AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડતાલ મંદિરમાં બે કલાકમાં હરિભક્તોએ 25 કરોડનું દાન આપ્યું ,ગોમતી કિનારે શ્રીજી મહારાજની પ્રસાદીનું સંગ્રહાલય બનાવાશે

વડતાલમાં અલૌકિક અક્ષરભુવનમાં શ્રીજી મહારાજની ૨૦૦ વર્ષ જુની પ્રસાદીની વસ્તુઓ આધુનીક ટેકનોલોજીથી ડીસપ્લે કરવામાં આવશે સાથે સાથે ઓડિયો વીડીયો પ્રદર્શની પણ પ્રસ્તુત થશે.

વડતાલ મંદિરમાં બે કલાકમાં હરિભક્તોએ 25 કરોડનું દાન આપ્યું ,ગોમતી કિનારે શ્રીજી મહારાજની પ્રસાદીનું સંગ્રહાલય બનાવાશે
Vadtal Swaminaryan temple
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Nov 21, 2021 | 4:56 PM
Share

ગુજરાતમાં (Gujarat) શ્રી સ્વામિનારાયણ(Swaminarayan)સંપ્રદાયના તીર્થધામ વડતાલ (Vadtal)ગોમતી કિનારે કરોડોના ખર્ચે આકાર પામનાર અલૌકીક અક્ષરભુવન (Museaum)નું કાર્તિકી પુનમના રોજ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા જ્ઞાનજીવન સ્વામી કુંડળ , ચેરમેન શ્રીદેવપ્રકાશ સ્વામી નૌતમપ્રકાશ સ્વામી ,વિષ્ણુ સ્વામી અથાણાવાળા , મુખ્ય કોઠારી ડો સંત સ્વામી – વડતાલ સંપ્રદાયના વરિષ્ઠ સંતોના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

આ નૂતન અક્ષરભુવનમાં ભગવાનશ્રી સ્વામિનારાયણની ૨૦૦ વર્ષ જુની પ્રસાદીની વસ્તુઓ, આધુનીક ટેકનોલોજીથી ડીસપ્લે કરવામાં આવશે.

અક્ષરભુવનમાં શ્રીજી મહારાજની ૨૦૦ વર્ષ જુની પ્રસાદીની વસ્તુઓ  ડીસપ્લે  કરાશે 

આગામી સમયમાં મુખ્ય શિલાન્યાસ મહોત્સવ યોજાશે. ભૂમિપૂજન સમયે ફક્ત બે કલાકમાં સંતો હરિભક્તોએ રૂા. ૨૫ કરોડની લખણી કરાવી હતી. આ અલૌકિક અક્ષરભુવનમાં શ્રીજી મહારાજની ૨૦૦ વર્ષ જુની પ્રસાદીની વસ્તુઓ આધુનીક ટેકનોલોજીથી ડીસપ્લે કરવામાં આવશે સાથે સાથે ઓડિયો વીડીયો પ્રદર્શની પણ પ્રસ્તુત થશે.

આ અક્ષરભુવનમાં ઓડિયો-વીડીયો, પ્રદર્શની પણ પ્રસ્તુત કરવામાં આવશે. તેમ મંદિરના કોઠારી ડો.સંતવલ્લભદાસજીએ જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે હાલ વડતાલ મંદિરના પટાંગણમાં અક્ષર ભુવન આવેલ છે જેમા ભગવાન શ્રીહરિની પ્રસાદીની વસ્તુઓ હરિભક્તોના દર્શનાર્થે મુકવામાં આવેલ છે.

ગોમતી કિનારે કરોડોના ખર્ચે અલૌકિક અક્ષરભુવન બનશે 

આગામી સમયમાં ગોમતી કિનારે કરોડોના ખર્ચે અલૌકિક અક્ષરભુવન (મ્યુઝીયમ) આકાર પામનાર છે. જેનું કાર્તિકી પુનમના રોજ આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ ચેરમેન પૂ.દેવપ્રકાશશ સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ શા.નૌતમપ્રકાશદાસ, પૂ.જ્ઞાનજીવનસ્વામી (કુંડળધામ) પૂ.ધર્મપ્રસાદસ્વામી, પૂ.વિષ્ણુપ્રકાશ સ્વામી (અથાણાવાળા) પૂ.કે.કે.શાસ્ત્રી, ટ્રસ્ટી સભ્ય બ્રહ્મચારી પ્રભુનાનંદજી, પાર્ષદ ઘનશ્યામભગત તથા ટ્રસ્ટી સભ્યોના વરદહસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

ઓડિયો વીડીયો પ્રદર્શની પણ પ્રસ્તુત થશે

આગામી સમયમાં મુખ્ય શિલાન્યાસ મહોત્સવ યોજાશે. ભૂમિપૂજન સમયે ફક્ત બે કલાકમાં સંતો હરિભક્તોએ રૂા. ૨૫ કરોડની લખણી કરાવી હતી. આ અલૌકિક અક્ષરભુવનમાં શ્રીજી મહારાજની ૨૦૦ વર્ષ જુની પ્રસાદીની વસ્તુઓ આધુનીક ટેકનોલોજીથી ડીસપ્લે કરવામાં આવશે સાથે સાથે ઓડિયો વીડીયો પ્રદર્શની પણ પ્રસ્તુત થશે.

સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો માટે અનોખુ નજરાણું

સંપ્રદાયના સંતો-હરિભક્તોએ અક્ષરભવનમાં મુકવા માટે પ્રસાદીની વસ્તુઓ જેમા માળા, બેરખો, ચરણાવિંદ, ભગવાનનૂ મૂર્તિઓ, ભગવાનના વસ્ત્રો, ખડિયો-કલમ વિગેરે અર્પણ કરી છે. શ્રીહરિની હજ્જારો પ્રસાદીની વસ્તુઓ જુના અક્ષરભુવનમાં પધરાવી છે. તે પણ પધરાવવામાં આવશે. આ તૈયાર થનાર નૂતન અલૌકિક અક્ષરભુવન (મ્યુઝીયમ) સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો માટે અનોખુ નજરાણું બની રહેશે.

સ્વામિનારાયણ મંદિરમાં તા.૧૩મીથી ઉજવાઇ રહેલા કાર્તિકી સમૈયાની પૂર્ણાહુતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના સાંનિધ્યમાં યોજાઇ હતી. શુક્રવારે દેવદિવાળીએ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. આ પ્રસંગે આચાર્ય મહારાજશ્રી સહિત સંપ્રદાયના વડીલો સંતોએ આર્શીવચન પાઠવ્યા હતા.

આ પણ વાંચો : Ahmedabad: હવે પોલીસ સ્ટેશનમાં પણ કોર્પોરેટ સુવિધા! સ્વાગત કક્ષથી લઈને ફીડબેક સુધીની થશે ગોઠવણ

આ પણ વાંચો : GUJARAT : રાજ્યમાં સોમવાર 22 નવેમ્બરથી શરૂ થશે ધોરણ-1 થી 5ના ઓફલાઈન વર્ગો

ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
g clip-path="url(#clip0_868_265)">