વરસાદને કારણે ઘટી શાકભાજીની આવક, ભાવમાં 30થી 35 ટકાનો તોતિંગ વધારો

|

Jul 28, 2019 | 10:56 AM

મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ છે. તેનાથી જનજીવન તો અસ્તવ્યસ્ત થયું છે. પરંતુ આ ભારે વરસાદની અસર ભોજનની થાળી પર પણ પડી રહી છે. કારણ એ છે કે, આ વરસાદમાં શાકભાજીના ટ્રકો અટવાયા છે. અને એટલે જ શાકભાજીના ભાવમાં થયો છે વધારો. ભારે વરસાદ આવી પણ અસર કરશે તેવી કલ્પના ઘણા ઓછો લોકોએ કરી […]

વરસાદને કારણે ઘટી શાકભાજીની આવક, ભાવમાં 30થી 35 ટકાનો તોતિંગ વધારો

Follow us on

મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ છે. તેનાથી જનજીવન તો અસ્તવ્યસ્ત થયું છે. પરંતુ આ ભારે વરસાદની અસર ભોજનની થાળી પર પણ પડી રહી છે. કારણ એ છે કે, આ વરસાદમાં શાકભાજીના ટ્રકો અટવાયા છે. અને એટલે જ શાકભાજીના ભાવમાં થયો છે વધારો.

ભારે વરસાદ આવી પણ અસર કરશે તેવી કલ્પના ઘણા ઓછો લોકોએ કરી હોય. પરંતુ મુશળધારે મોંઘવારી વધારી દીધી છે. મહારાષ્ટ્રમાં જળતાંડવ જેવી સ્થિતિ છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. આ સંજોગોમાં શાકભાજીના પાકને ખૂબ નુકસાન થયું છે. બીજી તરફ જે પાક થયો, તે વરસાદમાં અટવાઈ ગયો છે. પરિણામે શાકભાજીના ભાવમાં એક જ દિવસમાં 30થી 35 ટકાનો વધારો નોંધાયો છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ટામેટાનો ભાવ 35થી 40 પર પહોંચ્યો છે. તો ફુલાવર 14થી 19 રૂપિયે કિલો થયું છે. કોબીજનો ભાવ 28થી 30 રૂપિયે કિલો છે. તો કોથમીર 100થી 120. ગવાર 32થી 35 લીંબુ 32થી 37 રૂપિયે કિલો. આદુનો ભાવ 140થી 150 થયો છે. તો ભીંડા 25થી 30 રૂપિયે કિલો મળી રહ્યા છે.

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article