Ahmedabad શહેરમાં પણ વરસાદ , વાતાવરણમાં ઠંડક પ્રસરી

|

Sep 22, 2021 | 1:50 PM

અમદાવાદ શહેરમાં સવારથી વાદળછાયું વાતાવરણ હતું. તેમજ ગત મોડી રાતથી અનેક વિસ્તારોમાં વરસાદના છૂટા છવાયા ઝાપટાં પણ પડ્યા હતા

Ahmedabad શહેરમાં પણ વરસાદ , વાતાવરણમાં ઠંડક પ્રસરી
Heavy rains begin in Ahmedabad city cooling the atmosphere( File Photo)

Follow us on

ગુજરાતમાં(Gujarat)  હવામાન વિભાગની(IMD) આગાહીના પગલે અમદાવાદ(Ahmedabad)  શહેરમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેમાં અમદાવાદ શહેરમાં સવારથી વાદળછાયું વાતાવરણ હતું. તેમજ ગત મોડી રાતથી અનેક વિસ્તારોમાં વરસાદના છૂટા છવાયા ઝાપટાં પણ પડ્યા હતા. અમદાવાદ શહેરમાં વરસાદ પડતાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની શરૂઆત થઈ છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ મેઘરાજાની મહેર યથાવત રહી શકે છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ પંચમહાલ, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં આજે અતિ ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ,વડોદરા, ખેડા આણંદ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો અહીં ભરૂચ નર્મદા અને સુરતમાં બુધવારે  ભારે વરસાદ પડી શકે છે

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

આ પણ વાંચો : ગુજરાત ભાજપે 8500 સર્વાઈકલ pap ટેસ્ટ માટેનો ગિનિસ રેકોર્ડ નોંધાવ્યો

આ પણ વાંચો :  ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે જાહેર કાર્યક્રમમાં કહી આ વાત, લોકોએ તેમને વધાવી લીધા

Published On - 1:09 pm, Wed, 22 September 21

Next Article