AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat vidhansabha ચીન સાથે મળીને સાણંદ પાસે બનનારો ઈન્ડસ્ટ્રીયલ પાર્ક ઘોંચમા, અમદાવાદનુ નામ કર્ણાવતી કરવા દરખાસ્ત નથી કરી

Gujarat vidhansabha : અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવા માટે ગુજરાત સરકારે કોઈ દરખાસ્ત કે માંગણી કરી નથી, તેવુ સરકારે કોંગ્રેસના ધારાસભ્યે વિધાનસભામાં પુછેલા લેખિત પ્રશ્નના ઉતરમા જણાવ્યુ છે.

Gujarat vidhansabha ચીન સાથે મળીને સાણંદ પાસે બનનારો ઈન્ડસ્ટ્રીયલ પાર્ક ઘોંચમા, અમદાવાદનુ નામ કર્ણાવતી કરવા દરખાસ્ત નથી કરી
ગુજરાત વિધાનસભા અંદાજપત્ર સત્ર 2021-2022
| Updated on: Mar 03, 2021 | 5:03 PM
Share

Gujarat vidhansabha : ગુજરાત સરકારે, કોંગ્રેસના ધારાસભ્યે પુછેલા લેખિત પ્રશ્નના જવાબમાં કહ્યું છે કે, કાયદાકીય ગુંચને સાણંદ પાસે ચીનનો ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપવાની પ્રક્રીયા ઘોંચમાં પડી છે. તો અન્ય એક લેખિત પ્રશ્નના જવાબમાં સરકારે કબુલ્યુ છે કે, અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવા અંગે સરકારે કોઈ દરખાસ્ત કરી નથી કે માંગણી કરી નથી. ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રમાં, કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે. ચીન સાથે ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપવા બાબતે લેખિત પ્રશ્ન પુછ્યો હતો. જેના જવાબમાં ગુજરાત સરકારે કહ્યું કે, કાયદાકીય બાબતોને કારણે ચીન સાથે કરેલા કરાર હાલ ગુંચવણમાં છે. સાંણદ પાસે 200 હેકટર જમીનમાં આ પાર્ક સ્થાપવાનો હતો. જેના માટે 55 હેકટર જમીન સંપાદન કરાઈ છે. ઈન્ડસ્ટ્રીયલ પાર્ક માટે ચાઈના ડેવલપમેન્ટ બેંક દ્વારા ફંડ સામે ચાઈના એસોસિએશન ફોર સ્મોલ એન્ડ મીડીયમ એન્ટરપ્રાઈઝે જમીન સંપાદન કરી છે. તો કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે અમદાવાદનુ નામ બદલીને કર્ણાવતી કરવા અંગે પુછેલા લેખિત પ્રશ્નના ઉતરમાં સરકારે લેખિત જવાબમાં જણાવ્યુ છે કે, અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવા અંગે રાજ્ય સરકારે કોઈ દરખાસ્ત કરી નથી. રાજ્ય સરકારે અમદાવાદનુ નામ કર્ણાવતી કરવા સરકારે કોઈ માંગણી કે દરખાસ્ત મોકલી નથી.

g clip-path="url(#clip0_868_265)">