પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાને પગલે રાજકારણ ગરમાયુ, હાર્દિક પટેલે AAPને ગણાવી ‘અરાજક’

|

May 30, 2022 | 11:38 AM

હાર્દિકે (Hardik Patel) ટ્વિટમાં આપ પર પ્રહારો કરતા લખ્યુ કે,'પંજાબના મુખ્યમંત્રી અને દિલ્હીથી આમ આદમી પાર્ટીની પંજાબ સરકાર ચલાવનારા લોકોએ વિચારવું પડશે કે શું તેઓ પંજાબને દર્દ આપવા કોંગ્રેસ જેવી બીજી પાર્ટી બનવા માગે છે કે ખરેખર લોકો માટે કંઈક કરવા માગે છે.'

પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાને પગલે રાજકારણ ગરમાયુ, હાર્દિક પટેલે AAPને ગણાવી અરાજક
Hardik Patel lashes out AAP

Follow us on

Gujarat : પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની (Singer Sidhu Moose Wala) ગોળી મારી હત્યાને લઈને રાજકારણ ગરમાયું છે. પંજાબની આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકાર હાલ સવાલોમાં ઘેરાઈ છે, ત્યારે ગુજરાતમાં પણ રાજકારણ ગરમાયું છે. હાર્દિક પટેલે(Hardik Patel)  પંજાબની આમ આદમી પાર્ટી પર ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાને લઈને આકરા પ્રહારો કર્યા છે.હાર્દિક પટેલે ટ્વીટ(Tweet)  કરી લખ્યું છે કે, ‘કોઈ પણ રાજ્ય અરાજક હાથમાં જાય તે કેટલું ઘાતક છે, પંજાબને તેનો  એક ખૂબ જ દુઃખદ ઘટના સાથે અહેસાસ થયો.થોડા દિવસો પહેલા આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી અને આજે પ્રખ્યાત યુવા કલાકાર સિદ્ધુ મૂસાવાલેની ઘાતકી હત્યા મહત્વના સવાલો ઉભા કરી રહી છે.’

હાર્દિકે બીજા ટ્વિટમાં આપ પર પ્રહારો કરતા લખ્યુ કે,”પંજાબના મુખ્યમંત્રી અને દિલ્હીથી આમ આદમી પાર્ટીની પંજાબ સરકાર (Punjab Government) ચલાવનારા લોકોએ વિચારવું પડશે કે શું તેઓ પંજાબને દર્દ આપવા કોંગ્રેસ જેવી બીજી પાર્ટી બનવા માગે છે કે ખરેખર લોકો માટે કંઈક કરવા માગે છે…સિદ્ધુ મુસેવાલાને મારી શ્રદ્ધાંજલિ.”

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

માનસાના જવાહર ગામમાં મુસેવાલા પર હુમલો

ઉલ્લેખનીય છે કે, પંજાબના મશહુર ગાયકની ગઈ કાલે માનસાના જવાહર ગામમાં કેટલાક અજાણ્યા લોકોએ ગોળી મારી હતી. જે બાદ સિદ્ધુ મુસેવાલા ગંભીર રીતે ઘાયલ થયો હતો.જેથી તેને સારવાર અર્થ માનસા જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે તેના મોતની પુષ્ટિ કરી હતી.

ગયા વર્ષે કોંગ્રેસમાં જોડાયા હતા

માનસા જિલ્લાના ગામ મુસાના રહેવાસી સિદ્ધુ મુસેવાલા ગયા વર્ષે નવેમ્બરમાં કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસે તેમને માનસા વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી હતી. ઉલ્લેખનીય છે કે પંજાબ સરકારે પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલા સહિત કુલ 424 લોકોની સુરક્ષા પાછી ખેંચી લીધાના એક દિવસ બાદ આ હત્યાનો મામલો સામે આવ્યો છે. ગયા મહિને સિદ્ધુએ પોતાના ગીત ‘બલી કા બકરા’માં આમ આદમી પાર્ટી અને તેના સમર્થકો પર નિશાન સાધ્યું હતું, ત્યાર બાદ વિવાદ છેડાઈ ગયો હતો. ગાયકે પોતાના ગીતમાં AAP સમર્થકોને ‘દેશદ્રોહી’ અને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યા હતા.

Next Article