AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં સીએમ રૂપાણીના નેતૃત્વમાં સરકારના પાંચ વર્ષ પૂર્ણ, 5100 કરોડના કામોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરાશે

શનિવારે વિકાસ દિવસની ઉજવણી પણ કરવામાં આવશે. જેના પગલે શનિવારે રાજ્ય ભરમાં 5100 કરોડ ના કામોનું લોકાર્પણ અને ખાત મૂહુર્તના કામો કરવામાં આવશે

ગુજરાતમાં સીએમ રૂપાણીના નેતૃત્વમાં સરકારના પાંચ વર્ષ પૂર્ણ, 5100 કરોડના કામોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરાશે
Gujarat under leadership of CM Rupani five years of government completed 5100 crore works will be inaugurated and excavated (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 11:13 AM
Share

ગુજરાત(Gujarat) માં સીએમ રૂપાણી(CM Rupani) ના નેતૃત્વમાં સરકાર 7 ઓગસ્ટના રોજ પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે. તેમજ શનિવારે વિકાસ દિવસની ઉજવણી પણ કરવામાં આવશે. જેના પગલે શનિવારે રાજ્ય ભરમાં 5100 કરોડ ના કામોનું લોકાર્પણ અને ખાત મૂહુર્તના કામો કરવામાં આવશે. તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વતન પ્રેમ યોજનાનું લોન્ચિંગ કરશે.

ગુજરાત(Gujarat)  સરકાર શનિવારે તેના પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે વિકાસ દિવસની ઉજવણી કરશે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ(Amit Shah)  1400 કરોડથી વધુના વિકાસ કામોનું વર્ચ્યુયલી લોકાર્પણ કરશે. તેમજ તેની સાથે જ વતન પ્રેમ યોજનાનું પણ લોન્ચિંગ કરશે.

તા. ૭મી ઓગસ્ટ, ૨૦૨૧ શનિવાર ‘વિકાસ દિવસ’ અંતર્ગત ભારતના ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ અને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર, ગાંધીનગરથી વિવિધ વિકાસ કામોના લોકાર્પણ, ભૂમિપૂજન અને શુભારંભ કરાવશે.

વિકાસ દિવસે રૂ. ૪૮૯ કરોડની પિયજ-ઉણદ પાઇપલાઇનનું મહેસાણાથી લોકાર્પણ, ડીસા નેશનલ હાઇવેનો નવનિર્મિત રૂ. ૪૬૪ કરોડના બ્રિજનો લોકાર્પણ અને પ્રધાનમંત્રી આવાસ યોજના અને શહેરી આવાસ યોજનાઓ(EWS/LIG સહિત)ના નિર્માણ પામેલા રૂ. ૩૨૩ કરોડના ૫૧૭૦ આવાસોનું ડ્રો/લોકાર્પણ/ખાતમુહૂર્ત વિધિ સંપન્ન થશે. રૂ. ૨૮૬ કરોડના GEB ૨૧ સબ સ્ટેશનોનું લોકાર્પણ અને ૮ સબ સ્ટેશનનું ખાતમૂહર્ત અને રૂ. ૨૬૫ કરોડની ધાંધુસણથી રેડ લક્ષ્મીપુરા પાઇપલાઇનનું મહેસાણાથી લોકાર્પણ થશે.

આ દિવસે ગુજરાત રાજય વાહનવ્યવહાર નિગમ દ્વારા રૂ. ૨૫૫ કરોડના ૧૫૧ બસો, ૫ બસસ્ટેશન અને એક વિભાગીય કચેરીનું લોકાર્પણ કરાશે. બગોદરા, ધંધુકા, વલ્લભીપુર, ભાવનગર રસ્તાને રૂ. ૧૫૩ કરોડના ખર્ચે ચારમાર્ગીય કરવાનું ખાતમુહૂર્ત કરાશે. સૌની યોજના – વિકળીયાથી બોર તળાવ (ભાવનગર) ૫૩.૫૩૨ કિ.મી.ની રૂ. ૧૪૬ કરોડની પાઇપલાઇનનું લોકાર્પણ, રૂ. ૯૭ કરોડની ભાસરીયા – મહેસાણા પાઇપલાઇનનું લોકાર્પણ, રૂ. ૭૫ કરોડની માતપુરથી બ્રહમાણવાડા ઉદવહન પાઇપલાઇન યોજનાનું ખાતમૂર્હત અને ગાંધીનગર-અમદાવાદ વચ્ચે રૂ. ૨૩ કરોડના બે બ્રિજનું લોકાર્પણ થશે. આમ કુલ આશરે રૂ. ૩૯૦૬ કરોડના કામોનો લોકાર્પણ અને ખાતમૂર્હત કરવામાં આવશે.

વિકાસ દિવસે જિલ્લા દીઠ ૧ અને મહાનગર પાલિકા દીઠ ૧ મળીને કુલ ૪૧ કાર્યક્રમો યોજાશે. ઉપરાંત, લોકાર્પણ અને ખાતમુહર્તના સ્થળે મહાનુભાવોની હાજરીમાં કાર્યક્રમો યોજવામાં આવશે.

વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
g clip-path="url(#clip0_868_265)">