Hariprasad Swami Nidhan Live Updates: અક્ષરધામ નિવાસી હરિપ્રસાદ સ્વામીના પાર્થિવ દેહને સોખડા ધામમાં લાવવામાં આવ્યો, હરિભક્તો સ્વામીના અંતિમ દર્શન કરી શકશે
હરિપ્રસાદ સ્વામીના નિધન પર સીએમ વિજય રૂપાણી (CM Vijay Rupani)એ શોક વ્યક્ત કર્યો છે.. તેમમે હરિપ્રસાદ સ્વામીના દેહ વિલય અને પરમધામ ગમન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી

Hariprasad Swami Nidhan Live Updates: સોખડા (Sokhda)ના હરિપ્રસાદ સ્વામી (Hariprasad Swami) અક્ષરધામ નિવાસી થયા છે. તેમના નિધનથી હરિધામ શોકમાં સરી પડ્યું છે. સોમવારે મોડી રાત્રે 11 કલાકે 88 વર્ષની ઉંમરે અક્ષર નિવાસી થયા હોવાનું સાધુ પ્રેમસ્વરૂપદાસ મહારાજે જણાવ્યું હતું. 1 ઓગસ્ટના રોજ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આજથી 5 દિવસ માટે તેમનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે રખાશે. અલગ-અલગ પ્રદેશ માટે જુદા-જુદા દિવસે વ્યવસ્થા ગોઠવાઈ છે. અંતિમ દર્શન માટે આવનાર તમામે માસ્ક (mask) પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ (Social Distance) જાળવવું ફરજિયાત છે.
હરિપ્રસાદ સ્વામીના નિધન પર સીએમ વિજય રૂપાણી (CM Vijay Rupani)એ શોક વ્યક્ત કર્યો છે.. તેમમે હરિપ્રસાદ સ્વામીના દેહ વિલય અને પરમધામ ગમન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. CMએ કહ્યું કે- યુવાઓમાં વ્યસનમુક્તિ, શિક્ષા પ્રણાલીના પ્રચાર-પ્રસાર સાથે આધ્યાત્મિકતા અને સમાજ માટે સમર્પિત થવાનો સેવા ભાવ ઉજાગર કરવામાં પૂજ્ય હરિપ્રસાદ સ્વામીએ આજીવન સેવારત રહી આપેલું અમૂલ્ય યોગદાન સદાય અવિસ્મરણીય રહેશે.
યોગી ડિવાઇન સોસાયટીના સાધુ પ્રેમસ્વરૂપદાસ, સાધુ સંતવલ્લભદાસ, સાધુ ત્યાગ વલ્લભદાસ, વિઠ્ઠલદાસ પટેલ અને સેક્રેટરી અશોકભાઇના સંયુક્ત નિવેદનમાં જણાવ્યા મુજબ, યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મીય સમાજના પ્રાણધાર પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ આ પૃથ્વીની તેમની દિવ્ય યાત્રા પૂર્ણ કરીને 26 જુલાઇ રાત્રે 11 કલાકે સ્વતંત્ર થતાં અક્ષરધામમાં બિરાજી ગયા છે.
અનુપમ આત્મીયતા, અનેરી સરળતા, આગવી સહજતા, અનહદ સુહૃદભાવ અને અપ્રતિમ સાધુતાનું મૂર્તિમાન સ્વરૂપ એવા પરમ પૂજ્ય સ્વામીજીએ તેમની આ પૃથ્વીપટની પ્રભુપ્રેરિત યાત્રા દરિમયાન પ્રભુભક્તિ અને ગુરુભક્તિના અનોખા સમન્વયના દર્શન કરાવ્યા. તેઓની આધ્યાત્મિક્તાનો ઉજાસ સમગ્ર સમાજને પ્રકાશિત કરતો રહ્યો છે. તેઓની પ્રત્યક્ષ અનુપસ્થિતિના આ વિદાય હૃદયવિદારક સમયે સહુને બળ અને ધૈર્ય પ્રાપ્ત થાય તેવી પ્રભુચરણે-ગુરુહરિચરણે અંતરની પ્રાર્થના.
LIVE NEWS & UPDATES
-
Hariprasad Swami Nidhan Live Updates: આગામી પાંચ દિવસ સુધી મંદિરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે
Hariprasad Swami Nidhan Live Updates: હરિપ્રસાદ સ્વામીનું નિધન થયું છે.ત્યારે સ્વામીની પાર્થિવ દેહને પાંચ દિવસ સુધી હરિભક્તો અંતિમ દર્શન કરી શકે તે માટે મંદિરમાં રાખવામાં આવશે. અંતિમ દર્શન માટે પ્રદેશનો અલગ અલગ સમય રાખવામાં આવ્યો છે.અને આ માટે આગામી પાંચ દિવસ સુધી મંદિરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે.જેથી કોરોના પ્રોટોકોલનું યોગ્ય પાલન થઈ શકે.
-
Hariprasad Swami Nidhan Live Updates: આજે સંતો કરી શકશે હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન
Hariprasad Swami Nidhan Live Updates: સોખડાના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા છે.ત્યારે તેના પાર્થિવ દેહને પાંચ દિવસ સુધી અંતિમ દર્શન માટે મંદિરમાં રાખવામાં આવશે.આજે સંતો અને મહંતો હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન કરી શકશે. અને કાલથી હરિભક્તો સ્વામીના અંતિમ દર્શન કરી શકશે.ઉલ્લેખનીય છે કે,દર્શન માટે તમામ લોકોએ કોરોના નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.
-
-
અક્ષરધામ નિવાસી હરિપ્રસાદ સ્વામીના નશ્વર દેહને મંદિરે લવાયો
સોખડા (Sokhda)ના હરિપ્રસાદ સ્વામી (Hariprasad Swami) અક્ષરધામ નિવાસી થયા છે. તેમનો નશ્વર દેહને લોક દર્શનાર્થે સોખડા મંદિર ખાતે લવાયો છે. કોવિડ 19ની ગાઈડલાઈન સાથે અનુયાયીઓ અક્ષરધામ નિવાસી હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન કરી શકશે. આગામી 1 ઓગષ્ટના રોજ તેમની અંત્યેષ્ઠી વિધી કરાશે.
-
Hariprasad Swami Nidhan Live Updates: હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન કરવા માટે ઉમટ્યા હરિભક્તો
Hariprasad Swami Nidhan Live Updates: હરિપ્રસાદ સ્વામીના પાર્થિવ દેહ સોખડા હરિધામ જવા માટે રવાના થયો છે. ત્યારે હોસ્પિટલ બહાર હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી રહ્યા છે.આપને જણાવવું રહ્યું કે, હરિપ્રસાદ સ્વામીના પાર્થિવ દેહને સોખડા હરિધામમાં પાંચ દિવસ અંતિમ દર્શન કરવા માટે રાખવામાં આવશે અને 1 ઓગસ્ટના રોજ સ્વામીના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
-
Hariprasad Swami Nidhan Live Updates: હરિ પ્રસાદ સ્વામીનો પાર્થિવ દેહ સોખડા હરિધામ જવા રવાના
Hariprasad Swami Nidhan Live Updates: હરિ પ્રસાદ સ્વામીના પાર્થિવ દેહ સોખડા હરિધામ જવા રવાના થયો છે. હાલ, સોખડા હરિધામમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. હરિભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મંદિર પ્રશાશન દ્વારા તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
-
-
Hariprasad Swami Nidhan Live Updates: વડોદરાના મેયર સહિત પદાધિકારીઓ સોખડા હરિધામ પહોંચ્યા
Hariprasad Swami Nidhan Live Updates: ટુંક સમયમાં હરિપ્રસાદ સ્વામીના પાર્થિવ દેહને સોખડા હરિધામમાં લાવવામાં આવશે.ત્યારે વડોદરાના મેયર સહિત પદાધિકારો અગાઉથી જ સોખડા હરિધામ પહોંચ્યા છે. હાલ,મોટી સંખ્યામાં હરિભક્તો સ્વામીના અંતિમ દર્શન કરવા માટે રાહ જોઈ રહ્યા છે.
-
Hariprasad Swami Nidhan Live Updates: ટુંક સમયમાં હરિપ્રસાદ સ્વામીના પાર્થિવ દેહને સોખડા હરિધામ લાવવામાં આવશે
Hariprasad Swami Nidhan Live Updates: હરિપ્રસાદ સ્વામીના પાર્થિવ દેહને ટુંક સમયમાં સોખડા હરિધામ લાવવામાં આવશે.ટ્રાફિક વ્યવસ્થા ન ખોરવાય તે માટે પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, અગાઉથી નિર્ધારિત કરેલા માર્ગ પર જ પાર્થિવ દેહને સોખડા હરિધામ લાવવામાં આવશે.
-
Hariprasad Swami Nidhan Live Updates: આજે હરિધામ પરિવાર માટે અંતિમ દર્શનની કરાઈ વ્યવસ્થા
Hariprasad Swami Nidhan Live Updates: સોખડાના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા છે.ત્યારે તેમના પાર્થિવ દેહને પાંચ દિવસ સુધી હરિધામ ભક્તોને દર્શનનો લાભ આપવામાં આવશે. દર્શન માટે નિયમોનું પાલન કરવું જરૂરી છે.ઉપરાંત દર્શન માટે વધારે ભીડ એકઠી ન થાય એ માટે દર્શન કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન કાર્યક્રમ
28 જુલાઈ-સવારે 8 થી 10
પ્રદેશ-કુષ્ણજી પ્રદેશ ,જ્ઞાન યજ્ઞ પ્રદેશ,સેવાયજ્ઞ
28 જુલાઈ-સાંજે 4 થી 8
પ્રદેશ-આત્મીય પ્રદેશ,યોગી સૌરભ યજ્ઞ પ્રદેશ,ભગતજી પ્રદેશ
29 જુલાઈ-સવારે 8 થી 12
પ્રદેશ-ઘનશ્યામ પ્રદેશ,સંત સૌરભ પ્રદેશ,સહજાનંદ પ્રદેશ,દક્ષિણ ભારત
29 જુલાઈ-બપોરે 12 થી 4
પ્રદેશ-શ્રી હરિ પ્રદેશ,નારાયણ પ્રદેશ,ધર્મ શક્તિ પ્રદેશ,સુનૃત પ્રદેશ
30 જુલાઈ-સવારે 8 થી 12
પ્રદેશ-હરિવંદન પ્રદેશ,સુહદ પ્રદેશ,હરિકુષ્ણ પ્રદેશ
30જુલાઈ-બપોરે 12 થી 8
પ્રદેશ-ગુણાતીત પ્રદેશ,ભૂલકૂ પ્રદેશ,શ્રીમહારાજ પ્રદેશ,પંજાબ મંડળ
31 જુલાઈ
સંતો,મહંતો,મહાનુભાવો,મહેમાનો અને ગુણાતિત સમાજના ભક્તો
-
Hariprasad Swami Nidhan Live Updates: હરિપ્રસાદ સ્વામીનું જવું એ મોટી ખોટ- નીતિન પટેલ
Hariprasad Swami Nidhan Live Updates: હરિપ્રસાદ સ્વામીના નિધન પર સીએમ વિજય રૂપાણીએ શોક વ્યક્ત કર્યો છે.. તેમણે હરિપ્રસાદ સ્વામીના દેહ વિલય અને પરમધામ ગમન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે..CMએ કહ્યું કે- યુવાઓમાં વ્યસનમુક્તિ, શિક્ષા પ્રણાલીના પ્રચાર-પ્રસાર સાથે આધ્યાત્મિકતા અને સમાજ માટે સમર્પિત થવાનો સેવા ભાવ ઉજાગર કરવામાં પૂજ્ય હરિપ્રસાદ સ્વામીએ આજીવન સેવારત રહી આપેલું અમૂલ્ય યોગદાન સદાય અવિસ્મરણીય રહેશે. તો ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પણ શ્રદ્ધાંજલી આપતા જણાવ્યુ હતું કે હરિપ્રસાદ સ્વામીનું જવુ એ મોટી ખોટ
-
Hariprasad Swami Nidhan Live Updates: વડોદરાનાં સાંસદ રંજનબેન ભટ્ટે ટ્વીટ કરી જણાવ્યું કે સ્વામીજી આપણા સૌના હ્યદયસ્થ રહી આપણને ધર્મનો માર્ગ બતાવતા રહે
Hariprasad Swami Nidhan Live Updates: વડોદરાનાં સાંસદ રંજનબેન ભટ્ટે ટ્વીટ કરી જણાવ્યું કે સ્વામીજી આપણા સૌના હ્યદયસ્થ રહી આપણને ધર્મનો માર્ગ બતાવતા રહે
દાસ ના દાસનું અનંતની સફરે પ્રયાણ..
યોગી ડીવાઈન સોસાયટી ના પ્રણેતા તથા યોગીજી મહારાજ ના શિષ્ય પરમ પુજ્ય હરિપ્રસાદ સ્વામીજી ના નિર્વાણ ના સમાચાર જાણી દુ:ખી છું.
સ્વામીજી આપણા સૌના હ્યદયસ્થ રહી આપણને ધર્મનો માર્ગ બતાવતા રહે એજ એમના પાસે પ્રાર્થના.
જય સ્વામીનારાયણ@iHaridham pic.twitter.com/IK4GgHjurL
— Ranjan Bhatt (MP) (@mpvadodara) July 26, 2021
-
Hariprasad Swami Nidhan Live Updates: હરિપ્રસાદ સ્વામીનાં નિધનનાં પગલે ભક્તો શોકમાં ગરકાવ
Hariprasad Swami Nidhan Live Updates: અનુપમ આત્મીયતા, અનેરી સરળતા, આગવી સહજતા, અનહદ સુહૃદભાવ અને અપ્રતિમ સાધુતાનું મૂર્તિમાન સ્વરૂપ એવા પરમ પૂજ્ય સ્વામીજીએ તેમની આ પૃથ્વીપટની પ્રભુપ્રેરિત યાત્રા દરિમયાન પ્રભુભક્તિ અને ગુરુભક્તિના અનોખા સમન્વયના દર્શન કરાવ્યા. તેઓની આધ્યાત્મિક્તાનો ઉજાસ સમગ્ર સમાજને પ્રકાશિત કરતો રહ્યો છે. તેઓની પ્રત્યક્ષ અનુપસ્થિતિના આ વિદાય હૃદયવિદારક સમયે સહુને બળ અને ધૈર્ય પ્રાપ્ત થાય તેવી પ્રભુચરણે-ગુરુહરિચરણે અંતરની પ્રાર્થના.
-
Hariprasad Swami Nidhan Live Updates: હરિપ્રસાદ સ્વામી થયા અક્ષર નિવાસી, જાણો શું કહ્યું મંદિર પ્રશાસને
Hariprasad Swami Nidhan Live Updates: હરિપ્રસાદ સ્વામિનાં નિધન બાદ ભક્તજનો શોકમાં સરી પડ્યા છે. સોમવારે મોડી રાત્રે 11 કલાકે 88 વર્ષની ઉંમરે અક્ષર નિવાસી થયા હોવાનું સાધુ પ્રેમસ્વરૂપદાસ મહારાજે જણાવ્યું હતું. 1 ઓગસ્ટના રોજ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે..આજથી 5 દિવસ માટે તેમનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે રખાશે. અલગ-અલગ પ્રદેશ માટે જુદા-જુદા દિવસે વ્યવસ્થા ગોઠવાઈ છે. અંતિમ દર્શન માટે આવનાર તમામે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ફરજિયાત છે.
-
Hariprasad Swami Nidhan Live Updates: મુખ્યપ્રધાન વિજય રૂપાણી એ ટ્વીટ કરીને પાઠવી શ્રદ્ધાંજલી, ગુરૂહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના અક્ષરનિવાસી થયાના સમાચાર સાંભળી શોકમગ્ન
Hariprasad Swami Nidhan Live Updates: હરિપ્રસાદ સ્વામીજીનાં નિધન પર મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વીટ કર્યું હતું કે હરિધામ સોખડા યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ પ્રગટ બ્રહ્મસ્વરૂપ ગુરૂહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના અક્ષરનિવાસી થયાના સમાચાર સાંભળી શોકમગ્ન છું
હરિધામ સોખડા યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ પ્રગટ બ્રહ્મસ્વરૂપ ગુરૂહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના અક્ષરનિવાસી થયાના સમાચાર સાંભળી શોકમગ્ન છું. @iHaridham pic.twitter.com/TR5N51q6Vu
— Vijay Rupani (@vijayrupanibjp) July 27, 2021
Published On - Jul 27,2021 7:14 PM





