દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે મતદાન શરૂ, ભાજપના ઉમેદવારે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો

દાદરા નગર હવેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મહેશ ગાવીતે હનુમાન દાદાના આશીર્વાદ લીધા હતા. તેમજ જણાવ્યું હતું કે પ્રદેશના વિકાસ માટે લોકો મતદાન કરશે તેમજ પોતે વિજયી બનશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 10:41 AM

ગુજરાત નજીકના સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી(Dadra and Nagar haveli) લોકસભાની (Loksabha) પેટાચૂંટણીનું મતદાન(Voting) શરૂ થયું છે. જેમાં ભાજપના ઉમેદવાર મહેશ ગાવીતે હનુમાન દાદાના આશીર્વાદ લીધા હતા. તેમજ જણાવ્યું હતું કે પ્રદેશના વિકાસ માટે લોકો મતદાન કરશે તેમજ પોતે વિજયી બનશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.

દાદરા નગર હવેલીમાં આ વખતે ભાજપ અને શિવસેના વચ્ચે સીધો જંગ છે. જેમાં શિવસેનાએ અવસાન પામેલા પૂર્વ સાંસદ મોહન ડેલકરના પત્નીને ટિકિટ આપીને મેદાનમાં ઉતાર્યા છે. મોહન ડેલકર સાત ટર્મથી દાદરા નગર હવેલીના સાંસદ રહ્યા હતા.

જો કે આ વખતે આ બેઠક પર ભાજપ(BJP) અને શિવસેના(Shivsena) વચ્ચે જંગ જોવા મળી રહી છે. દાદરા નગર હવેલીમાં 333 મતદાન મથકો પર 2.58 લાખ જેટલા મતદારો મતદાન કરશે.

જેમાં ભાજપ, કોંગ્રેસ, અપક્ષ અને શિવસેનાના ઉમેદવારો વચ્ચે જંગ છે. જયારે ભાજપ અને શિવસેના વચ્ચે લોકસભા બેઠક માટે ખરાખરીનો જંગ જોવા મળશે. આ બેઠક પર ભાજપે મહેશ ગાવીતને લોકસભાની ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા છે. જયારે ભાજપે પ્રચાર માટે કેન્દ્ર અને પ્રદેશ નેતાઓની ટીમ ઉતારી હતી.

ભાજપમાંથી મહારાષ્ટ્રના પૂર્વ CM દેવેન્દ્ર ફડનવિસ, ગુજરાત પ્રદેશ પ્રમુખ પાટીલે સભા કરી હતી. તેમજ કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા, સ્મૃતિ ઈરાની, મનોજ તિવારીએ પણ સભા સંબોધી હતી

આ ચુંટણીમાં શિવસેનાએ મોહન ડેલકરના પત્ની કલા ડેલકરને ટિકીટ આપીને મેદાનમાં ઉતાર્યા છે. ડેલકર પરિવાર માટે લોકસભાની વર્તમાન પેટાચૂંટણી અસ્તિત્વના જંગ સમાન છે. જ્યારે શિવસેના તરફથી સંજય રાઉત અને આદિત્ય ઠાકરે પ્રચાર કરી ચૂક્યા છે. જ્યારે
દાદરા નગર હવેલી લોકસભા વિસ્તારમાં 9 મતદાન મથકો અતિસંવેદનશીલ છે.

આ પણ  વાંચો : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 1 નવેમ્બરના રોજ કુંડળ સ્વામીનારાયણ મંદિરમાં ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપશે

આ પણ  વાંચો :વડોદરામાં દિવાળી પૂર્વે આરોગ્ય વિભાગ એક્શનમાં, મીઠાઇ ફરસાણની દુકાનો પર સઘન ચેકિંગ હાથ ધર્યું

Follow Us:
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, ઠંડીમાં થશે આંશિક ઘટાડો
રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, ઠંડીમાં થશે આંશિક ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">