Rajkot: નાની બાળકી અને પોલીસની રકઝકનો વિડીયો આવ્યો સામે, સામાન્ય જનતા પર દાદાગીરી, પૂર્વ મેયર સામે ચુપ!

રાજકોટમાં ગરબાને લઈને વિવાદ સર્જાયો છે. જેમાં નાની બાળકીઓ અને પોલીસની રકઝકનો પણ વિડીયો સામે આવ્યો છે. ગરબા બંધ કરાવતા રોષ જોવા મળ્યો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2021 | 1:39 PM

Rajkot: શહેરમાં ગરબા બાબતે વિવાદ સામે આવ્યો છે. ભક્તિનગર પોલીસે ગરબા બંધ કરાવતા વિવાદ સર્જાયો છે. આ વિવાદને લઈને પોલીસ કમિશનર ઓફિસે બાળકીઓ રજૂઆત કરવા પહોંચી છે. જણાવી દઈએ કે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગરબા આયોજકની અટકાયત થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નાની બાળકી અને પોલીસની રકઝકનો વીડિયો પણ સામે આવ્યો છે.

જણાવી દઈએ કે સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશનની દાદાગીરી આવી સામે. રાત્રીના ૧૨-૦૫ વાગ્યે પોલીસે ગરબી બંધ કરાવતા નાની દિકરીઓ પોલીસ કમિશનર ઓફિસ રજૂઆત કરવા પહોંચી હતી. બુધવારે રાત્રે બનેલા બનાવના વિડીયો પણ સામે આવ્યા છે. ગરબીના આયોજકની અટકાયત પણ કરવામાં આવી હતી. ત્યારે જણાવી દઈએ કે જે ગરબી બંધ કરાવી તેનાથી થોડા દૂર આવેલી પૂર્વ મેયરની ગરબી બંધ કરવાની હિંમત ન કરી હોવાનો આક્ષેપ પણ લાગ્યો છે. પૂર્વ મેયરની ગરબી રાત્રે 1 વાગ્યા સુધી ચાલતી હોવાનો આક્ષેપ છે.

 

આ પણ વાંચો: Surat: PM Modiએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુરતમાં કર્યું સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્મિત છાત્રાલયનું ભૂમિ પૂજન

આ પણ વાંચો: Ahmedabad: નિવૃત્ત કલેક્ટરના પુત્રવધૂએ ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત, સ્યુસાઈડ નોટમાં લખી આ વાત

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">