AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajendra Trivedi Profile: રાજેન્દ્ર ત્રિવેદી બન્યા કેબિનેટ પ્રધાન, કરોડોની સંપત્તિ અને આટલા ઘર છે તેમના નામે

નવા મંત્રીમંડળમાં બિનેટ પ્રધાન તરીકે સ્થાન મેળવેલા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી કુલ 5.74 કરોડની સંપતિ ધરાવે છે, જેમાં બેંકમાં પોતાની 47,29,982 અને તેમની પત્નીના નામે 47,07,650 રૂપિયાની સંપતિ ધરાવે છે.

Rajendra Trivedi Profile: રાજેન્દ્ર ત્રિવેદી બન્યા કેબિનેટ પ્રધાન, કરોડોની સંપત્તિ અને આટલા ઘર છે તેમના નામે
MLA Rajendra Trivedi (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 4:47 PM
Share

Rajendra Trivedi Profile :  રાજેન્દ્ર ત્રિવેદીનો 19 જૂન 1954ના દિવસે વડોદરામાં જન્મ થયો હતો.તેમણે B.Sc (ઓનર્સ), LLBનું શિક્ષણ લીધું છે.સૌ પ્રથમ તે  વડોદરાની(Vadodara)  રાવપુરા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. ઉપરાંત તેરમી વિધાનસભામાં (Assembly)પણ તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ  2012-17માં રાજ્યકક્ષાના પ્રધાન તરીકે ફરજ બજાવી હતી. તેમજ ફેબ્રુઆરી-2018થી તેઓ વિધાનસભામાં સ્પીકર (Speaker) તરીકે કાર્યરત હતા. તેમને  વાંચન અને સામાજિક પ્રવૃત્તિનો શોખ છે.

નવા મંત્રીમંડળમાં નવા અને યુવા ચહેરાને વધુ પ્રાધાન્ય 

સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં નવા અને યુવા ચહેરાને વધુ પ્રાધાન્ય  આપવામાં આવ્યુ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં કેબિનેટ પ્રધાન તરીકે સ્થાન મેળવેલા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી (Rajendra Trivedi) કુલ 5.74  કરોડની સંપતિ ધરાવે છે, જેમાં તેની પોતાની 47,29,982 અને તેમની પત્નીના નામે 47,07,650 બેંકમાં સેવિંગ રકમ ધરાવે છે.ઉપરાંત વડોદરા શહેરમાં કુલ ત્રણ ઘર ધરાવે છે.તમને જણાવી દઈએ કે રાજેન્દ્ર ત્રિવેદી એ 2017 માં ભાજપ(BJP) તરફથી ચૂંટણી લડીને વિજય મેળવ્યો હતો.રાજેન્દ્ર ત્રિવેદી વ્યવસાયે વકીલ છે.

 મ્યુઅલ ફંડ અને અન્ય શેર ડિબેન્ચરમાં કરેલા રોકાણો

નવા મંત્રીમંડળમાં  સ્થાન મેળવેલા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી મ્યુઅલ ફંડ (Mutual Fund) અને અન્ય શેર ડિબેન્ચરમાં પોતાના નામે કુલ 350,696 અને પત્નીના નામે 788,748  જેટલુ રોકાણ કરેલુ છે.

નેશનલ સેવિંગ અને પોસ્ટલ સેવિંગમાં  રોકાણ

રાજેન્દ્ર ત્રિવેદીની પત્નીના નામે નેશનલ સેવિંગ (National Scehme Saving)અને પોસ્ટલ સેવિંગમાં કુલ 900,000 રૂપિયાનું રોકાણ કરેલુ છે.

સોના- ઝવેરાતમાં કેટલુ કર્યુ છે રોકાણ ?

નવા નિમયેલા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સોના- ઝવેરાતમાં કુલ 11,57000 રૂપિયાનું રોકાણ કરેલુ છે.

શું કૃષિ વિષયક જમીન ઘરાવે છે ?

રાજેન્દ્ર ત્રિવેદી વાઘોડિયમાં કૃષિ વિષયક જમીન ધરાવે છે, જેની કુલ બજાર કિંમત 45 100,000 રૂપિયા જેટલી છે.

કુલ જવાબદારી (દેવુ)

નવા કેબિનેટ પ્રધાન તરેકે રાજેન્દ્ર ત્રિવેદીએ 38,35238  રૂપિયાની લોન લીધેલી છે.

ખાસ નોંધ: તમામ માહિતી 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચને આપેલા એફિડેવિટમાંથી લેવામાં આવી છે.

g clip-path="url(#clip0_868_265)">