રાજ્યમાં વધુ એક માવઠુ થવાની અંબાલાલ પટેલે કરી આગાહી, 5 થી 7 મે દરમિયાન રાજ્યના આ જિલ્લાઓમાં હવામાનમાં આવશે પલટો- Video

હવામાન નિષ્ણાંત અને આગાહીકાર અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી વધુ એક માવઠુ થવાની આગાહી કરી છે. રાજ્યમાં 5 થી 7 મે દરમિયાન હવામાનમાં પલટો આવી શકે છે. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી શકે છે.

રાજ્યમાં વધુ એક માવઠુ થવાની અંબાલાલ પટેલે કરી આગાહી, 5 થી 7 મે દરમિયાન રાજ્યના આ જિલ્લાઓમાં હવામાનમાં આવશે પલટો- Video
| Edited By: | Updated on: May 03, 2026 | 2:52 PM

રાજ્યના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 4 થી 5 વર્ષોમાં હવામાનની પેટર્ન જે પ્રમાણે બદલાઈ છે તે મુજબ દરેક સિઝનમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હાલ આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં મે મહિનામાં પણ માવઠુ થવાની આગાહી કરી છે. રાજ્યમાં 5 થી 7 મે દરમિયાન હવામાનમાં પલટો આવશે. એક બાદ એક ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર મે માસમાં 15 થી 20 તારીખ સુધીમાં માવઠુ પડી શકે છે. 11 મે પછી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે.

મે માસમાં 15થી 20 તારીખ સુધીમાં માવઠું પડી શકે

અંબાલાલ પટેલે જણાવ્યુ કે ગરમાળાના ફુલ આવવાની શરૂઆત થાય તેના 45 દિવસ પછી રાજ્યમાં વરસાદ આવવાની શક્યતા રહે છે. મે મહિનામાં 15 થી 20 તારીખ સુધીમાં આંધી વંટોળ સાથે પ્રિમોન્સુન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. હમણા એક બાદ એક પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે. તારીખ 3 થી 7 , અને તારીખ 8 થી 12 અને 16 મે સુધીમાં એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે. જેના કારણે તારીખ 5 થી 7 માં હવામાનમાં પલટો આવશે. દેશમાં પૂર્વ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ભારત ના ઘણા ભાગોમાં 80 થી 100 કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

ગુજરાતમાં પણ આંચકાનો પવન 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે પવન ફૂંકાશે. ગંગા જમનાના મેદાનો તપે પછી વરસાદ થવાની શક્યતા હોય છે. પરંતુ તારીખ 11 પછી ગરમી પડી શકે. તારીખ 7 થી 12 માં બંગાળ ના ઉપસાગર માં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે. તારીખ 15 થી 25 મે વચ્ચે બંગાળ ના ઉપ સાગરમાં એક વાવાઝોડું બની શકે.જેનો માર્ગ મ્યાનમાર તરફ હોય તો ભારતમાં વરસાદ ઓછો થઈ શકે. જૂન મહિનાની શરૂઆત માં બંગાળના ઉપ સાગર માં વાવાઝોડા બનવાની શક્યતા રહેશે અને એક સખ્ત વાવજોડું બની શકે. તારીખ 15 થી 25 સુધી માં અરબ સાગર પણ સક્રિય થઈ શકે. જેનો માર્ગ ગુજરાત તરફ હોય તો ગુજરાતમાં વરસાદ આવી શકે છે. 25 મે આસપાસ ચોમાસું કેરળ કાંઠે પહોંચવાની શક્યતા રહે. 3 મેં થી 8 સુધીમાં ગુજરાતમાં પણ પ્રિ મોન્સુન એક્ટિવીટીનો વરસાદ થવાની શક્યતા રહેશે.

Input Credit- Himanshu Patel- Gadhinagar

 

Happy Birthday Gujarat: સોલંકી યુગના સુવર્ણકાળથી લઈને આધુનિક ગુજરાત મોડેલ સુધી કેટલુ બદલાયુ ગુજરાત?

Follow Us