા કામગીરી કરવામાં આવી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

છેલ્લા એક સપ્તાહમાં જ 175 ગાયમાં લમ્પી વાયરસના કેસ નોંધાયા છે. હાલ પશુપાલન વિભાગ દ્રારા રોગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. એક પણ ગાયનુ રોગના કારણે હાલ સુધી મોત થયુ નથી. પરંતુ જો પશુમાલિકો કાળજી ના લે તો ગાય માટે રોગ જીવલેણ બની શકે છે.

 

Published On - 10:02 pm, Sun, 8 May 22

Next Article