Ahmedabad : HMPV વાયરસના કેસથી ગુજરાતમાં ખળભળાટ, યોગ્ય સમયે AMCને રિપોર્ટિંગ ન કરતા AMCએ ફટકારી નોટિસ, જુઓ Video

|

Jan 07, 2025 | 2:37 PM

ગુજરાતના અમદાવાદમાં HMPVનો પહેલો કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સાથે AMC પર હરકતમાં આવ્યું છે. AMCએ દર્દીની સારવાર કરવામાં આવી હતી તે ખાનગી હોસ્પિટલને નોટિસ ફટકારી છે.

Ahmedabad : HMPV વાયરસના કેસથી ગુજરાતમાં ખળભળાટ, યોગ્ય સમયે AMCને રિપોર્ટિંગ ન કરતા AMCએ ફટકારી નોટિસ, જુઓ Video
Ahmedabad

Follow us on

ગુજરાતના અમદાવાદમાં HMPVનો પહેલો કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સાથે AMC પર હરકતમાં આવ્યું છે. AMCએ દર્દીની સારવાર કરવામાં આવી હતી તે ખાનગી હોસ્પિટલને નોટિસ ફટકારી છે. AMCને યોગ્ય સમયે રિપોર્ટિંગ ના કરવાના કારણે નોટિસ આપવામાં આવી છે. દર્દીના દાખલ થયાના 10 દિવસ બાદ પણ AMCને જાણ કરવામાં આવી ન હતી. જેના પગલે AMCએ ખાનગી હોસ્પિટલ પાસ ખુલાસો માગ્યો છે.

દર્દી 7 દિવસ થઈ શકે છે સાજા

HMPV વાયરસને લઈ રાજ્યનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગે અમદાવાદ સિવિલ સહિત તમામ સરકારી હોસ્પિટલોને સૂચના આપવામાં આવી છે. જ્યાં જરૂર જણાય ત્યાં આઇસોલેશન વોર્ડ ઉભા કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. જો કે દર્દીમાં જરુર જણાય તો અન્ય રોગોની જેમ લક્ષણ જણાય તો HMPVનો ટેસ્ટ કરવા પણ સૂચના આપવામાં આવી છે. આરોગ્ય વિભાગે બાળકો અને વૃદ્ધોની ખાસ કરી કાળજી લેવામાં આવે તેવી સૂચના આપી છે. આ વાયરસની સારવાર યોગ્ય સમયે લેવામાં આવે તો આશરે 5 થી 7 દિવસમાં દર્દી સાજા થઈ શકે છે.

Makhana : શિયાળામાં શેકેલા મખાના કયા સમયે ખાવા જોઈએ, નિષ્ણાતો પાસેથી જાણો
કાગળના બોક્સ પર છત્રીનું નિશાન કેમ દોરેલું હોય ? નહીં જાણતા હોવ તો પસ્તાશો
Vastu Tips : વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સીડી બનાવવી જોઈએ ?
Sprouts Benefits: નાસ્તામાં ફણગાવેલા મગ ખાવાથી થતા ફાયદા વિશે જાણો છો તમે ? અનેક રોગોમાં રામબાણ ઈલાજ
આજનું રાશિફળ તારીખ : 09-01-2025
રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ બનાવ્યા 'એબ્સ'

ગુજરાતમાં ડુંગરના બાળકનો પ્રથમ કેસ પોઝિટીવ આવ્યો હતો. જો કે બાળકને એકાદ દિવસમાં રજા અપાઈ શકે છે. મળતી માહિતી અનુસાર બાળકની હાલત અત્યારે સ્થિર છે. પરંતુ અમદાવાદમાં HMPV વાયરસનો કેસ આવતાની સાથે જ સિવિલ હોસ્પિટલમાં તૈયારી શરુ કરી દેવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં 15 બેડનો બોર્ડ શરુ કરવામાં આવ્યો છે. વોર્ડમાં દવાઓથી લઈ રિપોર્ટ કરવાના તમામ સાધનો ઉપલબ્ધ કરાયા છે.

શરદી – ઉધરસ વાળા બાળકનું કરાશે સર્વેલન્સ

આજે ગાંધીનગરમાં મુખ્ય સચિવની અધ્યક્ષતામાં મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી રાજ્યમાં નાના બાળકોની માહિતી અને તૈયારી પર સમીક્ષા કરવામાં આવશે.

HMPV વાયરસને લઈ સરકારની ગાઈડલાઈન જાહેર કરી છે. શરદી જેવા લક્ષણવાળા બાળકોનું સર્વેલન્સ કરવામાં આવશે. વાયરસના લક્ષણ દેખાય તો આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે. પ્રાઈવેટ ડોક્ટરને પણ દર્દીમાં વાયરસના લક્ષણ દેખાય તો જાણ કરવા સૂચના આપી છે. વાયરસથી બચવા માટે વધારે પડતુ પાણી પીવાની સલાહ આપવામાં આવી છે. તેમજ દર્દીને મોઢા ઉપર રુમાલ રાખવા અપીલ કરી છે. 2001થી HMPV વાયરસ ભારતમાં સક્રિય હોવાનું જણાવ્યું છે. તેમજ બાળકો અને વૃદ્ધોમાં વાયરસની વધુ અસર જોવા મળે છે. અમદાવાદ અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે તૈયારી હાથ ધરવામાં આવી છે.

Next Article