Ahmedabad : અફઘાનિ વિદ્યાર્થીઓનો વધુ એક વિવાદ, ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલ માંથી ગેરકાયદે રહેતા અફધાનિસ્તાનના વિદ્યાર્થીઓને હાંકી કાઢ્યા, જુઓ વીડિયો

અમદાવાદમાં ફરી એકવાર વિદેશી વિદ્યાર્થીઓનો વિવાદ સામે આવ્યો છે. ગુજરાત યુનિ.માંથી અફઘાની વિદ્યાર્થીઓને હાંકી કઢાયા હોવાની ઘટના સામે આવી છે. પૂર્વ વિદ્યાર્થીઓને હોવાથી તેમને હોસ્ટલમાં રહેવાની મનાઈ ફરમાવી હતી.

Ahmedabad : અફઘાનિ વિદ્યાર્થીઓનો વધુ એક વિવાદ, ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલ માંથી ગેરકાયદે રહેતા અફધાનિસ્તાનના વિદ્યાર્થીઓને હાંકી કાઢ્યા, જુઓ વીડિયો
Ahmedabad
| Edited By: | Updated on: Apr 07, 2024 | 2:01 PM

અમદાવાદમાં ફરી એકવાર વિદેશી વિદ્યાર્થીઓનો વિવાદ સામે આવ્યો છે. ગુજરાત યુનિ.માંથી અફઘાની વિદ્યાર્થીઓને હાંકી કઢાયા હોવાની ઘટના સામે આવી છે. પૂર્વ વિદ્યાર્થીઓને હોવાથી તેમને હોસ્ટલમાં રહેવાની મનાઈ ફરમાવી હતી. પરીક્ષા પૂર્ણ થઈ ગઈ હોવા છતા વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં રહેતા હોવાનું સામે આવ્યુ છે.

ટ્રાન્સ્ક્રિપ્ટ-સ્ટેમ્પિંગ બાકી હોવાના કારણ દર્શાવી વિદેશી વિદ્યાર્થીઓ રહેતા હોય છે. યુનિવર્સિટીના ધ્યાને આવતા તાત્કાલિક પગલાં ભરવામાં આવ્યા છે. આ ઘટના અંગે અફઘાનિસ્તાન કોન્સ્યુલેટને પણ જાણ કરવામાં આવી છે. જો કે આ અફઘાની વિદ્યાર્થીઓ હોસ્ટેલના નમાઝ વિવાદમાં પણ જોડાયેલા હતા.

 

આ અગાઉ નમાઝ પઢવાની બાબતે થયો હતો વિવાદ

આ અગાઉ પણ વિદેશી વિદ્યાર્થીઓનો વિવાદ સર્જાયો હતો.  ગુજરાત યુનિવર્સિટીમાં  વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારી ઘટના બની હતી. રમઝાન માસ ચાલી રહ્યો હોવાથી કેમ્પસ હોસ્ટેલમાં રહેતા કેટલાક વિદેશી વિદ્યાર્થીઓ “A બ્લોક”ના કેમ્પસ બહાર નમાઝ પઢી રહ્યા હતા.

એ સમયે કેટલાક લોકોનું ટોળુ ત્યાં ઘુસી આવ્યુ અને અહીં જાહેરમાં નમાઝ કેમ પઢો છો એમ કહીને વિરોધ કર્યો. આ દરમિયાન નમાઝ પઢી રહેલા વિદેશી વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થીએ ઊભા થઈ ટોળાના શખ્સો સાથે મારામારી કરી અને જોતજોતામાં ઘટનાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ.

વિદેશી વિદ્યાર્થીએ માર્યો હતો લાફો

આ ઘટના બાદ ટોળાએ વિદેશી વિદ્યાર્થીઓના રૂમમાં પણ તોડફોડ મચાવી, તેમનો તમામ સામાન વિખેરી નાખ્યો, તેમના લેપટોપ, એસી. ટેબલ, રૂમના બારી-બારણા, મ્યુઝિક સિસ્ટમ સહિતની તમામ વસ્તુઓને નુકસાન પહોંચાડવામાં આવ્યુ. ત્યાં સુધી કે તેમના વાહનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યુ.

ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલી આ પ્રકારની ગેરવર્તણુકની વિદેશ મંત્રાલયે પણ ગંભીર નોંધ લીધી અને ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે નિવેદન જારી કર્યુ હતુ.

સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝ એન્ડ ડાયાસ્પોરાના કોઓર્ડિનેટરની હકાલપટ્ટી

આ સાથે વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલ સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝ એન્ડ ડાયાસ્પોરાના કોઓર્ડિનેટરના કાર્યક્ષેત્ર અંતર્ગત આવે છે. સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝ એન્ડ ડાયાસ્પોરાના કો-ઓર્ડિનેટરની હકાલપટ્ટી કરી દેવાઈ હતી.

Published On - 1:25 pm, Sun, 7 April 24