Ahmedabad : કોઈપણ જ્ઞાતિ ઓબીસીમાં જોડાવા પાત્ર હશે તો નિયમ પ્રમાણે સર્વે થશે : નીતિન પટેલ

પાટીદારોને ઓબીસીમાં જોડવા અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે કહ્યું કે- અત્યારે કોઈપણ જ્ઞાતિની ઓબીસીમાં જોડાવાની માગણી આવી નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2021 | 2:29 PM

પાટીદારોને ઓબીસીમાં જોડવા અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મહત્વનું નિવેદન

પાટીદારોને ઓબીસીમાં જોડવા અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે કહ્યું કે- અત્યારે કોઈપણ જ્ઞાતિની ઓબીસીમાં જોડાવાની માગણી આવી નથી. જો કોઈ માગણી કરશે તો નિયમો પ્રમાણે સર્વે કરાશે. નીતિન પટેલે કહ્યું કે- પહેલા કોઈપણ જ્ઞાતિનો ઓબીસીમાં સમાવેશ કેન્દ્ર સરકાર કરતી હતી. પરંતુ સંસદમાં કાયદો પસાર કર્યા બાદ હવે રાજ્યો કોઈપણ જ્ઞાતિનો સર્વે કરીને ઓબીસીમાં સમાવેશ કરી શકે છે. કોઈપણ જ્ઞાતિ ઓબીસીમાં જોડાવા પાત્ર છે કે નહીં તેનો સર્વે કરવામાં આવશે.. તેમણે કહ્યું કે હાલમાં કોઈ જ્ઞાતિ તરફથી આવી માગણી આવી નથી.

ફોર્ડ કંપનીની ગુજરાતમાં કાર ઉત્પાદન બંધ કરવાની જાહેરાત પર નીતિન પટેલનું નિવેદન

ફોર્ડ કંપનીએ ગુજરાતમાં કાર ઉત્પાદન બંધ કરવાની જાહેરાત કરી છે. ત્યારે આ અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને જ્યારે રોજગારી અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે- ફોર્ડ કંપની સંપૂર્ણ કામ બંધ નથી કરવાની. ફોર્ડ કંપની કારના એન્જિન બનાવવાનું કામ ચાલું રાખશે. અને જો ગુજરાતમાં અન્ય કોઈ કંપની તેનું હસ્તાંતરણ કરી લેશે અને ફોર્ડના યુનિટમાં બીજી કોઈ કંપની કામ શરૂ કરશે. તેમણે કહ્યું કે- ફોર્ડ ભલે પોતાની કારનું ઉત્પાદન બંધ કરી રહી હોય પરંતુ માર્કેટમાં બીજી સારી કંપનીઓ છે. જેમની કારનું વેચાણ સારા પ્રમાણમાં થઈ રહ્યું છે. અને તેના કારણે લોકોને રોજગારી પણ મળી રહી છે.

વિપક્ષ નેતાના ટ્ટિટ મામલે નાયબ મુખ્યપ્રધાનનું નિવેદન

ગુજરાત સરકારને તાલિબાન સાથે સરખાવતા વિપક્ષના નેતાના ટ્વિટને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વખોડી કાઢ્યું છે. પરેશ ધાનાણીએ ટ્વિટર પર લખ્યું છે કે- “અંગ્રેજોના શાસનમાં પણ આંદોલનનો અધિકાર અબાધિત હતો. ગુજરાતના આ આધુનિક તાલિબાનોએ તો 20 વર્ષ પહેલાં જ આંદોલન પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવી દીધો હતો. શું હવે ગુજરાતની રાહ પર જ અફઘાનિ તાલિબાનો આગળ વધી રહ્યાં છે?” ધાનાણીના આ ટ્વિટ પર નીતિન પટેલે કહ્યું હતું કે- આજના દિવસે તાલિબાનોને કોંગ્રેસના નેતાઓ જ યાદ કરી શકે.. તેમણે કહ્યું હતું કે, 9/11ની વરસીએ તાલિબાનોને યાદ કરવાની જરૂર નથી. પરેશભાઈના આ નિવેદનને હું વખોડી નાંખું છું. અને આશ્ચર્ય થાય છે કે આવા વિચારો તેમને કેવી રીતે આવ્યા?

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">