લોકસભા ચૂંટણીના સાતમા અને તબક્કાનું મતદાન 1 જૂને પૂર્ણ થયુ છે. હવે દેશની 543 લોકસભા બેઠકો માટે 4 જૂને પરિણામ આવશે, જેમા PM મોદી સહિતના દિગ્ગજોની કિસ્મતનો ફેંસલો થશે. 1 જૂને સાંજે દેશમાંથી લેવાયેલા એક્ઝિટ પોલના જે પ્રમાણે આંકડા સામે આવ્યા છે તે મુજબ દેશમાં સતત ત્રીજીવાર ભાજપની સરકાર બનવા જઈ રહ્યા છે. જેમા NDAને 346 બેઠકો મળતી જોવા મળી રહી છે. ગુજરાતના ચકચારી અગ્નિકાંડની ઘટનામાં ગેમઝોનનું લાયસન્સ ઈશ્યુ કરનારનું નામ ખૂલતા અનેક સવાલ ઉઠ્યા છે. રાજકોટ ગેમ ઝોનનું લાયસન્સ વર્તમાન પીઆઈ ડી.એમ હીરપરાએ ઈશ્યુ કર્યુ હોવાનુ સામે આવ્યુ છે.
વિરમગામ નર્મદા કેનાલમાં નાહવા પડેલ 2 યુવક ડુબ્યા છે. વિરમગામ પાસેથી પસાર થઈ રહેલ સૌરાષ્ટ્ર શાખાની નર્મદાની મુખ્ય કેનાલમાં આ ઘટના બની છે. વિરમગામ નગરપાલિકા ફાયર ટીમ અને રૂરલ પોલીસ ઘટનાસ્થળે ડૂબેલા યુવાનોની શોધખોળ કરી રહ્યું છે. રેલવે ટ્રેક પર દોરડુ બાંધીને નાહવા પડ્યા હતા.
અમુલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આવતીકાલ સવારથી અમલમાં આવે તે રીતે અમૂલે વિવિધ દૂધના ભાવમાં વધારો કર્યો છે. અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ અને અમૂલ ટી સ્પેશયલ સહીતના વિવિધ દૂધની વેચાણ કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં આજે સુરેન્દ્રનગરમાં સૌથી વઘુ ગરમી નોંધાઈ છે. ગરમીના પ્રમાણમાં બીજા નંબરે અમદાવાદ રહ્યું છે. સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ જઈને અટક્યો છે તો અમદાવાદમાં 42 ડિગ્રી ગરમી નોંધાઈ છે. ગાંધીનગરમાં 41.5 ડિગ્રી તો રાજકોટમાં 40.5 ડિગ્રી ગરમી નોંધાઈ છે.
રાજકોટના ક્રિસ્ટલ મોલમાં વર્ષોથી ધમધમતા ડીમાર્ટને બંધ કરાવાયું છે. ફાયર NOC હોવા છતાં, અનધિકૃત હોવાથી કાર્યવાહી કરાઈ છે. રાજકોટના કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલમાં આશરે 12 વર્ષ કરતા વધુ સમયથી ડીમાર્ટ ધમધમતું હતું. આ ડીમાર્ટ બેઝમેન્ટમાં હોવાને કારણે અગાઉ અનેકવાર ગેરકાયદે હોવાની રજૂઆતો થઈ હતી. પરંતુ કોઈ કાર્યવાહી કરાઈ નહોતી. જોકે TRP અગ્નિકાંડ બાદ તંત્રએ ફાયર NOC તેમજ BU પરમિશન વિનાના એકમો સીલ કરવાનું શરૂ કર્યું છે. જે અંતર્ગત ફાયર NOC હોવા છતાં અનધિકૃત હોવાથી ડીમાર્ટ બંધ કરાવી દેવામાં આવ્યું છે. અન્ય ફાયર NOC તેમજ BU સર્ટિફિકેટ વિનાની મિલકતો સીલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
વડોદરાના કરજણના નારેશ્વર નર્મદા નદીમાં 2 કિશોર ડૂબ્યા હોવાની વિગતો સાંપડી રહી છે. કરજણના રારોદ ગામેથી 6 કિશોર નાહવા માટે આવ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. જે પૈકીના હર્ષિલ વસાવા ઉ.વ.20, પિયુષ વસાવા ઉ.વ.17 નદીના પાણીમાં ગરકાવ થયા હતા. આ ઘટનાને પગલે, કરજણ પોલીસે નર્મદા નદીમાં નાહવા પડેલા તમામ લોકોને બહાર કાઢી કિનારો ખાલી કરાવ્યો હતો. જ્યારે ડૂબેલા બન્ને યુવાનોની શોધખોળ હાથ ધરી છે.
નૈઋત્યનુ ચોમાસુ કેરળથી આજે ઉત્તર તરફ આગળ વધ્યું છે. નૈઋત્યનુ ચોમાસુ ગત 30મી મેના રોજ કેરળમાં બેસી ગયું હતું. બે દિવસમાં સમગ્ર કેરળને આવરી લઈને, નૈઋત્યનુ ચોમાસુ કર્ણાટક, આંધ્રપ્રદેશના દક્ષિણ ભાગમાં પ્રવેશ્યું છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તિહાર જેલમાં સરેન્ડર કર્યું છે. 10 મેના રોજ સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને લોકસભા ચૂંટણી માટે 21 દિવસ માટે જામીન આપ્યા હતા. આજે જેલમાં જતા પહેલા કેજરીવાલ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા રાજઘાટ પહોંચ્યા હતા. આ પછી તેમણે કનોટ પ્લેસ સ્થિત હનુમાન મંદિરની પણ મુલાકાત લીધી હતી.
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઘડા ગામે એક દિપડાએ મહીલા પર હુમલો કરીને ઈજાગ્રસ્ત કર્યા છે. વહેલી સવારે ખેતરમાં કામ કરવા ગયેલ મહિલા પર કર્યો દિપડાએ હુમલો કર્યો હતો. જો કે, મહિલાએ દીપડાનો સામનો કરીને તેને ભગાડી મૂક્યો હતો. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ છે. જ્યારે હુમલો કરીને જંગલ તરફ ભાગી છુટેલા દીપડા માટે વન વિભાગે જતવીજ હાથ ધરી છે.
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના સંચાલકો દ્વારા કરાયેલ ગેરકાયદે બાંધકામને લઈને મોટો ખુલાસો થયો છે. RMCની ટાઉન પ્લાનિંગ શાખા અને એમ ડી સાગઠીયાની વરવી ભૂમિકાનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. જે મુજબ ટીપી શાખાના રજીસ્ટરમાં ગેરકાયદે બાંધકામને તોડી પાડવા ફાઈનલ નોટિસ આપવામાં આવી હોવાનો ઉલ્લેખ કરાયો છે. બાંધકામને તોડી પાડવા માટે ગેમ ઝોનના સંચાલક યુવરાજસિંહ સોલંકીના નામે ફટકારવામાં આવી હતી નોટીસ. બાંધકામ તોડવા માટેની નોટિસ હોવા છતાં પણ TP શાખા દ્વારા કોઈ કાર્યવાહી ના થઈ. બાંધકામ તોડી પાડવાની સ્પષ્ટ સૂચના હોવા છતાં પણ TPO ATPO ની રહેમ નજર હેઠળ ધમધમી રહ્યું હતું ટીઆરપી ગેમ ઝોન.
અમદાવાદમાં ફાયર NOC ને પાત્ર તમામ ઇમારતોના પ્રવેશદ્વાર પર NOCની વિગત વાળું બોર્ડ લગાવવું પડશે. અમદાવાદ મહાનગરપાલિકાએ આદેશ કર્યો છે કે, જે ઈમારતો ફાયર એનઓસી ધરાવવા પાત્ર હોય તે તમામ ઈમારતોએ તેમના મુખ્ય પ્રવેશદ્વાર પર સૌ કોઈ જઈ શકે અને વાંચી શકે તેવી સ્થિતિમાં ફાયર એનઓસીને લગતી વિગતો સાથેનું બોર્ડ લગાવવું પડશે. જેમાં ફાયર NOC નંબર, ફાયર NOC ઇસ્યુ કરાયેલ તારીખ અને ફાયર NOC જે તારીખે સમાપ્ત થતુ હોય તે તારીખ દર્શાવવી પડશે.
ગુજરાતમાં કોંગ્રેસ 4થી 5 બેઠકો જીતતી હોવાનો પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે દાવો કર્યો છે. ગુજરાતની 12 બેઠકો પર કાંટે કી ટક્કર હોવાનુ શક્તિસિંહે જણાવ્યુ છે. AAP ગઠબંધનની ભરૂચ બેઠક પર પણ ટક્કરની સ્થિતિ હોવાનુ જણાવ્યુ છે.
સુરતમાં પોલીસે અસાજિક તત્વો સામે લાલ આંખ કરી છે ઉધના વિસ્તારમાં અસામાજીક તત્વો બેફામ બનતા પોલીસે ઉધના BRC વિસ્તારમાં જાહેરમાં સરઘસ કાઢી અસામાજિક તત્વોને ઠેકાણે પાડ્યા હતા,પોલીસે તોફાન કરનાર તત્વોને ઝડપી પાડી જાહેરમાં માફી મંગાવી હતી અને જાહેરમાં લઇ જઇને કાયદાનું ભાન કરાવ્યું હતું
સુરેન્દ્રનગરના લીંબડીના નાની કઠેચી ગામે બે જુથ વચ્ચે અથડામણ થઈ. જેમાં એકબીજા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. આ મારામારીમાં 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
પાણશીણા પીલીસે ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
હવામાન વિભાગે ચોમાસાને લઈ મહત્વપૂર્ણ માહિતી આપી છે. ગુજરાતમાં બે દિવસ વહેલું ચોમાસું પહોંચી શકે છે. આવતા અઠવાડિયાથી રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. તો ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે રાજ્યમાં આ વર્ષે ચોમાસું સારું રહેવાનું અનુમાન છે. આગામી સમયમાં આગામી સમયમાં ભારે પવન ફૂંકાવાની શકયતા છે.
અમદાવાદઃ રાજકોટના અગ્નિકાંડ બાદ અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનરે આદેશ મોટો નિર્ણય કર્યો છે. હોસ્પિટલો, શાળા કોલેજો, મોલ અને હોલ પાર્ટી પ્લોટમાં ફાયર NOCનું બોર્ડ દર્શાવવું પડશે. મોટી સંખ્યામાં જ્યાં લોકો ભેગા થતા હોય તેવા સ્થળે NOC ફરજિયાત થશે. ગોડાઉન, એરપોર્ટ, રેલવે, બસસ્ટેન્ડ, હાઈરાઈઝ બિલ્ડિંગમાં હવે બોર્ડ લગાવવા પડશે.
અમદાવાદમાં ગઈકાલે શનિવારે એક 17 વર્ષના કિશોરે એક સગીર યુવતીને ફોર્ચ્યુનર કારથી ટક્કર મારી હતી. મલાવ તળાવ પાસે બેફામ સ્પીડમાં આવી રહેલી ફોર્ચ્યુનરે સગીર યુવતીને અડફેટે લેતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. આ 16 વર્ષિય તરૂણીનું સારવાર દરમિયાન મોત થયુ છે. હાલ ટ્રાફિક પોલીસ આરોપી કિશોરના ભાઈ અને પિતા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. કાર માલિક નિલેશ ભરવાડ અને પિતા સામે ગુનો દાખલ કરાયો છે.
મહેસાણામાં વોટરપાર્કમાં ભંગારના રૂમમાં આગ લાગી છે. ઉંઝા હાઈવે પર બ્લીસ વોટરપાર્કમા સ્ટોરેજ રૂમમાં પડેલા ભંગારમાં આગ લાગી હતી. હાલ આગ પર કાબુ કરી લેવામાં આવ્યો છે.
રાજકોટ અગ્નિકાંડ બાદ સુરતનું તંત્ર ફુલ એક્શન મોડમાં જોવા મળ્યુ છે. તંત્રએ છેલ્લા 8 દિવસમાં કાર્યવાહી હાથ ધરી 836 મિલકતો સીલ કરી છે. BU પરમિશન અને ફાયર NOC વગરની મિલકત સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈકાલે જ પાલિકાએ 12 શાળા, 12 હોસ્પિટલ,20 કારખાના સીલ કર્યા છે. મોલ રેસ્ટોરન્ટથી લઈને હોસ્પિટલ, શાળા, ક્લાસિસને સીલ કરતા હડકંપ મચ્યો છે.
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે વધુ એક ચોંકાવનારો મોટો ખૂલાસો થયો છે. વર્તમાન PI ડીએમ હિરપરાએ ગેમઝોનનું લાયસન્સ ઈશ્યુ કર્યુ હતુ. TV9 પાસે આ લાયસન્સની કૉપી સહિતના પુરાવા છે. TRP ગેમ ઝોનના સંચાલક ધવલ ઠક્કરે 1 જાન્યુઆરીએ રીન્યુ અરજી કરી હતી, આ અરજી બાદ PI હિરપરાએ લાયસન્સ રીન્યુ કરી આપ્યું હતું અને ‘ધવલ કોર્પોરેશન’ના લાયસન્સ ઇસ્યુ થયું હતુ. આ સમગ્ર ઘટનાક્રમ બાદ પોલીસ વિભાગના કોઈ અધિકારીને સસ્પેન્ડ ન કરાતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. પીઆઈ હિરપરા સામે પગલાં ન લેવાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. હજુ પણ તાલુકા પોલીસ સ્ટેશનમાં પીઆઈ હિરપરા ફરજ બજાવી રહ્યા છે.
રાજકોટ અગ્નિકાંડમાં TRP ગેમઝોનના સ્ટ્રક્ચર મામલે મોટો ખૂલાસો થયો છે. TRP ગેમઝોનનું સ્ટ્રકચર બનાવામાં મુખ્ય રોલ રાહુલ રાઠોડનો હોવાનું સામે આવ્યું છે. રાહુલ રાઠોડ અને તેનો પરિવાર ફેબ્રિકેશનના વ્યવસાય સાથે જોડાયેલો છે. રાહુલ રાઠોડ અને અન્ય માણસોએ સાથે મળીને ગેમઝોનનું સ્ટ્રકચર બનાવ્યું હતું. આ ગેમઝોનના સ્ટ્રકચરમાં મોટા પ્રમાણમાં એલ્યુમિનિયમનો ઉપયોગ થયાની શક્યતા છે. પોલીસ દ્વારા હાલ FSL રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. લોખંડ કરતા એલ્યુમિનિયમ સહેલાઈથી પીગળી જાય છે, જે પ્રમાણે આગ લાગી હતી તેને જોતા સ્ટ્રક્ચરમાં વધુ પ્રમાણમાં એલ્યુમિનિયમ હોવાની શક્યતા નકારી ન શકાય. સ્ટ્રક્ચર બનાવનાર રાહુલ રાઠોડ હાલ રિમાન્ડ હેઠળ પોલીસ કસ્ટડી માં છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજથી આગામી 5 દિવસ ગુજરાતમાં તાપમાન યથાવત રહેશે. હવામાન વિભાગની આગાહી અનુસાર અરબ સાગરમાંથી ભેજ આવતા બફારો રહેવાની શક્યતા છે. આગામી દિવસોમાં ગુજરાતમાં 25થી 30 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે.
Published On - 11:04 am, Sun, 2 June 24