ગુજરાત ભાજપે 8500 સર્વાઈકલ pap ટેસ્ટ માટેનો ગિનિસ રેકોર્ડ નોંધાવ્યો

ગુજરાત ભાજપે 8500 સર્વાઈકલ pap ટેસ્ટ માટેનો ગિનિસ રેકોર્ડ નોંધાવ્યો છે.

ગુજરાત ભાજપે 8500 સર્વાઈકલ pap ટેસ્ટ માટેનો ગિનિસ રેકોર્ડ નોંધાવ્યો
Gujarat BJP Create Guinness World Record for 8500 cervical pap tests

ગુજરાત ભાજપે 8500 સર્વાઈકલ pap ટેસ્ટ માટેનો ગિનિસ રેકોર્ડ નોંધાવ્યો છે. જેમાં  ભાજપના પ્રદેશ ડોકટર સેલ અને મહિલા મોરચાના સંયુક્ત પ્રયત્નોના પરીણામે રાજ્યના મહાનગરોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિવસે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ના માર્ગદર્શનમાં મહિલાઓના ગર્ભાશયના મુખના કેન્સર નિદાન માટે 8500 થી વધુ પેપ-સ્મિઅર ટેસ્ટનું ટાર્ગેટ કરીને પરિપૂર્ણ કરવામાં આવેલ છે.

જે આજે એક વિશ્વ રેકોર્ડ થયેલ છે. કર્ણાવતી મહાનગરના તમામ 48 વોર્ડમાં 2600થી વધુ ટેસ્ટિંગનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.

આ એવોર્ડ બુધવારે બપોરે 3 : 30 વાગે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન અને યુનાટેડ બુક ઓફ વર્લ્ડ ઓફ બુક ઓફ રેકોર્ડ દ્વારા કમલમ ખાતે એનાયત કરવામાં આવશે. આ પ્રસંગે રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ અને ગુજરાત સહ પ્રભારી સુધીર ગુપ્તા પણ હાજર રહેશે

આ પણ  વાંચો : ગુજરાતમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આજે યથાવત રહેશે મેઘમહેર

આ પણ વાંચો : Panchmahal : જાંબુઘોડા તાલુકામાં આભ ફાટ્યું, નદીઓમાં ધોડાપૂર

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati