ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, 10 શહેરોમાં ગરમી 41 ડિગ્રીને પાર, અમદાવાદમાં સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન

ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, 10 શહેરોમાં ગરમી 41 ડિગ્રીને પાર, અમદાવાદમાં સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન

TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2022 | 9:51 PM

ગુજરાતમાં (Gujarat) આગામી ચાર દિવસો એટલે કે 8થી 14 મે દરમિયાન ઉત્તર-પશ્ચિમના ગરમ પવનો ફૂંકાશે.જેની અસરથી અમદાવાદમાં ફરી ગરમીનો પારો 44 ડિગ્રી પહોંચશે. આ ચાર દિવસોમાંથી એક દિવસ હિટવેવને લીધે ગરમીનો પારો 45એ પહોંચી શકે છે.

ગુજરાતમાં(Gujarat) ગરમીનો પારો (Heatwave) રવિવારે ફરી ઉચકાયો છે. જેમાં આજે રાજ્યના 10 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો છે. જેમાં રાજ્યમાં સૌથી વધુ ગરમી અમદાવાદમાં(Ahmedabad)  નોંધાઈ છે. અમદાવાદમાં મહત્તમ 44 ડિગ્રી તાપમાન નોંધાયું, વડોદરામાં 43.6 ડિગ્રી, ગાંધીનગરમાં 43.5 ડિગ્રી, અમરેલીમાં 42.2 ડિગ્રી, ભાવનગરમાં 41.7 ડિગ્રી, ભુજમાં 41.2 ડિગ્રી, ડીસામાં 41.6 ડિગ્રી તાપમાન જૂનાગઢમાં 42.2 ડિગ્રી, પાટણમાં 41.6 ડિગ્રી તાપમાન અને રાજકોટમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

આ ઉપરાંત રાજ્યમાં છેલ્લાં ચાર-પાંચ દિવસથી હીટવેવનું જોર ઘટતાં ગરમીથી રાહત રહી હતી. પરંતુ, આગામી ચાર દિવસો એટલે કે 8થી 14 મે દરમિયાન ઉત્તર-પશ્ચિમના ગરમ પવનો ફૂંકાશે.જેની અસરથી અમદાવાદમાં ફરી ગરમીનો પારો 44 ડિગ્રી પહોંચશે. આ ચાર દિવસોમાંથી એક દિવસ હિટવેવને લીધે ગરમીનો પારો 45એ પહોંચી શકે છે. અમદાવાદમાં ગત 27 એપ્રિલથી 2 મે દરમિયાન હિટવેવથી ગરમીનો પારો 43થી 44 ડિગ્રી વચ્ચે રહ્યો હતો. શનિવારે અમદાવાદમાં ગરમીનો પારો 41.7 ડિગ્રી નોંધાયો હતો. 8 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીથી વધુ નોંધાયો હતો.

રવિવારથી ઉત્તર-પશ્ચિમના પવનો શરૂ થશે. જેની અસરથી ગરમીનો પારો અચાનક ઉંચકાશે. બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર રચાયું છે, જે આગામી બે દિવસોમાં મજબૂત બનશે. લો-પ્રેશરની અસરથી હાલમાં પવનની પેટર્ન એ રીતની થઇ છે કે રણ અને સુકા પ્રદેશના ઉત્તર અને ઉત્તર-પશ્ચિમના પવનો ખેંચાઇને નીચે થઇને બંગાળની ખાડીમાં જાય છે. જેથી આજથી ગુજરાત-અમદાવાદ ઉપર ગરમ પવનોનો મારો ચાલુ થશે. જેના કારણે પાકિસ્તાન, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના મેદાની વિસ્તારોમાં હિટવેવથી ગરમીનો પારો ઉંચકાશે.

Published on: May 08, 2022 09:46 PM
g clip-path="url(#clip0_868_265)">