ઝઘડિયાના ટોઠીદરા નજીક નર્મદામાં 20 ટન વજનનું હિટાચી મશીન ઓપરેટર સાથે તણાયું, સ્થાનિક માછીમારો દ્વારા ઓપરેટરને બચાવી લેવાયો

|

Jul 26, 2021 | 5:18 PM

પૂનમની ભરતી અને વરસાદી પાણીના કારણે એકાએક જળ પ્રવાહ વધતા રેવા એ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. અચાનક પ્રવાહ વધતા ઓપરેટર સાથે 20600 કિલો એટલે કે 20 ટનનું મહાકાય હીટાચી મશીન નદીના ધસમસતા પ્રવાહમાં તણખલાની જેમ તણાવા લાગ્યું હતું.

ઝઘડિયાના ટોઠીદરા નજીક નર્મદામાં 20 ટન વજનનું હિટાચી મશીન ઓપરેટર સાથે તણાયું, સ્થાનિક માછીમારો દ્વારા ઓપરેટરને બચાવી લેવાયો
Hitachi was tense with the machine operator in the sand lease in the rushing stream

Follow us on

ભરૂચ(Bharuch) જિલ્લામાં આજે સવારથી જ વરસાદે જમાવટ કરી છે . સતત વરસી રહેલા વરસાદી ઝાપટાઓ()Heavy Rainfall)ના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની ઘટનાઓ સામે આવી રહી છે. પૂનમની ભરતી અને વરસાદની પાણીના કારણે નર્મદા(Narmada River)માં પણ અચાનક તેજ પ્રવાહ સર્જાયો હતો. ધસમસતા પ્રવાહમાં  હિટાચી મશીન ઓપરેટર સાથે તણાયું હતું

નર્મદા નદી કિનારે ઝઘડિયાના ટોઠીદરા ગામે એક હિટાચી મશીન દ્વારા નદીમાં ખનન(Sand mining) થઈ રહ્યું હતું. સોમવારે બપોર બાદ પૂનમની ભરતી અને વરસાદી પાણીના કારણે એકાએક જળ પ્રવાહ વધતા રેવા એ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. અચાનક પ્રવાહ વધતા ઓપરેટર સાથે 20600 કિલો એટલે કે 20 ટનનું મહાકાય હીટાચી મશીન નદીના ધસમસતા પ્રવાહમાં તણખલાની જેમ તણાવા લાગ્યું હતું. ઓપરેટરે બુમરાણ મચાવવા સાથે નજીક રહેલા અન્ય લોકો બસિગાવ માટે નદીમાં ઉતાર્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

આખરે સ્થાનિક માછીમારોએ મશીનના ઓપરેટરને બચાવી લીધો હતો. બીજી તરફ મશીને જળસમાધિ લીધી હતી. ઉલ્લેખનીય છે કે નર્મદા કિનારે નદીના પટમાંથી રેતી ખનનની પ્રક્રિયા વારંવાર વિવાદનું કારણ બને છે આજે આ દરમ્યાન મશીન ઓપરેટરનો જીવ જોખમમાં મુકાયો હતો

આજે સવારથી ભરૂચમાં વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. ભરૂચ – અંકલેશ્વર સહીત જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ પોતાની હાજરી નોંધાવી હતી. એક તરફ ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે તો બીજી તરફ વરસાદી પાણીના પ્રવાહમાં તણાયેલ મશીન ઓપરેટરની ઘટનાએ ચિંતાનું વાતાવરણ સર્જ્યું હતું.

Published On - 5:15 pm, Mon, 26 July 21

Next Article