ગુજરાતમાં મીઠાઇમાં પણ મોંઘવારીની અસર, ખરીદીના માહોલ વચ્ચે 10 ટકાનો ભાવ વધારો

|

Oct 30, 2021 | 2:10 PM

ગુજરાતમાં મીઠાઇના ભાવ અંગે તેમણે જણાવ્યું હતું કે ઓવરઓલ બજારમાં અનેક ચીજ વસ્તુઓ જેવી કે પેટ્રોલ -ડીઝલ અને રો- મટીરિયલ્સ અને મજૂરીના ભાવમાં વધારાની અસર મીઠાઇના ભાવ પર જોવા મળી છે.

ગુજરાતમાં મીઠાઇમાં પણ મોંઘવારીની અસર, ખરીદીના માહોલ વચ્ચે 10 ટકાનો ભાવ વધારો
Inflation also affects sweets Price in Gujarat (File Photo)

Follow us on

ગુજરાતમાં(Gujarat)કોરોનાની ત્રીજી લહેરની નહિવત દહેશત વચ્ચે સમગ્ર રાજ્યમાં દિવાળીના(Diwali)તહેવારોને લઇને ઉત્સાહનો માહોલ છે. જેમાં પણ આ વખતે દિવાળી પૂર્વે જ બજારોમાં ઘરાકીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ જેના પગલે હવે દિવાળી અને નવા વર્ષમાં મહેમાનોને મોં મીઠું કરાવવા અને ભેટ માટે વપરાતી મીઠાઇના(Sweet)વેચાણ અને ઓર્ડરમાં પણ આ વર્ષે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

જો કે આ વર્ષે મીઠાઇના વેચાણમાં ગત વર્ષની સરખામણીએ વધારો થવાની સાથે સાથે તેના ભાવમાં પણ સરેરાશ 10 ટકાનો વધારો(Price Hike)નોંધાયો છે. જેમાં પણ ડ્રાય-ફૂટના(Dry Fruit)ભાવમાં વધારાના પગલે ડ્રાયફ્રૂટ મીઠાઇના પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. મીઠાઇમાં સૌથી મોટા ગણાતા માર્કેટ અમદાવાદમાં મીઠાઇના મોટા વેપારીઓને ત્યાં કોર્પોરેટ બુકિંગ થઈને છૂટક વેચાણનો માહોલ આ વર્ષે જામ્યો છે.

અમદાવાદની જાણીતી બ્રાન્ડના મીઠાઇના વેપારી જય શર્માએ ટીવીનાઈન સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ” આ વર્ષે મીઠાઇના બજારમાં ઉત્સાહનો માહોલ છે. તેમજ લોકો ગત વર્ષની સરખામણીએ ખૂલીને ખરીદી કરી રહ્યા છે. જેના પગલે આ વર્ષે મીઠાઇના વેચાણના વોલ્યુમમાં વધારો થશે તે ચોક્કસ છે. ”

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

જ્યારે મીઠાઇના ભાવ અંગે તેમણે જણાવ્યું હતું કે ઓવરઓલ બજારમાં અનેક ચીજ વસ્તુઓ જેવી કે પેટ્રોલ -ડીઝલ અને રો- મટીરિયલ્સ અને મજૂરીના ભાવમાં વધારાની અસર મીઠાઇના ભાવ પર જોવા મળી છે. જેમાં મીઠાઇના ભાવના તેની વેરાઇટી પ્રમાણે 5 થી 10 ટકાનો વધારો થયો છે. તેમ છતાં હાલ બજારના માહોલ સારો છે અને દિવાળી સુધી આ સતત રહે તેવી આશા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગત વર્ષે કાજુ કતરીનો ભાવ 860 રૂપિયા કિલો હતો જે આ વર્ષે વધીને 920 રૂપિયા કિલોએ પહોંચી છે. એવી જ રીતે અલગ અલગ મીઠાઇમાં 40 થી 60 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે.આ ઉપરાંત આ વર્ષે  મીઠાઈના વેચાણમાં ખૂબ સારો વધારો થયો છે. ડ્રાયફ્રુટ્સ મીઠાઈ, માવાની મીઠાઈ ગિફ્ટ બોક્સ અને કોર્પોરેટ કંપનીમાં આપવા માટે મીઠાઈનું વેચાણ ડબલ જોવા મળ્યું છે. જયારે શુગર ફ્રી મીઠાઈનું પણ વેચાણ વધી રહ્યું છે.

આ પણ વાંચો : ગુજરાતના કપડવંજમાં ખેડૂતો છેતરાયા, નકલી બિયારણથી નુકશાનની ભીતિ

આ પણ વાંચો : દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે મતદાન શરૂ, ભાજપના ઉમેદવારે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો

Published On - 2:09 pm, Sat, 30 October 21

Next Article