Rajkot: RMC ઈજનેર પરેશ જોષીના આપઘાત કેસમાં ગુનો દાખલ, 2 વિરુદ્ધ દુષ્પ્રેરણાનો નોંધાયો ગુનો, જાણો વિગત

થોડા દિવસ પહેલા ન્યારી ડેમમાં ઝંપલાવી RMC ના ઇજનેર પરેશ જોશીએ આપઘાત કર્યો હતો. જેને લઈને હવે પોલીસે ગુનો દાખલ કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2022 | 11:08 AM

Rajkot: રાજકોટ મનપાના ઈજનેર પરેશ જોષીના આપઘાત કેસમાં (Paresh Joshi Suicide Case) હવે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઈજનેરને (RMC Engineer) આપઘાત કરવાની દુષ્પ્રેરણા આપવાનો ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી છે, જણાવી દઈએ કે નવાગામના કામના બિલ મુદ્દે દબાણ કરી પરેશ જોશીને ત્રાસ અપાતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે પોલીસે મધુરમ કન્સ્ટ્રક્શનના ઇજનેર હાર્દિક ચંદારાણા સામે ગુનો નોંધ્યો છે.

આ સાથે મયુર ઘોડાસરા નામની વ્યક્તિ સામે પણ ગુનો નોંધાયો છે. જણાવી દઈએ કે ન્યારી ડેમમાં ઝંપલાવી ઇજનેર પરેશ જોશીએ આપઘાત કર્યો હતો. જણાવી દઈએ કે સમગ્ર મામલે પોલીસે ઇજનેર પરેશ જોશીની કોલ ડિટેઇલના આધારે તપાસ શરૂ કરી હતી. મૃતક ઇજનેરે છેલ્લે મઘુરમ એજન્સીના એન્જિનિયર હાર્દિક ચંદારાણા સાથે વાત કરી હતી. તેમજ મનપાના અન્ય એક કર્મચારી ગોસ્વામીએ પણ પરેશ જોશીને ફોન કર્યા હતા. પોલીસે બંનેની પૂછપરછ હાથ ધરી આખરે ગુનો નોદ્ન્હ્યો છે.

જણાવી દઈએ કે ઉચ્ચ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના દબાણમાં આત્મહત્યા કરી હોવાનો પરિવારનો આક્ષેપ છે. જણાવી દઈએ કે રાજકોટ મનપાની ઈસ્ટ ઝોન કચેરી ખાતે ફરજ બજાવતા એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર પરેશ જોશીએ (Paresh Joshi) ન્યારી ડેમમાં (Nyari Dam) ઝંપલાવી આત્મહત્યા કરી હતી.

 

આ પણ વાંચો: સંકટ સામે લડવા સુરત તૈયાર: જાણો કોરોનામાં ઓક્સિજનને લઈને તંત્ર દ્વારા શું કરવામાં આવી વ્યવસ્થા

આ પણ વાંચો: Surat : હવે VNSGUમાં પણ કોરોનાનો પેસારો , કુલપતિ બાદ 10 વહીવટી કર્મચારીઓ પોઝિટિવ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">