ઈરાન ઈઝરાયેલ યુએસએ યુદ્ધની આડ અસર, સાણંદ જીઆઈડીસીમાં ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસ પર લાદવામાં આવ્યો 50 ટકા કાપ

Impact of Iran Israel USA War : છેલ્લા 10 દિવસથી ઈરાન સામે અમેરિકા અને ઈઝરાયેલ રણે ચડ્યા છે. જેને લઈને ઈરાને પણ આજૂબાજુના ક્રુડ ઉત્પાદક દેશ ઉપર હુમલો કર્યો છે. પરિણામે ઈંધણનો પુરવઠો ખોરવાઈ ગયો છે. આ ઉપરાંત ભારતમાં જે ક્રુડ આવી રહ્યું છે તેનો રસ્તો પણ બંધ કરી દીધો છે. જેના કારણે ઈરાન પાસેથી તેમજ આ રસ્તે જે દેશમાં ક્રુડ આવતું હોય તે બધા દેશમાં સંકટના વાદળો ઘેરાયા છે.

ઈરાન ઈઝરાયેલ યુએસએ યુદ્ધની આડ અસર, સાણંદ જીઆઈડીસીમાં ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસ પર લાદવામાં આવ્યો 50 ટકા કાપ
| Edited By: | Updated on: Mar 10, 2026 | 3:11 PM

રાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકાએ કરેલા હુમલાના 10માં દિવસે, ભારત સહિત વિશ્વના અનેક દેશમાં પેટ્રોલ-ડીઝલ ગેસ, ક્રુડ આધારિત ઉદ્યોગોને અસર વર્તાઈ રહી છે. ભારતમાં પણ વિવિધ રાજ્યોએ ગેસ આધારિત ધંધા રોજગાર, ઉદ્યોગો માટે કાર્યવાહી શરૂ કરી છે. ગુજરાતમાં પણ તેની અસર વર્તાઈ રહી છે. ઔદ્યોગિક રીતે અગ્રેસર ગુજરાતે આજથી વર્ષો પહેલા વીજળીના સ્થાને ગેસ અને સૌર ઊર્જા આધારિત ઉદ્યોગો સ્થાપવાની શરૂઆત કરી દીધી હતી. જો કે, છેલ્લા 10 દિવસથી ઈરાન સામે અમેરિકા અને ઈઝરાયેલ રણે ચડ્યા છે. જેને લઈને ઈરાને પણ આજૂબાજુના ક્રુડ ઉત્પાદક દેશ ઉપર હુમલો કર્યો છે. પરિણામે ઈંધણનો પુરવઠો ખોરવાઈ ગયો છે. આ ઉપરાંત ભારતમાં જે ક્રુડ આવી રહ્યું છે તેનો રસ્તો પણ બંધ કરી દીધો છે. જેના કારણે ઈરાન પાસેથી તેમજ આ રસ્તે જે દેશમાં ક્રુડ આવતું હોય તે બધા દેશમાં સંકટના વાદળો ઘેરાયા છે.

ગુજરાતના અમદાવાદ જિલ્લાના સાણંદ જીઆઈડીસીમાં આવેલા વિવિધ ઉદ્યોગોને બળતણ તરીકે ગેસ પૂરો પાડવામાં આવે છે. આ ઉદ્યોગો માટે હવે ગેસના પુરવઠામાં 50 ટકાનો કાપ લાદવામાં આવ્યો છે. સાણંદ જીઆઈડીસીને રોજની 30 હજાર ક્યુબિક મીટર ગેસની જરૂરિયાત રહે છે. સાણંદ જીઆઈડીસીના 650 માંથી 25 યુનિટ ગેસ સપ્લાય આધારિત પ્રોડક્શન પર નિર્ભર રહે છે. સાણંદ જીઆઈડીસી ટાટા નેનો બાદ ચર્ચામાં આવ્યું અને આ જીઆઈડીસીમાં મોટાભાગે ઓટો સેકટર આધારિત ઉદ્યોગોનો વિકાસ ખયો થયો છે. ઓટોમોબાઈલ સેક્ટરના ઉદ્યોગો પર ગેસ સપ્લાયની સીધી અસર જોવા મળી શકે છે.

સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રેસિડેન્ટ અજિત શાહે જણાવ્યું કે, વૈશ્વિક અશાંતિને કારણે પ્રોડક્શન પર અસર અવશ્ય વર્તાશે. જેની સીધી અસર જીડીપી ઉપર પણ જોવા મળશે. 25 યુનિટમાં કુલ 13 હજાર કામદારોની આજીવિકા પર અસરના એંધાણ વર્તાઈ રહ્યાં છે. સાણંદ જીઆઇડીસીમાં આવેલા કુલ 650 યુનિટમાં 50 હજાર કામદારો આજીવિકા મેળવી રહ્યાં છે. જેમાંથી કેટલાક ગેસ આધારિત ઉદ્યોગોમાં કામ કરી રહ્યાં છે.

સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા વૈકલ્પિક ઊર્જા સ્ત્રોત માટે પણ સંબંધિતો સાથે ચર્ચા કરવામાં આવી છે અને તે માટેની માંગ પણ કરવામાં આવી છે. હાઇડ્રોજન એનર્જી પર ફોકસ કરવામાં આવે તો સમસ્યામાંથી મુક્તિ મળી શકે છે તેમ સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનનું કહેવું છે. ઈરાન યુદ્ધના પગલે ઊભી થયેલ વર્તમાન સ્થિતિમાં, સરકાર હકારાત્મક વલણ દાખવી રહી છે અને ઉદ્યોગોને વધુમાં વધુ મદદ કરવા તેમજ આવનારી સંભવિત સમસ્યાનું સમાધાન શોધવા માટે જરૂરી તમામ કાર્ય કરી રહી છે. તમામ પાસાઓ પર ફોકસ કરીને જરૂરિયાતવાળા યુનિટને ગેસ સપ્લાય અવિરત મળી રહે એવા પણ પ્રયાસ પણ હાથ ધરાયા છે.વીડિયો

ગુજરાતમાં 4 દિવસ હીટવેવની આગાહી, 9 માર્ચે નોંધાઈ સામાન્ય કરતા 4થી9 ડિગ્રી વધુ ગરમી